ગોવામાં પ્રેમી અર્જુનની સાથે વેકેશનની મજા માણે છે પ્રેમિકા મલાઈકા અરોરા, જુઓ નવી તસવીરો

ગોવા: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાનું નવા વર્ષનું સેલિબ્રેશન ગોવામાં જ થવાનું છે. છેલ્લા ઘણાં દિવસોથી તે પોતાના પ્રેમી અર્જુનની સાથે ગોવામાં વેકેશનની મજા માણી રહી છે. મલાઈકા પોતાના વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે અને મલાઈકા સાથે વેકેશનની મજા માણવા ગયેલા અન્ય લોકોએ પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી જે હાલ સોશિલયલ મીડિયામાં વાયરલ થઈ છે.

તસવીરોમાં મલાઈકા પૂલના કિનારે સ્વિમસૂટ પહેરીને આરામ કરતી જોવા મળી રહી છે. અન્ય એક તસવીરમાં તે પૂલમાં રિલેક્સ કરતી જોવા મળી રહી છે.

મલાઈકા અરોરાએ આ ખૂબસુરત તસવીરને શેર કરતાં લખ્યું હતું કે, ઘરથી દૂર એક ઘર. તસવીરોમાં તેણે આ ખાસ લોકેશનનો વ્યૂ પણ ચાહકોની સાથે શેર કર્યો હતો.

અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા પોતાની ગોવા વેકેશનની મજા અમૃતા અરોરા અને તેના પતિ શકીલ લદકના આલિશાન વિલામાં માણી રહ્યાં છે.

મલાઈકાએ પૂલમાં સમય વિતાવતો એક વીડિયો પણ શેર કર્યો હતો જેના કેપ્શનમાં લખ્યું હતું કે, અજારા બીચ હાઉસથી મને બહુ જ પ્રેમ થઈ ગયો છે. હાલ મલાઈકા, અર્જુન, અમૃતા અને તેનો પરિવાર વેકેશનની મજા માણી રહ્યો છે.

તેમની સાથે તેનો યોગ ઈન્સ્ટ્રક્ટર અને અન્ય મિત્રો પણ છે. મલાઈકાએ હાલમાં જ પોતાના યોગ ઈન્સ્ટ્રક્ટરની સાથે એક યોગ કર્યા બાદ એક તસવીરો પોસ્ટ કરી હતી.

અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા ગોવામાં મજા માણી રહ્યા છે અને ત્યાંના વાતાવરણની મજા ઉઠાવી રહ્યાં છે. તેમની આ તસવીરોએ તો પોતાની હેપ્પી મોમેન્ટ્સથી ચાહકોને પાગલ કરી દીધા હતાં. જેમાં બન્નેની સોલો અને એકસાથે હોય તેવી તસવીર પણ છે. મલાઈકાએ પોતાના એક તસવીર શેર કરી હતી જેમાં તે સ્વિટસૂટમાં પુલની અંદર જઈ રહી હતી.

આ બુમરૈંગ વીડિયોમાં મલાઈકા સ્વિમિંગ પૂલની અંદર જતી જોવા મળી રહી છે જ્યારે અર્જૂન કપૂર પૂલની અંદરથી ફોટો ક્લિક કરતો જોવા મળી રહ્યો છે. અર્જૂન કપૂર લેડીલવ માટે ફોટોગ્રાફી કરવા લાગ્યો હતો.

અર્જૂન અને મલાઈકા, અૃતા અરોરા અને તેના પતિ શકીલ લદકના આલિશાન વિલામાં રોકાયા છે. આ વિલાનો દરેક ખુણો એટલો શાનદાર છે કે પોતે અર્જૂન કપૂર પણ તેના વખાણ કરતો જોવા મળ્યો હતો.

હાલમાં જ મલાઈકાએ બહેન અમૃતા સાથે પણ એક એલિગેંટ તસવીર શેર કરી હતી. આમાં બન્ને બહેનો સ્લાઈલિશ અંદાજમાં ડ્રિંક્સ એન્જોય કરતી જોવા મળી હતી. આ ઉપરાંત મલાઈકાએ બીચ પર બહેન અમૃતા અને બોયફ્રેન્ડ અર્જૂની સાથે ચિલ કરતા હોય તેવો પણ ફોટો શેર કર્યોહતો.