ફિયાન્સીના મોતથી ઉદાસ રહેવા લાગ્યો જવાન, બે દિવસમાં જ મોતને કરી લીધું વ્હાલ

બે દિવસ પહેલાં જ ફિયાન્સીએ આત્મહત્યા કરી હતી. તેના મોતથી દુઃખી આર્મીનો જવાન પણ ફાંસી પર લટકી ગયો હતો. મર્યા પહેલાં તેણે સ્ટેટ્સમાં લખ્યું હતું, જયા તું નહીં તો હું પણ નહીં. આ રીતનું સ્ટેટ્સ જોયા બાદ મિત્રોએ કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ આવ્યો નહોતો. બીજા દિવસે તે એક ઝાડ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.

આ દુખદ બનાવ રાજસ્થાનના કોટામાં બન્યો છે. આત્મહત્યા કરનાર જવાનની ઓળખ 24 વર્ષીય પપ્પુ યાદવ તરીકે થઈ હતી. તે આર્મીની કુમાઉ રેજિમેન્ટમાં હતો. તેનું પોસ્ટિંગ દેહરાદૂનમાં હતું. તે બે દિવસ પહેલાં જ રજા પર ઘરે આવ્યો હતો. આ દુઃખદ ઘટના કોટા જિલ્લાના રામગંજમંડીની છે. ચેચટ પોલીસ સ્ટેશનના દેવલી કલા ગામમાં આ ઘટના બન્યા બાદ દુઃખની લાલિમા છવાઈ ગઈ હતી.

પપ્પુલાલ યાદવની સગાઈ ચિત્તૌડગઢ જિલ્લાના પ્રતાપનગરમાં રહેતી 20 વર્ષીય જયાકુમારી સાથે થઈ હતી. તે સુભાષ કોલોનીમાં ભાડેથી રહેતી હતી. તે બેસિઝ સ્કૂલ ટ્રેનિંગ કોર્સના સેકન્ડ યરમાં હતી. આ વર્ષે દિવાળી પછી લગ્ન થવાના હતા. ચાર સપ્ટેમ્બરના રોજ પંખા સાથે દુપટ્ટો લટકાવીને મરી ગઈ હતી. તેણે કેમ આત્મહત્યા કરી તેનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ તપાસ ચાલી રહી છે.

આ બાજુ પપ્પુ ખેતર જવા નીકળ્યો હતો અને તેના મોતના સમાચાર આવ્યા. પપ્પુના મોટાભાઈ ફૂલચંદે કહ્યું હતું કે તેનો ભાઈ ફિયાન્સીના મોત બાદ ઉદાસ રહેતો હતો. તેણે મોડી રાત્રે વ્હોટ્સએપ સ્ટેટ્સમાં કહ્યું હતું, ‘જયા તું નહીં, તો હું પણ નહીં.’


પોલીસ અધિકારી રાજેન્દ્ર પ્રસાદ મીણાએ કહ્યું હતું કે બે દિવસ પહેલાં જ આર્મી જવાન પોતાના ગામડે આવ્યો હતો. તેના ફોનની તપાસ ચાલી રહી છે. તેનો ફોન લૉક છે અને તેથી જ વધુ માહિતી મળી શકી નહીં.