આ છે રજનીકાંતનો જમાઈ, સસરા જેવો જ છે સીધો સાદો ને સરળ

ચેન્નઈઃ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના જમાઈ ધનુષનો જન્મ 28 જુલાઈ 1983ના દિવસે તમિલનાડુમાં થયો હતો. તેના પિતાનું નામ કસ્તૂરી રાજા છે. ધનુષે પિતાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘થુલ્લુવાધઓ ઈલામાઈ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2003માં આવેલી ધનુષની ફિલ્મ ‘તિરુદા તિરુદી’ સુપરહિટ રહી. આ ફિલ્મ બાદ ધનુષને સાઉથ સિનેમામાં ઓળખ મળી. ચાલો ધનુષના જન્મદિવસે તેમની સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો.

ધનુષ દક્ષિણ સિનેમામાં તો જાણીતો છે જ પરંતુ હિન્દી ફિલ્મોના ચાહકો તેને કુંદનના નામે ઓળખે છે. ‘રાંઝણા’નો કુંદન જે જોયાના પ્રેમમાં એટલો દિવાનો હતો કે વારંવાર પોતાને નુકસાન પહોંચાડી દેતો હતો. ધનુષ એક ફિલ્મમાં કામ કરવાના 7 થી 10 કરોડ લે છે. આ સિવાય તે જાહેરાતોમાંથી પણ ખૂબ કમાણી કરે છે. વર્ષ 2011માં આવેલી ફિલ્મ ‘આદુકલમ’ માટે તેને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

ધનુષ ક્યારેય એક્ટર નહોતા બનવા માંગતા. તે શેફ બનવા માંગતા હતા. જેથી તેણે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ પણ કર્યો હતો. તે કહે છે કે, મારા પિતા કસ્તૂરી રાજા ડાયરેક્ટર હતા, જ્યારે પણ કોઈ એક્ટર ઘરે આવતા તો હું પોતાને રૂમમાં બંધ કરી લેતો હતો. બાદમાં પિતા અને ભાઈના કહેવા પર મે ફિલ્મોમાં હાથ અજમાવ્યો.

સાધારણ દેખાતા ધનુષ પર્સનલ લવ લાઈફમાં ફ્રંટ ફૂટ પર રમ્યા છે. ધનુષે વર્ષ 2004માં ઐશ્વર્યા રજનીકાંત સાથે લગ્ન કર્યા હતા. ઐશ્વર્યા અને ધનુષી મુલાકાત એક શોમાં થઈ હતી. ધનુષની બહેન ઐશ્વર્યાની સારી મિત્ર હતી. બંનેના મળવા પર જ્યારે મીડિયામાં અફેરની ખબરો છપાવા લાગી તો તેમના પરિવારે આ વિશે વિચાર્યું અને લગ્નનું એલાન કરી દીધું.

ધનુષે જ્યારે ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા ત્યારે તે 21 વર્ષના હતા અને ઐશ્વર્યા 23 વર્ષના. બંનેના લગ્નને 15 વર્ષ થઈ ચુક્યા છે. બંને બે બાળકોના માતા-પિતા છે. ધનુષનું સ્ટારડમ બિલકુલ તેના સસરા રજનીકાંત જેવું જ છે. ધનુષની પાસે પમ્મલ, ચેન્નઈમાં આલિશાન બંગલા છે. સાથે તેની પાસે એક ગેસ્ટ હાઉસ પણ છે. એટલું જ નહીં તે વૈભવશાળી કારોનો પણ શોખ લાગે છે. આ બધુ તેણે પોતાના દમ પર મેળવ્યું છે.