બોલિવૂડ સેલેબ્સ ક્યાં જાય છે હનીમૂન મનાવવા? બચ્ચન બહુ પતિ સાથે ગઈ હતી અહીંયા

મુંબઈઃ વરુણ ધવને પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે 24 જાન્યુઆરીના રોજ અલીબાગમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ બંને તુર્કીમાં હનીમૂન મનાવવા જશે, તેવી ચર્ચા છે. વરુણે 10 દિવસનો બ્રેક લીધો છે. વરુણ ધવન હનીમૂન મનાવીને ભારત આવશે પછી તરત જ શૂટિંગ માટે અરૂણાચલ પ્રદેશ જશે. વરુણ-નતાશા પહેલાં બોલિવૂડ કપલના ફેવરિટ હનીમૂન ડેસ્ટિનેશન કયા છે, તે જાણીએ..

અનુષ્કા શર્મા-વિરાટ કોહલીઃ ડિસેમ્બર, 2017માં અનુષ્કા તથા વિરાટે ઈટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યાં હતાં. બંને હનીમૂન માટે ફિનલેન્ડ ગયા હતા. બંનેએ વિદેશમાં એટલા માટે લગ્ન કર્યા હતા, જેથી લોકોની ભીડ જમા ના થાય અને તેમને ડિસ્ટર્બ ના કરે. અનુષ્કાએ 11 જાન્યુઆરીના રોજ દીકરીને જન્મ આપ્યો હતો.

શાહિદ કપૂર-મીરા રાજપૂતઃ શાહિદ તથા મીરાએ જુલાઈ, 2015માં એરેન્જ મેરેજ કર્યા હતા. બંને હનીમૂન માટે લંડન ગયા હતા. જોકે, તેઓ લગ્ન બાદ તરત હનીમૂન પર ગયા નહોતા. શાહિદ પોતાના વર્ક કમિટમેન્ટમાં વ્યસ્ત હતો. હાલ તો શાહીદ-મીરા બે બાળકોના પેરેન્ટ્સ છે, દીકરી મીશા તથા દીકરો ઝેન છે.

બિપાશા બાસુ-કરન સિંહ ગ્રોવરઃ એપ્રિલ, 2016માં બિપાશા તથા કરન હનીમૂન મનાવવા માલદીવ ગયા હતા. બંનેને બીચ ઘણાં જ પસંદ છે અને તેથી જ તેઓ અહીંયા ગયા હતા.

કરીના કપૂર-સૈફ અલી ખાનઃ ઓક્ટોબર, 2012માં સૈફ તથા કરીનાએ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તેઓ સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા. કરીના-સૈફની આ ફેવરિટ જગ્યા છે. તેઓ લગ્ન પહેલાં અને પછી પણ અનેકવાર અહીંયા આવ્યા છે. કરીનાએ 2016માં દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. આવતા મહિને કરીના બીજા બાળકને જન્મ આપશે.

અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાયઃ એપ્રિલ, 2007માં અભિષેક-ઐશ્વર્યાએ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ બંનેએ યુરોપમાં હનીમૂન મનાવ્યું હતું. હનીમૂન દરમિયાન ઐશ્વર્યાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ પણ લીધો હતો.

વરુણ ધવન-નતાશા દલાલ: લગ્ન બાદ બંને તુર્કીમાં હનીમૂન મનાવશે. વરુણે તેની આગામી ફિલ્મના શૂટિંગ પહેલાં 10 દિવસનો બ્રેક લીધો છે.