વિજય માલ્યાનો વિલા ખરીદનાર આ એક્ટરે પોતાની વૈભવી હોટલને બનાવ્યું ક્વૉરન્ટીન સેન્ટર

કોરોનાનું સંક્રમન દિવસે-દિવસે વધારે ભયંકર રૂપ ધારણ કરી રહ્યું છે. તેને રોકવા માટે સરકાર બધા જ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. આ માટે સરકારે આખા દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. સાથે-સાથે સરકારની મદદ માટે વિવિધ સેલિબ્રિટીઝ પણ આગળ આવી રહી છે. તેઓ પણ પોતાનાથી શક્ય એટલી નાણાકિય મદદ કરી રહ્યા છે. શાહરૂખ ખાને પોતાની ચાર માળની ઓફિસ કોરન્ટિન હાઉસમાં ફેરવી દીધું છે. હવે એક્ટર સચિન જોશીએ પણ પોતાની હોટેલને કોરન્ટિન સેન્ટર બનાવવાનો નિર્ણય લીધો છે.

ખરીદી ચૂક્યો છે માલ્યાની કરોડોની વિલા
શાહરૂખ ખાન બાદ એક્ટર સચિન જોશીએ પણ પોતાની હોટેલને કોરન્ટિન સેન્ટર બનાવવાનો નિર્ણય લીધો છે અને તેણે તેની 36 રૂમની હોટેલને કોરન્ટિન સેન્ટર તરીકે આપી છે. આ હોટેલનું નામ બીટલ છે અને તે મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલી છે. જોકે એક્ટર અને જાણીતા બિઝનેસમેન તરીકે ઓળખાતા સચિન જોશીએ આ પહેલાં ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાની ગોવામાં આવેલ વિલા પણ ખરીદી હતી. સચિને માલ્યાની આ વિલા 73 કરોડમાં ખરીદી હતી.

12,350 વર્ગફુટમાં ફેલાયેલ છે વિલા
ઉલ્લેખનિય છે કે, ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) ની આગેવાનીવાળી બેન્કોના એક ગૃપે ભાગેડુ વિજય માલ્યાની ગોવામાં સમુદ્ર કિમારે આવેલ ‘કિંગફિશર વિલા’ સચિન જોશીને વેચી મારી. આ પહેલાં આ વિલાને વેચવા માટે ત્રણ વાર પ્રયત્ન કરાવામાં આવ્યા હતા. આ પ્રોપર્ટી ગોવાના કંડોલિમ બીચ પર આવેલ છે અને આ વિલા 12,350 વર્ગફુટમાં ફેલાયેલ છે. તે સમયે તેના માટે 81-85 કરોડ કિંમત નક્કી કરવામાં આવી હતી, જોકે સચિને આ વિલાને 73 કરોડમાં ખરીદી હતી.

મુંબઈમાં નથી પૂરતી હોસ્પિટલો : સચિન જોશી
સચિન જોશીએ પોતાની હોટેલને કોરન્ટિન સેન્ટરમાં ફેરવવાનો નિર્ણય જણાવતાં કહ્યું કે, મુંબઈ ખૂબજ ભીડભાડભર્યું શહેર છે. અહીં પૂરતા પ્રમાણમાં હોસ્પિટલો અને બેડ્સ નથી. બીએમસીએ જ્યારે તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે મદદ કરવાનો નિર્ણય લીધો. બીએમસીની મદદ માટે પોતાની હોટેલને કોરન્ટિન સુવિધામાં ફેરવવાનો નિર્ણય લીધો. આખી બિલ્ડિંગ અને તેના ઓરડાઓને સતત સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે અને સ્ટાફને પણ સુરક્ષાનો તમામ સામાન પૂરો પાડવામાં આવી રહ્યો છે.

લ્લેખનિય છે કે, કોરોનાના સંક્રમણથી દેશને બચાવવા માટે બધા જ કલાકારો આગળ આવ્યા છે. સલમાન ખાન, શાહરૂખ ખાનથી લઈને અક્ષય કુમાર સહિતના સ્ટાર્સે ડોનેશન દ્વારા કોરોના પીડિતોની મદદ કરી છે. શાહરૂખે આર્થિક મદદની સાથે-સાથે તેની ચાર માળની ઓફિસ બીએમસીને આપી છે, જેથી તેનો ઉપયોગ કોરન્ટિન સેન્ટર તરીકે કરી શકાય.