બોલિવૂડમાં વર્ષો પહેલાં આ રીતે આપવો પડતો સ્ક્રીન ટેસ્ટ, કપડાં ઉતારી અને…

મુંબઈ: અનેક લોકો છે, જે બોલીવુડમાં એટલે કે મુંબઈમાં એક્ટર બનવાનું સપનું લઈને પહોંચે છે. આવું અત્યારે થાય છે અને 60 વર્ષ પહેલા પણ. 60ના દશકમાં અનેક છોકરીએ ફિલ્મોમાં નસીબ અજમાવવામ માટે મુંબઈ સ્ક્રીન ટેસ્ટ આપવા આવતી હતી પરંતુ આ રસ્તો એટલો સરળ નહોતો, જેટલો લોકો સમજતા હતા. આ પેકેજમાં અમે તમને બતાવી રહ્યા છે 1951ની કેટલીક એવી તસવીરો, જે બોલીવુડના ઑડિશનની સચ્ચાઈ બતાવે છે. આ તસવીરો લાઈફ મેગેઝીનના ફોટો જર્નાલિસ્ટ જેમ્સ બુરકેએ લીધેલી છે. જ્યારે ડાયરેક્ટર અબ્દુલ રાશિદ કરદારને પોતાની ફિલ્મ માટે એક ભારતીય અને એક વિદેશી છોકરીની પસંદગી કરવાની હતી. (તસવીર સૌજન્ય સાભારઃ લાઈફ મેગેઝીન)

અબ્દુલ રાશિદ કરદારનો જન્મ 2 ઓક્ટોબર 1904ના દિવસે લાહૌરમાં થયો હતો. તેઓ એઆર કરદાનના નામે પણ જાણીતા છે.

તેમનું ઉપનામ મિયાંજી હતું. તેમને લાહૌરના ફિલ્મ ઉદ્યોગના જનક પણ માનવામાં આવે છે. ભાગલા સમયે પાકિસ્તાનથી ભારત ચાલ્યા આવ્યા અને મુંબઈ જઈને બોલીવુડનો ભાગ બની ગયા.

કરદારે પોતાના પ્રોડક્શનમાં 40 થી 60ના દાયકા વચ્ચે અનેક યાદગાર ફિલ્મો બનાવી. કરદારે પોતાના કરિઅરની શરૂઆત વિદેશી ફિલ્મો માટે કેલિગ્રાફીથી પોસ્ટર બનાવીને કરી હતી.

વર્ષ 1928માં કરદારે ફિલ્મ ડૉટર્સ ઑફ ટુડે અને 1929માં હીર રાંઝામાં અભિનેતા તરીકે કામ કર્યું. કરદારે ડાયરેક્ટર તરીકે પોતાની પહેલી ફિલ્મ 1929માં હુસ્ન કા ડાકૂ બનાવી હતી.

કરદાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક કલાકારોને લાવ્યા. જેમાં નૌશાદ, મજરુહ સુલતાનપુરી અને સુરૈયા જેવી હસ્તીઓ સામેલ છે.

ઈન્ડસ્ટ્રીના જાણીતા ગાયક મોહમ્મદ રફીને કરદારે જ પોતાની ફિલ્મ દુલારીના ગીત સુહાની રાત ઢલ ચુકી ગાવાનો મોકો આપ્યો હતો.

85 વર્ષની ઉંમરમાં 22 નવેમ્બર, 1989ના મુંબઈમાં તેમનું નિધન થઈ ગયું.

અબ્દુલ રાશિદ કરદાર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અબ્દુલ હફીઝ કરદારના સાવકા ભાઈ હતા. 1951માં પોતાની એક ફિલ્મ માટે ઑડિશન લેતા કરદાર. (તસવીર સૌજન્ય સાભારઃ લાઈફ મેગેઝીન)