તમે પણ ઘરે બેસીને આ રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો છો? અજમાવો આ ટિપ્સ

કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન બોલિવૂડ સેલેબ્સ જાત-જાતના વીડિયો શેર કરી રહ્યા છે. કોઇ કસરત કરી રોગપ્રતિકારક શક્તિ વધારી રહ્યું છે તો કોઇ ઘરનાં કામ કરી પોતાની જાતને ફિટ રાખી રહ્યું છે. આ દરમિયાન સોનાલી બેંદ્રેએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કેટલીક મહત્વની ટિપ્સ આપી છે. આ ટિપ્સથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. સોનાલીના જણાવ્યા અનુસાર, આ ટિપ્સનો ઉપયોગ ત્યારે તેણે કર્યો હતો, જ્યારે તે કેન્સર સામે ઝઝૂમી રહી હરી.

વીડિયો શેર કરી સોનાલીએ લખ્યું: આ મુશ્કેલ સમયમાં આપણને બધાંને ખબર છે કે, મજબૂત રોગપ્રતિકારક શક્તિ ખૂબજ મહત્વની છે. કેન્સર સામે લડતી વખતે, મેં રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી એ વિશે બહું રિસર્ચ કર્યું હતું.

ત્યારબાદ મેં એક ઉપાય શરૂ કર્યો હતો, જે અત્યારે મારી આદત બની ગઈ છે. આ ખૂબજ સરળ છે અને હું તેને અજમાવી ચૂકી છું. કીમોથેરાપી દરમિયાન હું આ જ કારણે ઈન્ફેક્શનથી બચી શકી છું.

સોનાલીએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં ત્રણ મહત્વની ટિપ્સ પર ખાસ ફોકસ કર્યું છે. પહેલી- સ્ટીમ લેવી, બીજી – એક ગ્લાસ ગરમ પાણી અને ત્રીજી – પાલક, અખરોટ, આંમળાં, ગાજર, આદુ, બદામ, તજ, કિશમિશ અને જાંબુથી ભરેલી પ્લેટ બતાવે છે અને તેને પીસીને તેનો શેક બનાવે છે. આ ત્રણેય સ્ટેપ ફોલો કરીને આપણે પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ.