આવું તો એક મા જ કરી શકે! લોકડાઉનના કારણે ફસાયો દીકરો, સ્કૂટી ચલાવીને માતા હેમખેમ ઘરે લાવી

સમગ્ર દેશમાં કોરોના કહેરને લીધે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન તેલંગાણાના નિજામાબાદમાં રહેતી એક મહિલા 1400 કિમી સ્કૂટી ચલાવી તેના દિકરાને ઘરે પાછી લાવી. નિઝામાબાદના બોધાનમાં ભણાવતી રઝિયા બેગમનો દીકરો આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં ફસાયો હતો. દીકરાને ઘરે લાવવા માં સ્કૂટી લઈને નીકળી પડી.

પોલીસ પાસે બનાવડાવ્યો પાસ અને નીકળી પડી
રજિયા નિઝામાબાદ જિલ્લા (તેલંગાણા) ના બોધન શહેરમાં એક સરકારી સ્કૂલમાં ટીચર છે. તેમણે સોમવારે (6 એપ્રિલ) સવારે પોતાની યાત્રા શરૂ કરી. 700 કિમી, સ્કૂટી ચલાવી આંધ્ર પ્રદેશના નેલ્લોર પહોંચી અને પછી બુધવારે સાંજે (8 અપ્રેલ) એ પોતાના ઘરે પાછી ફરી. રઝીયા બેગમે બહાર નીકળવા માટે પોલીસ પાસે પાસ બનાવડાવ્યો હતો. નેલ્લોર પહોંચતાં સુધીમાં રસ્તામાં તેમને ઘણીવાર ઊભા રહેવું પડ્યું હતું. આ દરમિયાન તેમને ઘણા પોલીસ અધિકારીઓની મદદ લીધી. ત્યારે પહોંચી શકી દીકરા સુધી.

મિત્રના ઘરે ગયો હતો દીકરો, ત્યાં જ ફસાઇ ગયો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીકરો નિઝામુદ્દીન 12 મા ધોરણનો વિદ્યાર્થી છે. તે ગયા મહિને જ તેના મિત્રના ઘરે ગયો હતો. ત્યારે નિઝામુદીનને સમાચાર મળ્યા હતા કે, તેના મિત્રની તબિયત ખરાબ છે, એટલે 12 માર્ચે જ નિઝામુદ્દીન તેના મિત્રને લઈને નેલ્લોર જવા નીકળી ગયો હતો. આ દરમિયાન જ લોકડાઉનની જાહેરાત થઈ અને નિઝામુદ્દીન મિત્રને મૂકીને પોતાના ઘરે પાછો ન ફરી શક્યો.

7 એપ્રિલે નેલ્લોર પહોંચી, 8 એપ્રિલે બોધાન પાછી ફરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માં રઝિયા બેગમે દીકરાને સ્કૂટી પર જ પાછા લાવવાનું યોગ્ય સમજ્યું. તે 7 એપ્રિલે નેલ્લોર પહોંચી અને દીકરા નિઝામુદ્દીનને લઈને તરત જ ત્યાંથી નીકળી પડી. 8 એપ્રિલે તે બોધાન પાછી આવી પણ ગઈ.

તેલંગાનામાં કોરોનાના 417 કેસ
કોરોનાના 10 એપ્રિલના સવારના 12 વાગ્યા સુધીના આંકડા જોવામાં આવે તો, આંકડો 6771 સુધી પહોંચી ગયો છે. જેમાં 228 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. તો તેલંગાણામાં 417 પોઝિટિવ કેસ મળ્યા છે, જેમાંથી 12 લોકોનાં મૃત્યુ થયાં છે.