‘પતિ અને તેના ભાઈએ મને ક્યાંયની ન રાખી, લગ્ન પહેલાં પતિ ને જેઠે મારો યૂઝ કર્યો’

ઇન્દોરમાં CAની વિદ્યાર્થિનીના સ્યૂસાઇડ કેસમાં નવો ખુલાસો થયો છે. મોબાઇલ તપાસમાં ખુલાસો થયો છે કે, યુવતીએ તેના પતિની હેરાનગતિથી કંટાળીને સ્યુસાઈડ કર્યું છે. મર્યા પહેલાં યુવતીએ તેના આન્ટીને ચાર ટેક્સ્ટ મેસેજ મોકલી પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. અરજીમાં સીએસપી અને ટીઆઈ પર તપાસમાં બેદરકારી રાખવાનો પણ આરોપ લગાવ્યો છે.

ધાર રોડ પર રામાનંદ નગરમાં રહેતી કલ્યાણી વૈશ્યએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી હતી. તપાસમાં જાણ થઈ કે, કલ્યાણીએ ફૂટી કોઠીના રહેવાસી સાગર જેઠાણી સાથે એક વર્ષ પહેલાં ખજરાના મંદિરમાં લવ મેરેજ કર્યા હતાં. જોકે, પરિવારજનોને તેની જાણ નહોતી.

આ કારણે બંને એક વર્ષ સુધી અલગ રહ્યા હતાં. સાગર વિજય નગર વિસ્તારમાં એક મોલમાં ટેલિ કોલિંગ કંપનીમાં નોકરી કરતો હતો. કલ્યાણી પણ પહેલાં ત્યાં નોકરી કરતી હતી. આ દરમિયાન બંનેની ઓળખાણ થઈ હતી. કલ્યાણીના પિતા જગદીશ વૈશ્યએ જણાવ્યું કે, ‘એક વર્ષ પછી તેમને બંનેના સંબંધ વિશે જાણ થઈ હતી. આ પછી પરિવારજનોએ પણ સામાજિક રીતે લગ્ન કરાવવા માટે રાજી થઈ ગયા હતાં.’

15 એપ્રિલે લગ્ન થવાના હતા
પરિવારજનોએ 15 એપ્રિલે બંનેના લગ્નની તારીખ નક્કી કરી હતી. આ પછી સાગર અને કલ્યાણી વચ્ચે કોઈ વાતને લીધે વિવાદ શરૂ થયો હતો. વિવાદ વધવાને લીધે 10 એપ્રિલે સાગરે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ પછી કલ્યાણી ડિપ્રેશનમાં જતી રહી હતી. અંતે કલ્યાણીએ 28 મેએ ગળેફાંસો ખાઈને સ્યૂસાઈડ કરી લીધું હતું.

હવે પિતાએ ન્યાય માટે અરજી કરી છે
આ મામલે 3 મહિના પછી પણ પોલીસે કેસ દાખલ કર્યો નથી. આ દરમિયાન તેમને ઘણીવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા, પણ સુનાવણી થઈ નહીં. જગદીશ વૈશ્યએ 4 દિવસ પહેલાં DIG મનીષ કપૂરિયાને પણ ફરિયાદ કરી. ફરિયાદમાં CSP અને TI પર આ ઘટના અંગે ઢીલ રાખવાનો આરોપ લગાવ્યો છે. પિતાનો આરોપ છે કે, પોલીસ 3 મહિનાથી ધક્કા ખવડાવી રહ્યા છે. પિતાએ સાગર જેઠાણી અને સુમિત જેઠાણઈ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે.

મોબાઇલે કર્યો ખુલાસો
સ્યૂસાઈડ કર્યા પછી પોલીસે કલ્યાણીનો મોબાઇલ જપ્ત કરી લીધો હતો. પેટર્ન લોક હોવાને લીધે પોલીસે પરિવારજનોને જ લોક ખોલવાનો આદેશ આપ્યો હતો. પરિવાર જ્યારે લોક ખોલ્યું તો ચોંકાવનારો ખુલાસો થયો. યુવતીએ મર્યા પહેલાં તેના આન્ટીને કેટલાક ટેક્સ મેસેજ મોકલ્યા હતાં. આ મેસેજમાં સાગર અને તેમના ભાઈ પર હેરાનગતિ કરવા વિશે કહેવામાં આવ્યું છે.

DIGને સબૂત સોંપ્યા
ફરિયાદમાં જગદીશે સાગર અને તેમના મોટા ભાઈ સુમિત અંગે કલ્યાણી દ્વારા મોબાઇલ પર અન્ય મહિલાઓને મેસેજ પર વાતોની ફોટો કોપી પણ આપી છે. જેમાં ઘણાં ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારે આવેદનમાં લખ્યું છે કે, તપાસ અધિકારી સંદીપ પોરવાલે આ અંગે ફરિયાદ નોંધવાની વાત કહી હતી, પણ કાર્યવાહી કરી નહોતી. તો ટીઆઈ યોગેશ સિંહ તોમરને મળ્યા હતાં. તેમણે CSP બીપીએસ પરિહારના દબાવમાં કેસ દાખલ ન કરવાની વાત કહી હતી.

આન્ટીને મોકલે 4 મેસેજમાં લખ્યું હતું….
પહેલો મેસેજ
‘સાગર જેઠાણી મારા મરવાનું કારણ છે. તેના ભાઈ સુમિતે અમારો સંબંધ પૂરો કરી નાખ્યો છે. મેં માફી માગી અને આજીજી કરી છતાં પણ સાંભળ્યું નહીં. લગ્ન પહેલાં તે ના પાડવા લાગ્યા હતા, જેના લીધે હું નારાજ હતી. મેં અને સાગરે વાત સાંભળી લીધી હતી. જે દિવસે અમે મળ્યા હતા તે દિવસે લગ્ન તોડી રહ્યો હતો. એટલે અમારા વચ્ચે ઝઘડો થયો હતો. સમજાવ્યા પછી પણ તેને લગ્ન તોડી નાખ્યા હતાં. ઘણાં વર્ષોથી રિલેશનમાં હોવા થતાં લગ્નની ના પાડી દીધી હતી. અમારો પહેલાં પણ ઝઘડો થયો હતો. આ સમયે તેમણે મને જેમ રાખી હું સાથે હતી.’

બીજો મેસેજ
‘જ્યારે ઓફિસ જતાં હતાં, ત્યારે તેમના ફ્રેન્ડ ઘરે પણ મળ્યા. તેમણે મંદિરમાં લગ્નની વિધિ પણ રાખી હતી. તેમના પરિવારને મેં જણાવ્યું કે મારું ફોન રેકોર્ડિંગ અને મેસેજ ચેક કરી શકે છે. મારા પિતાને આ વાતની ખબર નહોતી. હું કોઈની આબરૂ સાથે રમવા માગતી નહોતી. મારા પરિવારજનોને પણ બંનેએ હેરાન કર્યા હતાં. લગ્ન કરશે નહીં. મને માનસિક રીતે ભાંગી નાખી હતી. બંનેએ મને ક્યાંયની રાખી નહોતી. હું કોઈને મોઢું બતાવી શકતી નહોતી. એટલે હું આ પગલું ભરી રહી છું. મને મારા કર્મની સજા મળી ગઈ છે. જે છોકરામાં આખી જિંદગી જોઈ, લગ્ન કર્યા પછી ખબર પડી કે તે માત્ર મારો યુઝ કરી રહ્યો હતો. પતિ બનીને મને અપનાવવાની ના પાડી રહ્યો હતો.’

ત્રીજો મેસેજ
‘મારી લાઇફમાં માત્ર એક પતિ અને બીજુ કોઈ નહીં, પણ તેને સમજાયું નહીં. તેને તે પણ સમજાયું નહીં. મને લાગી રહ્યું છે……અર્થ નથી. લગ્ન તૂટ્યા પછી હું તેની સાથે જ હતી પણ મેં…..વાત માની નહીં, તો ગુસ્સે થઈ ગયો. તમે મારા લાસ્ટ મેસેજ તરીકે યૂઝ કરજો. હું નહીં રહું તો તે ખોટા આરોપ લગાવશે. માતા-પિતાની ઇજ્જતને બનાવી રાખજો. હું ખરાબ છોકરી નથી. મેં આ ભૂલ કરી છે, તે વ્યક્તિને બધું જ માની બેઠી. મારું થોડુંક સેવિંગ છે, જે મમ્મી-પ્પા અને સિસ્ટરના નામે કરાવી દેજો.’

ચોથો મેસેજ
‘જીવ છે, તે લઈ ગયો. તેને તો કોઈ ફરક પડ્યો નહીં. તેને આ બધું કરતાં પહેલાં ભાઈને પૂછ્યું હતું. જે લગ્ન ના કરવા અને મને હેરાન થતી જોઈ રહ્યો છે. તેની પાસે પણ રેકોર્ડિંગ મળી જશે. એક નાના વિચારને લીઘે છોકરીઓ આ પગલું ભરે છે. આવા નરાધમ લોકો જ્યારે બધું કરે છે ત્યારે સારું થાય છે. લગ્ન પહેલાં જ બહાના કાઢે છે. પણ હું એવું ઇચ્છતી નથી કે, તેમની લાઈફ ખરાબ થાય. મારા કારણે માતા-પિતાની બદનામી થઈ જશે. તેનો જવાબદાર સાગર છે. હું આ કોઈને જણાવી શકતી નથી. ના કોઈને શેર કરી શકું છું. મારી પાસે ઓપ્શન નથી.’

હવે ટીઆઈએ કહ્યું, કેસ દાખલ કરી રહ્યો છું
આ અંગે જ્યારે ટીઆઈ યોગેશ તોમરે વાત કરી તો તેમણે જણાવ્યું કે, ‘મોબાઇલમાં ઘણાં પ્રૂફ મળ્યા છે. પરિવાર સાથે વાત કરી છે. કેસ દાખલ કરવા માટે પરિવારને પોલીસ સ્ટેશન બોલાવ્યો છે.’