બટેટા ખાવા ફાયદાકારક કે નુકસાનકારક, જાણો અહીં

અમદાવાદઃ સામાન્ય રીતે લોકોને લાગે છે કે બટેટા ખાવાથી વજન વધે છે. આથી તે પોતાના ડાયટમાં બટેટાને અવોઈડ કરે છે. જો કે હકીકતમાં બટેટામાં રહેલા પોટેશિયમ અને ફાઈબર્સ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હેલ્થ માટે ફાયદાકારક હોય છે. ડાયટિશિયન જણાવે છે બટેટાને કઈ રીતે ખાવાથી પૂરતા ફાયદા થાય છે. સાથે જ જાણો આને કેવી રીતે ખાવાથી નુકસાન થઈ શકે છે.

માત્ર બટેટા જ નહીં તેની છાલ પણ ફાયદાકારક:

  • આની છાલમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે. સ્કિન દાઝી જાય ત્યારે લગાવવાથી રાહત મળે છે
  • આમાં ફાઈબર્સની માત્રા વધુ હોય છે. જેનાથી ડાયજેશન ઈમ્પ્રુવ થાય છે અને કબજિયાત દૂર થાય છે
  • બટેટાની છાલ ખાવાથી બ્લડ શુગર લેવલ બેલેન્સ રહે છે અને ડાયાબિટીસ કંટ્રોલ રહે છે
  • આમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે. જે BP કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે

બટેટાના ફાયદા:100 ગ્રામ બટેટામાં 97 કેલરી હોય છે. આનાથી વજન કંટ્રોલમાં રહે છે. આમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સથી એનર્જી મળે છે

બટેટાને કઈ રીતે ખાવાથી થશે ફાયદાઓ:

  • બાફેલા બટેટામાં મીઠુ, લીંબુ લગાવીને ખાવા. આમાં કેલરીની માત્રા ઓછી હોય છે. આમાં રહેલા ફાઈબર્સથી ડાઈજેશન ઈમ્પ્રુવ થાય છે
  • લીલા શાકભાજીમાં બટેટા નાંખીને ખાઈ શકાય છે. આમાં આયર્ન, પ્રોટીન હોય છે. આ એનિમિયા (લોહીની ઉણપ)થી બચાવે છે
  • બાફેલા બટેટામાં પનીરની સ્ટફિંગ કરીને ખાવા. આમાં રહેલા કેલ્શિયમ, ફોસ્ફોરસથી હાડકાં મજબૂત બને છે

આવી રીતે ન ખાવા બટેટા: બટેટા તળીને ન ખાવા. તળવાથી બટેટામાં કેલરીની માત્રા બાફેલા બટેટા કરતા ત્રણ ગણી વધી જાય છે. આનાથી વજન વધે છે.