આ સ્ટાર્સ મોતના મોંમાંથી આવ્યા હતા પાછા, કોઈનો થયો હતો ગંભીર અકસ્માત તો કોઈ પ્લેન ક્રેશમાં પણ બચી ગયું

ધણી ફિલ્મોમાં જોવા મળે છે કે, એક્ટર ફિલ્મમાં કોઈ ગંભીર દુર્ઘટનાનો ભોગ બને છે, પણ તે મોતને મ્હાત આપીને બચી જાય છે. શું તમે જાણો છે કે, રિઅલ જિંદગીમાં પણ ઘણાં સ્ટાર્સ સાથે આવું જ થયું છે. આમ તો બોલિવૂડ સ્ટાર પોતાની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખે છે, પણ ઘણાં સ્ટાર્સે મોતને હાથતાળી આપી છે. તો અમે તમને જણાવીએ એવાં સ્ટાર્સ વિશે જેમને મોતને પણ મ્હાત આપી છે.

હેમા માલિની
બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની વર્ષ 2015માં એક ભયંકર રોડ અકસ્માતનો શિકાર થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં હેમા માલિનીની ડાબી આંખ બાજુ ગંભીર ઇજા થઈ હતી. આ દુર્ઘટના રાજસ્થાનના દૌસામાં થઈ હતી.

શબાના આઝમી
ગયા વર્ષે શબાના આઝમી પતિ જાવેદ અખ્તરની બર્થડે પાર્ટી ઉજવીને પાછી આવી રહી હતી. તે દરમિયાન તેમની ગાડીનો અકસ્માત થયો હતો. જેમાં શબાના આઝમીને ઇજા થઈ હતી અને તે બેભાન થઈ ગયાં હતાં. જે પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

નરગિસ-સુનીલ દત્ત
ફિલ્મ મધર ઇન્ડિયાના એક સીનમાં એક્ટ્રસ નરગિસ આગ વચ્ચે ફસાઈ ગઈ હતી. આ પછી ફિલ્મમાં નરગિસના દીકરાનો રોલ પ્લે કરનારા સુનીલ દત્તે પોતાના જીવના જોખમે નરગિસને બચાવવા પહોંચી ગયાં હતાં. આ દુર્ઘટના પછી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી.

સોનૂ સૂદ
બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ પણ એકવાર ભયંકર રોડ દુર્ઘટનાનો શિકાર થયાં હતાં. તે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે તેમની કારમાં આગ લાગી હતી. તે દરમિયાન સોનૂ ઝડપથી કારમાંથી કૂદી ગયાં હતાં.

પ્રીતિ ઝિન્ટા
આ લિસ્ટમાં એક્ટ્રસ પ્રીતિ ઝિન્ટાનું નામ પણ આવે છે. પ્રીતિને બેવાર જીવનદાન મળ્યું છે. પહેલીવાર જ્યારે તે કોલંબોમાં એક શૉમાં પર્ફોમન્સ કરી રહી હતી ત્યારે અચાનક બોમ્બ બ્લાસ્ટ થયો હતો. બીજીવાર થાઇલેન્ડમાં વેકેશન માણતી વખતે તે સુનામીમાં ફસાઈ ગઈ હતી.

સૈફ અલી ખાન
એક્ટર સૈફ અલી ખાન ફિલ્મ ક્યા કહેનાના સેટ પર ઘાયલ થઇઈ ગયાં હતાં. શૂટિંગ દરમિયાન સૈફના માથા પર એક પત્થર પડ્યો હતો. જેના લીધે માથું ફૂટી જતાં તેમને સો ટાંકા લીધા હતા. આ દુર્ઘટના પર સૈફે કહ્યું હતું કે, આ મારી લાઇફની સૌથી મોટી દુર્ઘટના છે અને આ દરમિયાન મારી સાથે કોઈ નહોતું. ડિરેક્ટર પણ બીમાર હોવાને લીધે મારી સાથે નહોતાં.

સની લિઓની
બોલિવૂડની બેબી ડોલ સની લિયોની અને તેમના પતિ પ્લેન ક્રેશમાં મરતાં-મરતાં બચી ગયાં હતાં. આ જીવલેણ દુર્ઘટનામાં પાઇલટ પણ બચી ગયા હતા અને પોતાના ઘરે પાછા ગયાં હતાં.

જાયરા વસીમ
ફિલ્મ દંગલથી બોલિવૂડમાં ધૂમમચાવનારી એક્ટ્રસ જાયરા વસીમ એક કાર એક્સિડન્ટમાં બચી ગઈ હતી. તેમની કાર ડલ તળાવમાં ખાબકી હતી. એવામાં સ્થાનિક લોકોએ જાયરાનો જીવ બચાવ્યો હતો.

લારા દત્તા
એક્ટ્રસ લારા દત્તા પોતાની પહેલી ફિલ્મ અંદાજમાં એક દુર્ઘટનાનો શિકાર થઈ હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન ઑસિયનની નજીક ભારે પવનને લીધે તે પડતાં બચી ગઈ હતી. સાથે શૂટિંગ કરી રહેલાં અક્ષય કુમારે લારાને પકડીને પોતાની તરફ ખેંચી લીધી હતી.

સુનીલ ગ્રોવર
કૉમેડિયન અને એક્ટર સુનીલ ગ્રોવર નવી મુંબઈ-બેલાપુર-પનવેલ હાઇવે પર જઈ રહ્યાં હતાં ત્યારે તેમની કાર એક અન્ય કાર સાથે અથડાઈ હતી, પણ સુનિલ આ દુર્ઘટનાથી બચી ગયાં હતાં.