પ્રેમિકા સાથે સેક્સ માણતી વખતે પતિ કરતો હતો પત્નીને વીડિયો કોલ, અંતે થયો એવો અંજામ કે..

પતિના નાઝાયઝ સંબંધથી નારાજ પત્નીએ પોતાની સગીર દીકરી સાથે મળીને પતિની નિર્મમ હત્યા કરી નાખી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં આ હત્યાકાંડનો ઉકેલ લાવી દીધો હતો અને પત્નીની ધરપકડ કરી લીધી હતી.

પોલીસ પૂછપરછમાં આરોપી પત્ની શાલુએ કહ્યું હતું કે તેના પતિ અમિત વર્માના એક મહિલા સાથે સંબંધો હતા અને તેમની વચ્ચે આ જ કારણે ઝઘડા થતા હતા કહેવાય છે કે અમિત પ્રેમિકા સાથે સેક્સ માણતો હોય ત્યારે તે પત્નીને વીડિયો કોલ કરતો હતો.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, ગાઝિયાબાદના સંજય નગર સેક્ટર 23ના એમ બ્લોકમાં રહેતા 40 વર્ષીય જ્વેલર અમિત વર્માના માથે ભારે વસ્તુથી હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. અમિતની લાશ તેની કારમાંથી મળી આવી હતી. કાર તથા ઘટનાસ્થળની આસપાસ લોહીના નિશાન મળ્યા હતા. પોલીસે લાશ કબ્જામાં લઈને તપાસ શરૂ કરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, પોલીસ સવારે ચાર વાગ્યે પેટ્રોલિંગ પર નીકળી ત્યારે કમલા નેહરુ નગરમાં રસ્તા પર એક વેગનઆર કાર મળી હતી. કાર ચેક કરી તો અંદરથી યુવકની લાશ મળી હતી આ લાશની ઓળખ અમિત વર્માના નામથી થઈ હતી.

પોલીસે કહ્યું હતું કે લાશને જોતા જ ખ્યાલ આવી ગયો કે ભારે વસ્તુથી તેની પર હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. કારમાં લોહીના નિશાન મળ્યા હતા. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી.

શરૂઆતની તપાસમાં મૃતકના અન્ય મહિલા સાથે સંબંધ હોવાની વાત સામે આવી હતી. પોલીસે મૃતકની પત્નીની પૂછપરછ કરી તો વાતોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. કડકાઈથી પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. પતિના અન્ય મહિલા સાથેના સંબંધોથી ત્રાસીને તેણે હત્યા કર્યું હોવાનું જણાવ્યું હતું.

કહેવાય છે કે મહિલાએ ઘરમાં જ પતિની હત્યા કરી હતી અને પછી લાશને કારમાં નાખીને બિનવારસી મૂકી દીધી હતી. હત્યા છૂપાવવા માટે પત્નીએ દીકરી સાથે મળીને રાતમાં જ લોહીથી લથપથ ગાદલું ધોઈને ધાબે સૂકવવા મૂક્યું હતું અને ઘર પણ સાફ કર્યું હતું.