કાળમુખા કોરોનાવાઈરસનો કહેર, નિધન પર નથી કોઈ રડતું કે નથી થતું અસ્થિ વિસર્જન….

બુંદી, રાજસ્થાનઃ કોરોના સંક્રમણના ડરને કારણે દુનિયાની ગતિ અને મતિ બધુ જ બદલાઇ ગયું છે. બધુ રોકાઇ ગયું છે. શું જીવનશૈલી.. શું ખાન-પાન..એટલું જ નહીં ખુશી અને મૃત્યુ સાથે જોડાયેલી પરંપરાઓ પર પણ ગંભીર અસર પડી છે. કહેવાય છે કે કોઇની ખુશીમાં ભલે સામે ન થઇ શકો પરંતુ દુઃખમાં જરૂર સામેલ થવું જોઇએ. પરંતુ કોરોનાના ડરથી શું ખુશી શું ગમ..બધા બહાર નીકળવાથી ડરી રહ્યાં છે. સ્મશાનમાં ચિતાઓ એકલી સળગી રહી છે. બે-ચાર લોકોથી વધુ ત્યાં કોઇ હાજર રહેતું નથી. શોકસભાઓ પણ થતી નથી.

લોકડાઉનને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ હોવાને કારણે મૃતકની અસ્થિ પણ વિસર્જન માટે પડી રહે છે તેને લેવા પણ કોઇ આવતું નથી. હાલ લોકો શોક સંદેશ મોકલતી વખતે ખાસ લખી રહ્યાં છે કે તમે ઘરેથી જ મૃત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. આ તસવીર રાજસ્થાનના બૂંદીની છે જેમાં થેલીઓમાં બંધ અસ્થિઓ સાચવીને રાખવામાં આવી છે.

આ તસવીર રાજસ્થાનના બૂંદીની છે પરંતુ આવી સ્થિતિ દેશભરમાં જોવા મળી રહી છે. અંતિમ સંસ્કારથી લઇને અસ્થિ વિસર્જન સુધી કોરોના સંક્રમણનો ડર જોવા મળી રહ્યો છે. લોકડાઉનના કારણે અસ્થિઓ વિસર્જનની રાહમાં આવી રીતે રાખી દેવામાં આવી છે.

આ તસવીર ગુજરાતના સુરતની છે અહીં કોરોનાથી એક વૃદ્ધનું મૃત્યુ થઇ ગયું હતું. જ્યારે મહાનગરપાલિકાએ ઉમરા શ્મશાન ઘાટ પર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન તેની પત્ની દૂર બેસી ક્રિયા-કર્મ જોતી રહી. કોરાનાના ડરને કારણે પોતાના પતિનું છેલ્લી વખત મોઢું પણ જોઇ શકી નહીં.

48 વર્ષિય વિપિન ઇટલીમાં નોકરી કરતાં હતા. કોરોનાથી તેમનું મૃત્યુ થઇ ગયું હતું. પરંતુ પરિવારનો કોઇ સભ્ય તેના અંતિમ સંસ્કારમાં જઇ શક્યો નહીં. સંક્રમણના ડરથી તેના ત્યાં જ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. વિપિન હરિયાણાના યમુનાનગરનો રહેવાસી હતો.

આ તસવીર ઉત્તરાખંડની છે. અહીં હલ્દવાનીના રહેવાસી નારાયણ દત્ત પાઠકનું નિધન થઇ ગયું હતું. તેમનો એકમાત્ર પુત્ર લીલાધર પાઠક ઇન્ડિયન આર્મીમાં છે. તે અરુણાચલ પ્રદેશમાં તહેનાત છે. લોકડાઉનના કારણે તે પોતાના પિતાને અંતિમ મુખાગ્નિ પણ ન આપી શક્યા.

આ તસવીર નવી દિલ્હીની છે. તસવીરમા દેખાતી 90 વર્ષની કાજોદી નામની મહિલાની છે. કોરોનાએ રીતિ રિવાજ જ નહીં પરંતુ જીવન બદલી નાખ્યું છે. દિલ્હીમાં જ્યારે રહેવા-જમવાની તકલીફ શરૂ થઇ તો કાજોદી 400 કિમી પગપાળા ચાલીને પોતાના ગામ પહોંચી હતી.