લગ્ન કરવા જયપુર પહોંચ્યા Ranbir Kapoor અને Alia Bhatt! જાણો ક્લિક કરીને

જયપુર: બોલિવૂડના બે સ્ટાર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, દીપિકા પાદૂકોણ, રણવીર સિંહ સહિત નજીકના લોકો જયપુર પહોંચ્યા છે. એવામાં સોશિયલ મીડિયા પર આ સ્ટાર્સની તસવીરો અને વીડિયો જોઈને એક જ સવાલ પૂછી રહ્યાં છે કે શું રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જયપુરમાં લગ્ન કરવાના છે? આ સમાચાર અમે ઝી હિન્દી વેબસાઈટમાં લીધેલા છે. આ અંગે અમે કોઈ પૃષ્ટિ કરતાં નથી. (Source – Zee Hindi)

આજે સવારે સમગ્ર પરિવારની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, દીપિકા અને રણવીર સિંહ એરપોર્ટ પર સ્પોટ થયા હતાં. ત્યારે બધાં વિચારી રહ્યાં હતા કે આ લોકો ન્યુ યર વેકેશન માટે રવાના થયા છે. પરંતુ દિવસ દરમિયાન બધાની સાથે જયપુરમાં સ્પોટ થયા હતા તો આ તસવીરો અને વીડિયોએ સોશિયલ મીડિયામાં સનસની ફેલાવી દીધી છે. લોકોનું માનવું છે કે, ‘બ્રહ્માસ્ત્ર’ સેલેબ્સના લગ્ન માટે તેઓ અહીં હાજરી આપવા પહોંચ્યા છે.

પરંતુ હજુ સુધી આ મુસાફરીનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ આલિયા અને રણબીર કપૂરના પ્રશંસક અનુમાન લગાવી રહ્યાં છે કે, યુગલ સાત જન્મોના બંધનમાં બંધાઈ શકે છે.

રણબીર અને આલિયા તેના પરિવારની સાથે એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં ત્યારે રણબીરની માતા નીતૂ કપૂર, બહેન રિદ્ધિમા અને તેની પુત્રી સમારા પણ સાથે જોવા મળી હતી. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ અને ફોટોગ્રાફર્સે ઘેરી લીધા હતાં. તેના પહેલા દીપિકા અને રણવીર પણ એરપોર્ટ પર સ્પોટ થયા હતાં. રણવીરે કારનો દરવાજો ખોલ્યો અને તે મીડિયા સાથે વાત કર્યાં વગર જ નીકળી ગયો હતો.

રણવીર અને દીપિકાને મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્પોટ થયા ત્યારે આલિયા અને રણબીરે કલિના એરપોર્ટ પરથી એક ખાનગી ફ્લાઈટ મારફતે જયપુર આવવા રવાના થયા હતાં. તેમની સાથે કપૂર પરિવાર સિવાય આલિયાની માતા સોની રાજદાન અને બહેન શાહીન ભટ્ટ પણ સાથે જોવાની ચર્ચા ચાલી રહી છે.

હવે જયુપરમાં બધાંને સાથે જોઈને ઘણાં યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને સ્ટાર કપલના લગ્નને લઈને અનુમાન લગાવી રહ્યાં છે. જ્યારે એક યુઝર્સે લખ્યું છે કે, આલિયારણબીરના લગ્ન છે કે શું જયપુરમાં….? જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે, અંતે આલિયા અને રણબીર કપૂરના લગ્નની શરણાઈ વાગવા લાગી.

તમને જણાવી દઈએ કે, હાલમાં પત્રકાર રાજીવ મસંદની સાથે સાક્ષાત્કારમાં રણબીરે લગ્નને લઈને વાત કરી હતી અને કહ્યું હતું કે, મહામારીના કારણે બન્નેના લગ્ન રદ્દ થઈ નહીં તો અત્યાર સુધી આલિયા રણબીરની જીવનસાથી બની ગઈ હોત. બન્ને સ્ટાર્સ છેલ્લા બે વર્ષથી ડેટિંગ કરી રહ્યાં છે. રણબીરે મે 2018માં જીક્યૂ પત્રિકાની સાથે પહેલીવાર પોતાના સંબંધને લઈને વાત કરી હતી.