વિરાટ કોહલી હોય કે હાર્દિક પંડ્યા, આ ક્રિકેટર્સે એક્ટ્રેસિસ સાથે કર્યાં છે લગ્ન

ક્રિકેટ સ્ટાર્સ અને બોલિવૂડ એક્ટ્રસ અથવા મૉડેલની લવ સ્ટોરીનું કનેક્શન ખૂબ જ જૂનું છે. ઘણીવાર ક્રિકેટરની બોલિવૂડ એક્ટ્રસ અથવા મોડેલની જોડીઓ બનતી જોઈ છે. આજે એટલે કે, શુક્રવારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વેડિંગ એનિવર્સરી છે. એવામાં અમે તમને દુનિયાભરના 10 ક્રિકેટર્સ વિશે જણાવીએ જેમને એક્ટ્રસ અથવા મોડેલ સાથે લગ્ન કર્યાં છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રસ અનુષ્કા શર્મા સાથે 11 ડિસેમ્બર 2017માં ઇટાલીમાં ટસ્કની સ્થિલ આલીશાન રિસોર્ટમાં લગ્ન કર્યાં હતાં. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આજે એટલે કે શુક્રવારે પોતાની વેડિંગ એનિવર્સરી ઉજવશે. વિરુષ્કાના ઘરે નાનો મહેમાન પણ આવવાનો છે.

જેપી ડ્યુમિની અને સુ ડ્યુમિની
દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર જેપી ડ્યુમિનીએ બ્લોગર અને મૉડેલ સુ ડ્યુમિની સાથે 25 જૂન 2011માં લગ્ન કર્યાં હતા અને તેમને એક દીકરી પણ છે, જેનું નામ ઇસાબેલ હન્ના છે, તેનો જન્મ વર્ષ 2015માં થયો હતો. તેમના લગ્નને નવ વર્ષ થઈ ગયાં છે.

જેમ્સ અંડરસન અને ડેનિયલ લૉયડ
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને વર્ષ 2004માં પહેલીવાર મોડેલ ડેનિયલ લૉયડને મળ્યાં અને બે વર્ષ પછી 2006માં બંનેએ લગ્ન કરી લીધા હતાં. બંનેને બે બાળકો પણ છે. આ અવસરે જેમ્સ એન્ડરસને કહ્યું હતું કે, ‘ડેનિયલ લૉયડના આવ્યા પછી તેમની જિંદગી વધારે સુંદર બની ગઈ છે.’

શેન વૉટસન અને લી ફરલોંગ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વૉટસને પહેલીવાર વર્ષ 2006માં મૉડેલ, એન્કર, પ્રેઝન્ટર લી ફરલોંગને મળ્યાં હતાં. આ પછી ચાર વર્ષ બાદ તેમણે વર્ષ 2010માં લગ્ન કરી લીધા હતાં. બંનેના લગ્નને 10 વર્ષ થઈ ગયાં છે.

સ્ટ્રુઅર્ટ બિન્ની અને મયંતી લેંગર
સ્ટ્રુઅર્ટ બિન્ની અને મયંતી લેંગરના લગ્ન વર્ષ 2012માં થયાં હતાં. સ્ટ્રુઅર્ટ પૂર્વ ક્રિકેટર રૉજર બિન્નીના દીકરા છે. મયંતી ભારતના ચર્ચિત પ્રેઝન્ટરમાંથી એક છે. IPL પહેલાં મયંતી લેંગરે એક બાળકને જન્મ આપ્યો હતો.

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટાનકોવિક
ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ જાન્યુઆરી મહિનામાં બૉલિવૂડ એક્ટ્રસ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી દરેક લોકોને ચોંકાવી દીધા હતાં. આ પછી બંનેએ અચાનક લગ્ન કરી દરેકને વિચારતાં કરી દીધાં હતાં. IPL પહેલાં હાર્દિક અને નતાશા માતા-પિતા બન્યાં છે.

કેવિન પીટરસન અને જેસિકા ટેલર
કેવિન પીટરસને 29 ડિસેમ્બરે વર્ષ 2007માં પૂર્વ લિબર્ટી એક્સ ગાયિકા જેસિકા ટેલર સાથે લગ્ન કર્યા હતાં. જે પછી વર્ષ 2010માં તેમણે પહેલાં સંતાન તરીકે દીકરા ડાયલનને જન્મ આપ્યો હતો. જેનાં પાંચ વર્ષ પછી એટલે કે 2015માં તેમના ઘરે નાની પરી અવતરી હતી.

ડેવિડ વોર્નર અને કેંજિસ વોર્નર
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર ડેવિડ વોર્નરે 4 એપ્રિલ 2015માં સુપર મોડલ કેંડિસ વોર્નર સાથે લગ્ન કર્યાં હતાં. બંનેને ત્રણ દીકરી છે.

આંદ્રે રસેલ અને જેસિમ લોરા
વેસ્ટઇન્ડિઝના સ્ટાર ઑલરાઉન્ડર આંદ્રે રસેલે મોડેલ જેસિમ લૉરા સાથે 2014માં સગાઈ કરી હતી અને પછી બંને વર્ષ 2016માં લગ્નના બંધનમાં બંધાયા હતાં. બંનેને એક દીકરી છે.

શાકિબ અલ હસન અને ઉમ્મે અહમદ શિશિર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિલ અલ હસને બાંગ્લાદેશી મૉડેલ ઉમ્મે અહમદ શિશિર સાથે 12 ડિસેમ્બર 2012માં લગ્ન કર્યાં હતાં. બંનેને બે દીકરી છે.