શનિ-ઈશાથી લઈને શાહિદ-ઈશાન સુધી, જાણો સાવકા ભાઈ-બહેનની ઉંમરમાં કેટલો છે તફાવત

મુંબઈ: તમામ લોકોના જીવનમાં અનેક સંબંધો હોય છે. જેમાંથી ભાઈ બહેનનો સંબંધ ખૂબ જ પ્યારો માનવામાં આવે છે. ભાઈ બહેનમાં ઘણીવાર નોંકઝોંક જોવા મળે છે, સાથે જ બંનેમાં ખૂબ જ પ્રેમ પણ હોય છે. કેટલાક ભાઈ બહેનોમાં ઉંમરનું એટલું અંતર હોય છે કે મોટા હોય એ નાનાને બાળકની જેમ પ્રેમ કરે છે. આવો તમને જણાવીએ બોલીવુડના એવા જ ભાઈ બહેન વિશે, જેમની ઉંમરમાં ઘણું જ અંતર છે.

સની દેઓલ, બૉબી દેઓલ અને ઈશા દેઓલ ધર્મેન્દ્રના બાળકો છે, પરંતુ તેમના માતા અલગ છે. સની અને બૉબી દેઓલ ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌરનૈ દીકરા છે અને ઈશા દેઓલ બીજી પત્ની હેમા માલિનીની દીકરી છે. સની દેઓલ અને ઈશા દેઓલની ઉંમરમાં 25 વર્ષનું અંતર છે. સનીનો જન્મ 1957માં થયો અને ઈશાનો 1981માં.

અર્જુન કપૂર અને જાહ્નવી કપૂર પર સાવકા ભાઈ બહેન છે. બંને વચ્ચે 12 વર્ષનું અંતર છે. અર્જુનનો જન્મ 1985માં થેય છે જ્યારે જાહ્નવીનો 1997માં. બોની કપૂરે પણ બે લગ્નય કર્યા. મોના કપૂરનો દીકરો અર્જુન છે જ્યારે શ્રીદેવી જાહ્નવીના માતા છે. શ્રી દેવીના નિધન બાદ અર્જુન તેનું ધ્યાન ભાઈની જેમ રાખી રહ્યો છે.

તો શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટર પણ સાવકા ભાઈ બહેન છે. શાહિદનો જન્મ 1881માં થયો હતો જ્યારે ઈશાનનો જન્મ 1995માં. બંને વચ્ચે 14 વર્ષનો ફેર છે. શાહિદ કપૂર પંકજ કપૂર અને નીલિમા આઝિમના દીકરા છે જ્યારે ઈશાન ખટ્ટર રાજેશ ખટ્ટર અને નીલિમ આઝિમના દીકરા છે.

સૈફ અલી ખાન ત્રણ બાળકોના પિતા છે. તેમણે પણ બે લગ્નો કર્યા છે. પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે. જેનાથી સારા અને ઈબ્રાહિમ નામના બે બાળકો છે. બીજા લગ્ન કરીના કપૂર સાથે કર્યા, જેનાથી એક દીકરો તૈમૂર છે. સારા અને તૈમૂર વચ્ચે 23 વર્ષનું અંતર છે. સારા તૈમૂરને ખૂબ જ પ્રેમ કરે છે અને બંને વચ્ચે સારો બોન્ડ જોવા મળે છે.

સંજય દત્તના 3 બાળકો છે અને તેણે 3 લગ્નો કર્યા છે. પહેલી ઋચા શર્મા સાથે, બીજી રેહા પિલ્લાઈ અને ત્રીજી માન્યતા દત્ત સાથે. ઋચા શર્મા સાથે એક દીકરી ત્રિશલા છે અને માન્યતાથી બે જોડિયા બાળકો શાહરાન અને ઈકરા. ત્રિશલા અને શાહરાન-ઈકરા વચ્ચે 23 વર્ષનું અંતર છે.