લૉકડાઉનમાં પિયરમાં પતિની હાજરીમાં પ્રેમીને મળવું બન્યું મુશ્કેલ, ભર્યું ધ્રુજાવી દેતું પગલું

જમુઈ: પતિ પત્નીનો સંબંધ પ્રેમ અને વિશ્વાસનો ગણવામાં આવે છે. અનેક વાર લગ્નેતર સંબંધોના કારણે આ સંબંધની દિવાલ નબળી પડી જાય છે. આવો જ એક મામલે બિહારના જમુઈથી સામે આવ્યો છે. જ્યાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી. પોલીસે બંનેની ધરપકડ કરી છે.

જિલ્લા પોલીસે આખરે સંતોષે સાવ મર્ડર કેસનો ખુલાસો કરી દીધો છે. સંતોષની હત્યા તેની પત્નીએ પોતાના પ્રેમીની સાથે મળીને કરી.પોલીસે બંનેની ધરપકડ કરી છે. સાથે જ હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર પણ પકડી પાડ્યા છે. હત્યાના કેસમાં મૃતક સંતોષની પત્ની સંજૂ દેવી અને તેના પ્રેમી મુકેશ કુમારની ધરપકડ કરવામાં આવી. પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે.

સાસરે છત પર ઉંઘમાં જ કાપી નાખ્યું ગળું
મહત્વનું છે કે લૉકડાઉન પહેલા જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અમ્બા ગામમાં આવેલા પોતાના સાસરે આવેલા 32 વર્ષના સંતોષ સાવની હત્યા ગળું કાપીને કરવામાં આવી હતી. સંતોષ સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉઝંડી ગામમાં રહેતો હતો. રાત્રે સાડા બાર વાગ્યા આસપાસ હત્યા કરવામાં આવી. યુવક પોતાના સાસરે છત પર સુઈ રહ્યો હતો. આ દરમિયાન તેની ગળું કાપીને હત્યા કરવામાં આવી. જે બાદ પોલીસ શબને પોસ્ટમોર્ટમ માટે લાવી હતી. મામલાની પૂછપરછ દરમિયાન જ યુવકના સાસરિયા પર શંકા ગઈ હતી.

પત્નીએ ઘડી કાઢી ખોટી વાર્તા
ઘટના વિશે મૃતકની પત્નીએ ખોટી વાર્તા ઘડી કાઢતા કહ્યું કે, તે જમ્યા બાદ સૂવા ગઈ હતી. રાત્રે 12.30 આસપાસ પતિએ પાણી માંગ્યું તો તે નીચે પોતાના રૂમમાં સૂવા આવી ગઈ. જે બાદ કોઈએ છત પર ચડીને સંતોષનું ગળું કાપી નાખ્યું. ઘાયલ અવસ્થામાં સંતોષ નીચે ઉતર્યો. જે બાદ પરિવારના લોકો તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.

કૉલ ડિટેઈલ પરથી મળી કડી
હત્યાની સૂચના મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટેક્નિકલ ટીમની મદદથી પૂરાવા એકઠા કર્યા. જે બાદ મૃતક અને તેની પત્નીની કૉલ ડિટેઈલ્સ કાઢવામાં આવી. જેમાંથી મૃતકની પત્નીની પ્રેમી સાથેની વાતચીતન ખુલાસો થયો. જે બાદ પત્નીએ જ આખી ઘટના કહી દીધી. મળેલી માહિતી પ્રમાણે મૃતક લૉકડાઉનના કારણે છેલ્લા 10 દિવસથી સાસરે જ હતો. એવામાં તેની પત્ની પ્રેમીને નહોતી મળી શકતી. જેથી બંનેએ પોતાના પ્રેમને જીવંત રાખવા પતિને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવી લીધો.