મિસ યુનિવર્સે ભૂલને ભૂલમાં કરી નાખ્યું આવું કામ, હવે માથું પકડીને પસ્તાય છે

વર્ષ 2020માં મિસ યૂનિવર્સ જીતનારી ઓસ્ટ્રેલિયાની મારિયા થટ્ટલિને અભદ્ર ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે. જી હાં, લેખક, સ્પીકર અને ક્રિએટર મારિયા ભટ્ટિલ મહિલાઓ અને છોકરીઓના સશક્તિકરણ માટે હંમેશા અવાજ ઉઠાવતી રહી છે. તેમને જરા પણ અંદાજો નહોતો કે, તેમના સાથે ક્યારેક આવું પણ થઈ શકે છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ચેટ શેર કરી છે. જેમાં લોકોએ મારિયા થટ્ટિલ અને અન્ય મહિલાઓ પ્રત્યે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે.

મિસ યૂનિવર્સ ઓસ્ટ્રેલિયા મારિયા ભટ્ટિલ હાલમાં જ ભૂલથી 19 વર્ષના છોકરાના એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગઈ હતી. તેમનો આ અનુભવ ખૂબ જ દુખ ભર્યો રહ્યો હતો. મહિલા સશક્તિકરણ અને છોકરીઓના અધિકાર પર ઘણીવાર બોલેલી મારિયા એ વાત જાણીને હેરાન અને નિરાશ થઈ ગઈ કે, છોકરાઓ છોકરી વિશે શું વિચારે છે.

મારિયાએ જણાવ્યું કે, ગ્રુપમાં પુરુષો મહિલા વિશે એવી વાત કરી કે, ‘અમે માંસના પૂતળા છીએ’ અને તે મહિલાઓનું યૌન શોષણ અને અપમાન કરતાં રહે છે. આ પછી મારિયાએ છોકરાના સેક્સિસ્ટ વ્યવહાર માટે તેમને બોલાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને એક છોકરાએ જવાબ આપ્યો હતો.

છેલ્લાં થોડાક દિવસો પહેલા મિસ યૂનિવર્સ ઓસ્ટ્રેલિયા 2020ની વિજેતા મારિયા ભટ્ટિલ ભૂલથી 19 વર્ષના પુરુષ યુવાઓના ચેટ ગ્રુપમાં જોડાઈ હતી. આ દરમિયાન મારિયા ભટ્ટિલને ઘણાં ખરાબ અનુભવમાંથી પસાર થવું પડ્યું હતું. જેનો ખુલાસો તેમણે ઇન્સ્ટાગ્રામ પર કર્યો છે. મહિલાઓ સશક્તિકરણ અને છોકરીઓના અધિકારો પર બોલવા અંગે મારિયા ભટ્ટિલ તે સમયે હેરાન થઈ ગઈ જ્યારે ગ્રુપમાં મહિલાઓ પ્રત્યે છોકરાઓના વિચારની જાણ થઈ હતી.

મહિલાઓને સમજે છે માંસનું પૂતળું
મારિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. વીડિયોમાં મારિયા કહે છે કે, ‘‘ તેમના માટે અમે મહિલાઓ માંસનું પૂતળું છીએ.’ તેમનું એવું કહેવું છે કે, ‘મેં કેટલાક એવા મેસેજ જોયા. જેનાથી લાગતું હતું કે, મહિલાઓ યૌન વસ્તુથી વધારે કંઈ પણ નથી.’’ તો મારિયા મુજબ, તે ગ્રુપના પુરુષો મહિલાઓને માંસનું પૂતળું સમજે છે. મારિયાએ જ્યારે ગ્રુપમાં તેનો વિરોધ કર્યો તે તેને છોકરાઓ અભદ્ર શબ્દો કહેવા લાગ્યા હતાં.

મારિયા ભટ્ટીલે શેર કર્યો વીડિયો
વીડિયોમાં મારિયા ભટ્ટિલે કહ્યું કે, ‘લૈંગિક ભેદભાવ દરેક લિંગના વ્યક્તિઓને પ્રભાવિત કરે છે પણ મહિલાનો તે પાંચ ગણું વધારે સહન કરવું પડે છે. પુરુષોની તુલનામાં મહિલાઓ વધારે લિંગ રૂઢિવાદીતા અને લિંગ આધારિત ઉત્પીડનને કારણે પીડિત છે.’ તેમનું પણ એવું કહેવું છે કે, ‘મોટાભાગે પુરુષોના વિચાર મહિલાઓ પ્રત્યે બેકાર થઈ જાય છે, પણ કેટલાક લોકો એવા પણ છે જે આ રીતના વર્તનનો વિરોધ કરે છે.’ મારિયા ભટ્ટિલે કહ્યું હતું કે, ‘ગ્રુપના કેટલાક છોકરાઓને હજુ એવું જ લાગે છે તેમણે કંઈ ખોટું કર્યું નથી.’

આ લોકો જ મોટા થઈને આપણાં નેતા બને છે
આ ઉપરાંત હાઈસ્કૂલની કડવી યાદોને શેર કરતાં 28 વર્ષીય મારિયા ભટ્ટિલે કહ્યું કે, ‘તે દિવસોમાં પણ તેમને આ વિચારધારા સામે લડવું પડ્યું હતું. છોકરા તો છોકરા જ રહેશે.’ જેવા નિવેદનો સાથે મહિલાઓ વિરુદ્ધ ઉત્પીડનને રદ કરતી પ્રવૃતિ પર બોલતાં મારિયાએ કહ્યું કે, ‘આવી વિચારધારાને લીધે જ સમાજમાં મહિલાઓ માટે દ્રેષ, ઘૃણા અને અનાદર ઉત્પન્ન થાય છે. તેનાથી પણ ખતરનાક વાત એ છે કે, કેટલાક લોકો મોટા થઈને અમારી નીતિ બનાવનારા રાજનેતા બની જાય છે. એટલે આ રીતના સેક્સિસ્ટ વ્યવહારનો દૂરગામી પ્રભાવ પડે છે.’

એટલું જ નહીં મારિયાએ એવું પણ કહ્યું કે, ‘દરેક પુરુષો આવી વસ્તુમાં જોડાયેલા નથી, પણ ઘણાં ઓછા લોકો આ રીતના વર્તનનો વિરોધ કરે છે. મેં એકવાર ખૂબ જ સુંદર વાત કરી હતી કે, કેવી રીતે તમારું શાંત રહેવું શોષણને વધારો આપે છે. એટલે તમને કોઈ પણ કહે કે, ‘ દરેક પુરુષ એક જેવા નથી હોતા’ તમે જાણી લો કે તેમની સમસ્યા શું છે. દરેક પુરુષ આપણા માટે બોલતાં નથી. આપણાં માટે લડતાં નથી. અને જેરીલા લોકોને ચેતવણી પણ આપતાં નથી. આ ગ્રુપ ચેટમાં શરૂ થાય છે અને સમાજમાં તેની અસર જોવા મળે છે. આને દરેકની સામે લાવવી જોઈએ.’

ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત છે
ઉલ્લેખનીય છે કે, મારિયા વિક્ટોરિયા મોડેલ અને મેકઅપ આર્ટિસ્ટ છે. જે ભારતીય છે. તે મનોવિજ્ઞાન અને મેનેજમેન્ટમાં સ્ટડી કરનારી મારિયા વિક્ટોરિયન સરકાર સાથે કામ કરે છે અને મારિયાના પિતા કેરલ અને મા કોલકાતાથી છે. તો મારિયાનું પાલન-પોષણ મેલબોર્નમાં કાકા-કાકી પાસે થયું છે. મારિયાએ એકવાર કહ્યું હતું કે, ‘તે પોતાની ભારતીય સંસ્કૃતિથી ખૂબ જ પ્રભાવિત છે અને તેના પર ગર્વ કરે છે.’