મળો, અક્ષય કુમારથી લઈ અભિષેક બચ્ચનની બહેનોને, સુંદરતામાં હિરોઈનોને આપે છે ટક્કર

મુંબઈઃ ભાઈ-બહેનનો સૌથી પ્રિય તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે. દેશમાં આ તહેવાર માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સેલેબ્સ પણ આ તહેવારને ધામધૂમથી ઉજવતા હોય છે. કોરોના અને લૉકડાઉનની સ્થિતિને કારણે આ વખતે તહેવારની ચમક થોડી ફીકી રહેશે છતાં તમામ તેની રાહ જોઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ સેલેબ્સની એવી બહેનો પણ છે, જે એક્ટિંગ ફિલ્ડથી દૂર છે પરંતુ સુંદરતા મામલે ઈન્ડસ્ટ્રીની ટોચની એક્ટ્રેસિસને ટક્કર આપી શકે છે. આજે અમે તમારી સમક્ષ અક્ષય કુમાર, અભિષેક બચ્ચનથી લઈ સલમાન ખાનની બહેન વિશે જણાવી રહ્યાં છે. સેલેબ્સની બહેનો મોટાભાગે લાઈમલાઈટથી દૂર રહેવામાં જ માને છે.

અક્ષય કુમારની બહેનનું નામ અલકા કુમાર છે. તે દિલ્હીમાં રહે છે. જ્યારે અભિષેક બચ્ચનની બહેન શ્વેતા બચ્ચન નંદા આમ તો એક્ટિંગ ફિલ્ડથી દૂર છે પરંતુ તે સતત લાઈમલાઈટમાં રહેતી હોય છે.

અક્ષય કુમારની બહેન અલાકાએ બિઝનેસમેન સુરેન્દ્ર હીરાનંદાની સાથે લવ મેરેજ કર્યા હતા. આ સુરેન્દ્રના બીજા લગ્ન હતા. સુરેન્દ્ર કન્સ્ટ્રક્શન કંપની હીરાનંદાની ગ્રૂપના એમડી છે. અલકા હાઉસવાઈફ છે. આ સાથે અલકાએ ફિલ્મ ‘ફુગલી’ને પ્રોડ્યૂસ પણ કરી હતી.

અભિષેક બચ્ચનની બહેન શ્વેતાના લગ્ન કરીના કપૂર અને કરિશ્મા કપૂરના પિતરાઈ ભાઈ (ફોઈના દીકરા) નિખિલ નંદા સાથે થયા હતા. શ્વેતાએ ફેશન ડિઝાઈનર તરીકે પોતાની આગવી ઓળખ બનાવી. તેની પોતાની ફેશન લગ્ઝરી બ્રાન્ડ છે. અમુક વર્ષ અગાઉ શ્વેતાએ પોતાની બાળપણની મિત્ર મોનિશા જયસિંહ સાથે મળી ‘MxS’નામની એક ફેશન બ્રાન્ડ પણ લૉન્ચ કરી હતી.

સૈફ અલી ખાનની બહેન સબા ખાનને લાઈમલાઈટમાં રહેવું ગમતું નથી. સબા ડાયમંડ જ્વેલરીનો બિઝનેસ કરે છે. અમુક વર્ષ અગાઉ તેણે એક ડાયમંડ ચેન પણ શરૂ કરી હતી.

સલમાન ખાનની બહેનો અલવીરા અને અર્પિતા બંને જ લાઈમલાઈટમાં રહે છે. બંને ફિલ્મ પ્રોડ્યૂસર પણ છે.

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની ફેશન ઈન્ડસ્ટ્રીમાં જાણીતો ચેહરો છે. તે જ્વેલરી ડિઝાઈનર છે. સુંદરતા મામલે રિદ્ધિમા કોઈ એક્ટ્રેસથી ઓછી નથી.

રીતિક રોશનની બહેનનું નામ સુનૈના રોશન છે, તે પોતાના પતિથી અલગ થઈ ચૂકી છે. તેને 5 વર્ષથી કેન્સર હતું, જોકે કીમોથેરેપી બાદ તે સ્વસ્થ થઈ ચૂકી છે. સુનૈના ફિલ્મ ‘કાઈટ્સ’ અને ‘ક્રેઝી-4’માં કો-પ્રોડ્યૂસર તરીકે કામ કરી ચૂકી છે.

અર્જુન કપૂરની બહેનનું નામ અંશુલા છે. તેણે કોલમ્બિયા યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું છે, તેને બોલિવૂડમાં રસ નથી. તે ગૂગલમાં કામ કરી ચૂકી છે અને પછી રીતિક રોશનની HRX બ્રાન્ડ કંપનીમાં ઓપરેશન્સ મેનેજર તરીકે કામ કર્યું છે.

રણવીર સિંહની મોટી બહેનનું નામ રિતિકા છે. રિતાકા પેટ લવર પણ છે. બાળપણમાં રિતિકા રોજ ભાઈ માટે ચોકલેટ લાવતી અને જ્યારે રણવીર અમેરિકામાં હતો ત્યારે બહેન રિતિકા રાખડી સાથે પોકેટમની પેટે અમુક રૂપિયા પણ મોકલતી.

વિવેક ઓબેરૉયની બહેન મેઘના ઓબેરૉય લાઈમલાઈટથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. એક્ટિંગ ફિલ્ડથી દૂર મેઘનાના લગ્ન મુંબઈના બિઝનેસમેન સાથે થયા છે. તે મોટાભાગનો સમય પોતાના પરિવાર સાથે જ પસાર કરે છે.