તબેલામાં કામ કરતા કરતા ભણી યુવતી, સાઈકલ પર જતી કોલેજ, હવે સંભાળશે જજની ખુરશી

જેનામાં ટેલેન્ટ હોય અને મહેનત કરવાની ધગશ હોય એવી વ્યક્તિ કોઈ સ્થિતિમાં પોતાનો રસ્તો બનાવી જ લે છે. આ કહાની એક એવી છોકરીની છે, જે બાળપણથી માતા-પિતા સાથે ગાયો-ભેંસોની સંભાળ કરી રહી છે. હવે આ છોકરી જજ બનવા જઈ રહી છે.

સોનમ શર્મા નામની આ યુવતીની આજે ચારેયબાજુ ચર્ચા છે. સોનલ રાજસ્થાનના પ્રતાપનગરમાં રહે છે. સોનલે જણાવ્યું હતું કે ડેરી તેના પરિવારની રોજીરોટીનું સાધન છે. એટલા માટે તે પિતા સાથે ગાયો-ભેંસોની સંભાળ રાખવાથી લઈને છાણ ઉપાડવા સુધીનું કામ કરે છે. સોનલનો મોટાભાગનો સમય તબેલામાં પસાર થાય છે. તે ખાલી સમયમાં તબેલામાં તેલના ખાલી ડબ્બા પર બેસીને સ્ટડી કરે છે. સોનલ પોતાની સાઈકલથી કોલેજ જતી હતી. હવે સોનલ ફર્સ્ટ મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપશે.

સોનલ શર્માના પતિા ખ્યાલીલાલ શર્મા ઘણા વર્ષોથી ડેરી ચલાવે છે. તેમની દીકરી સોનલ બાળપણથી હોશિયાર છે. તેણે સ્કૂલ અને કોલેજમાં અનેક મેડલ જીત્યા છે. સોનલ કહે છે કોઈ કામ નાનું નથી હોતું. ડેરીથી મારું ઘર ચાલે છે, એટલા માટે મને પપ્પાની મદદ કરવી ગમે છે.

સોનલ ઘણી વખત ડેરીમાં રહીને જ અભ્યાસ કરે છે. તે એલએલબીમાં રાજસ્થાનમાં ટૉપર રહી ચૂકી છે. બે દિવસ પહેલાં જ તેને યુનિવર્સિટીમાં બે ગોલ્ડ મેડલ મળ્યા હતા. સોનલના ભાઈ-બેહન પણ ટેલેન્ટેડ છે. તેની મોટી બહેન લીના શર્મા કેગમાં હિન્દી ટ્રાન્સલેટર છે. નાની બહેન કિરણ હજી ડીયુમાં ભણે છે. જ્યારે સૌથી નાનો ભાઈ હિમાંશુ શર્મા અજમેરમાં જર્નાઝિલમનો અભ્યાસ કરે છે.

સોનલ કહે છે કે તે ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારથી તેના પિતા તબેલો ચલાવે છે. સોનલના ભાઈ-બહેન પ્રતાપનગરમાં નથી રહેતા એટલે તબેલાની બધી જવાબદારી સોનલ અને તેના પિતા પર છે.

સોનલના પિતાએ દીકરીની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સોનલે તબેલો સંભાળતા સંભાળતા અભ્યાસ કર્યો છે. તેને આનંદ છે કે તેની દીકરીએ તેનું નામ રોશન કર્યું છે.