‘દીકરી થઈ છે’ સાંભળતાં જ ઉછળી પડે છે આ ડૉક્ટર, લાખોમાં ભાગ્યે જ મળે આવા ડૉક્ટર

વારાણસી: આજે પણ આપણે એ સમાજમાં રહીએ છે જ્યા દીકરા અને દીકરીઓમાં ભેદભાવ કરવામાં આવે છે. જો કોઈના ઘરમાં દીકરો પૈદા થાય તો લોકો ખુશીઓ મનાવે છે. તો દીકરી પેદા થાય તો જાણે ઘરમાં કાંઈ થયું જ ન હોય તેવો માહોલ હોય છે. જો કે હવે સમાજમાં ધીમે ધીમે પણ પરિવર્તન આવી રહ્યુ છે. આજે અમે તમને એક એવી મહિલા ડૉક્ટર વિશે જણાવીશું જે દીકરા અને દીકરીમાં ભેદભાવ કરનારને જડબાતોડ જવાબ આપી રહી છે. તેમના નર્સિંગ હોમમાં જો દીકરીનો જન્મ થાય છે તો તે ફી નથી લેતા પરંતુ આખા નર્સિંગ હોમમાં મિઠાઈઓ વહેંચે છે.

તેમનું નામ છે ડૉ. શિપ્રા ધર, બીએચયૂથી એમબીબીએસ અને એમડી કરી ચૂકેલા શિપ્રા વારાણસીમાં નર્સિંગ હોમ ચલાવે છે. શિપ્રાના આ કામમાં તેમના પતિ ડૉ. એમ કે શ્રીવાસ્તવ પણ સાથ આપે છે.

કન્યા ભ્રુઅ હત્યાને અટકાવવા અને છોકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે આ બંને પતિ પત્ની તન મનથી લાગેલા છે. તે બાળકીના જન્મ સમયે પરિવારમાં છવાતી માયૂસી દૂર કરવા માટે ખાસ અભિયાન ચલાવી રહ્યા છે. જે અંતર્ગત જો તેમના નર્સિંગ હોમમાં કોઈ મહિલા બાળકીને જન્મ આપે છે તો તેની ડિલિવરીનો કોઈ ચાર્જ નથી લેવામાં આવતો પરંતુ મિઠાઈઓ વહેંચવામાં આવે છે.

અનેક વાર કો એવુ થાય છે કે બાળકીનો જન્મ થાય તો ગરીબીના કારણે કેટલાક લોકો રડવા લાગે છે. એવામાં ડૉ. શિપ્રા કહે છે કે, હું એટલે જ ફી અને બેડનો ચાર્જ નથી લેતી. જેથી અબોધ બાળકને લોકો ખુશી ખુશી અપનાવે.

શિપ્રા વારાણસીના પહાડિયાના અશોક નગરમાં કાશી મેડિકેરના નામથી નર્સિંગ હોમ ચલાવે છે. જ્યાં દીકરી પેદા થાય તો કોઈ ફી નથી લેવામાં આવતી. ભલે ને સિઝેરિયન ડિલિવરી કેમ ન હોય.

જ્યારે પ્રધાનમંત્રીને વારાણસીના પ્રવાસ દરમિયાન ડૉક્ટર શિપ્રા વિશે જાણ થઈ તો તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. પીએમએ બાદમાં મંચથી તમામ ડૉક્ટરને આહ્વાન કર્યું હતું કે તેઓ દર મહિનાની નવ તારીખે જન્મ લેતી બાળકી માટે કોઈ ફી ન લે.

બાળકો અને પરિવારને કુપોષણથી બચાવવા માટે ડૉ. શિપ્રા અનાજ બેંક પણ ચલાવે છે. તે અતિ નિર્ધન વિધવા અને અસહાય 38 પરિવારોને મહિનાની પહેલી તારીખે અનાજ આપે છે. જેમાં પ્રત્યેકને 10 કિલો ઘઉં અને 5 કિલો ચોખા આપવામાં આવે છે. હવે તેમની સાથે અન્ય ડૉક્ટરો પણ જોડાવા લાગ્યા છે.