અમૃતાંજન બામ અંગેની આ વાત તમને નહીં જ ખબર હોય એ નક્કી! લાગી શરત?

અમૃતાંજન બામ વર્ષ 1980થી 1990ના દશમાં ભારતમાં મોટા થયેલાં બાળકોના જીવનનો એક ભાગ રહ્યું છે. તે સમયે આ બાદ ભાગ્યે જ કોઈક ઘરમાં હશે નહીં. પીળા રંગની નાની શીશમાં એક જાદુઈ મલમ આવતું હતું જેને લગાડવાથી માથાનો દુખાવામાંથી મુક્તિ મળતી હતી. પણ શું તમે જાણો છો કે, આ દુખાવામાંથી મુક્તિ અપાવનારા આ બામ કાશીનાધુની નાગેશ્વર રાવ નામના એક સ્વતંત્રતા સેનાની, પત્રકાર અને સમાજ સુધારક દ્વારા બનાવવામાં આવ્યું હતું.

તેમને નાગેશ્વર રાવ પંતુલુના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે બામ બનાવવા ઉપરાંત મહાત્મા ગાંધીજી સાથે આંદોલનમાં પણ ભાગ લીધો અને આંધ્રપ્રદેશના ગઠનમાં એક મહત્ત્વપૂર્ણ રોલ પ્લે કર્યો હતો.

રાવનો જન્મ આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં વર્ષ 1867માં થયો હતો. પોતાના ગામમાં પ્રાથમિક શિક્ષણ અને મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજથી તેમણે ગ્રેજ્યુએશન કર્યા પછી દવા બનાવવાના વ્યવસાય સાથે કામ કરતાં રાવ કોલકત્તા જતાં રહ્યા હતાં. અહીં તેમણે દવા બનાવવાની મૂળ વાત શીખી હતી.

આ પછી તે એક યૂરોપિય ફર્મ વિલિયમ એન્ડ કંપની માટે કામ કરવા મુંબઈ આવી ગયા હતાં. જ્યાં તેમણે એક પછી એક સફળતાની સીડી ચઢી અને જલદી તે કંપનીના માલિક પણ બની ગયાં હતાં.

જોકે, તે ખુદ પોતાનું કંઈક શરૂ કરવા માગતા હતા અને કદાચ તેમની રાષ્ટ્રવાદી માન્યતાઓમાંથી એક મહત્ત્વપૂર્ણ રોલ પ્લે કર્યો હતો. તે તેલુગુમાં પુનર્જાગરણ આંદોલનના જનક, કંદુકુરી વીરસલિંગમ પંતુલુથી ખૂબ જ પ્રભાવિત થયાં હતાં.

કોલકત્તામાં કરવામાં આવેલાં પોતાના કામના અનુભવથી રાવ એક મજબૂત સુગંધવાળું પીળું બામ તૈયાર કર્યું. આ પછી તેનું પ્રોડક્શન કરવા માટે વર્ષ 1893માં મુંબઈમાં એક કંપનીની સ્થાપના કરી હતી.

દરેક વ્યવસાયની શરૂઆત ખૂબ જ મુશ્કેલ હોય છે. નાગેશ્વર રાવ માટે પણ એવું જ હતું. તેમણે પોતાની બ્રાન્ડને લોકપ્રિય બનાવવા માટે સંગીત સમારોહમાં આ બામ ફ્રીમાં વેચ્યું હતું, (આ રીત ઘણી બ્રાન્ડ્સ માટે પણ ખૂબ જ સફળ રહી હતી. કરશનભાઈ પટેલે વોશિંગ પાઉડર નિરમાને લોકપ્રિય કરવા માટે આ રીત અપનાવી હતી.)

ખૂબ જ જલદી નાગેશ્વર રાવના કારોબારમાં તેજી આવી હતી. જોકે, બામની કિંમત શરૂઆતમાં માત્ર દશ આના જ હતી. અમૃતાંજને આંધ્રપ્રદેશના આ વેપારીને કરોડપતિ બનાવી દીધા હતાં.

જ્યારે વ્યવસાય સારી રીતે ચાલતો હતો ત્યારે રાવે તેમના પ્રભાવનો પણ ઉપયોગ કર્યો અને સામાજિક સુધારણાના કામ શરૂ કર્યા. તેમણે અનુભવ્યું કે, તેલુગુ લોકો માટે એખ અલગ રાજ્યની જરૂર છે. તેમણે મુંબઈમાં જ્યા અમૃતાંજન લિમિટેડ કંપની હતી. ત્યાં તેલુગુ ભાષા જાણતાં લોકો માટે કામ કરવાનું શરૂ કર્યું. આ પછી તેમણે આંધ્ર પતિક્રા નામનું એક સાપ્તાહિક શરૂ કર્યું હતું.

પાંચ વર્ષમાં તે પત્રિકા ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ અને રાવે તે 1936માં મદ્રાસ(ચેન્નઈ) સ્થાનાંતરિત કરવાનો નિર્ણય કર્યો. જ્યાં એક મોટી તેલુગુ વસ્તી સુધી પહોંચી શકાતાં હતાં. તેમની પત્રિકા ત્યાં એક દૈનિક બની ગઈ અને તેમને મદ્રાસ પ્રેસીડેન્સીમાંથી આંધ્ર રાજ્યને અલગ કરવાના પક્ષમાં ઘણાં લેખ લખ્યા હતાં.

આ પછીના વર્ષમાં પોતાની માંગ સાથે રાવ મજબૂતીથી સામે આવ્યા અને તેનું નામ આંધ્ર આંદોલનના સંસ્થાપકોમાં સામેલ થયું. આ આંદોલને તેલુગુ બોલતા લોકોનું ખૂબ જ સમર્થન મળ્યું અને પ્રયત્નોને વ્યવસ્થિત કરવા માટે એક અધિકારીક સમિતિ બનાવી હતી.

વર્ષ 1924થી 1934 સુધી રાવે આંધ્રપ્રદેશ કોંગ્રેસ કમીટીના અધ્યક્ષ તરીકે કામ કર્યું. આ આંદોલનમાં તેમના નિરંતર પ્રયત્નો, સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભાગીદારી અને તેમના રાષ્ટ્રવાદી લેખોને કારણે ‘દેસોદ્વારકા'(એટલે કે, જનતાનું ઉત્થાન કરનારા) નામ આપવામાં આવ્યું. નવેમ્બર 1937માં તેમના ઘરે જ તેલુગુ નેતાઓએ આંધ્ર રાજ્ય માટેની એક કાર્ય યોજના તૈયાર કરવા માટે બેઠકનું આયોજન કર્યું હતું.

જોકે, વિશ્વયુદ્ધ અને ભારતની સ્વતંત્રતા પછી સંઘર્ષોના લીધે આંધ્રને અલગ રાજ્ય બનાવવાનો મુદ્દો થોડીકવાર શાંત પડી ગયો હતો અને તેમણે 19 ડિસેમ્બર, 1952માં ઔપચારિક રીતે અલગ રાજ્ય હોવાની જાહેરાત કરી દીધી હતી.

જોકે, વિશ્વયુદ્ધ અને ભારતની સ્વતંત્રતા પછી સંઘર્ષોના લીધે આંધ્રને અલગ રાજ્ય બનાવવાનો મુદ્દો થોડીકવાર શાંત પડી ગયો હતો અને તેમણે 19 ડિસેમ્બર, 1952માં ઔપચારિક રીતે અલગ રાજ્ય હોવાની જાહેરાત કરી દીધી હતી.