હાર્દિક પંડ્યા લગ્ન વગર જ ભાવિ પત્ની સાથે રહે છે એક જ ઘરમાં, નવા વર્ષે કરી હતી સગાઈ

મુંબઈઃ કોરોનાવાઈરસને કારણે આજે સામાન્ય વ્યક્તિથી માંડીને સેલિબ્રિટિઝ ઘરે જ સમય પસાર કરી રહી છે. બોલિવૂડના અનેક સ્ટાર્સ ઘરે રહીને પેઈન્ટિંગ, હોમ વર્કઆઉટ, મ્યૂઝિક, પોએટ્રી જેવા કામો કરી રહ્યાં છે તો કેટલાંક સ્ટાર્સ કુકિંગ પર ધ્યાન આપી રહ્યાં છે. હાલમાં જ આપણાં હાર્દિક પંડ્યાની ફિયાન્સી નાતાશા પણ આવું જ કરતી જોવા મળી હતી.

હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામમાં એક બૂમરેંગ વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેની ફિયાન્સી જોવા મળી હતી. હાર્દિકે કહ્યું હતું, નતાશા તેના માટે પેનકેક તૈયાર કરીરહી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાવાઈરસને કારણે હાર્દિક પંડ્યા ઘરે જ છે. તો નતાશા પણ લગ્ન વગર જ ભાવિ પતિ તથા તેના પરિવાર સાથે રહે છે.

કોરોનાવાઈરસને કારણે ટીમ ઈન્ડિયાનો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની વનડે સીરિઝ રદ્દ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આઈપીએલ રમાશે કે નહીં તેની પર શંકા છે. વિશ્વના મોટાભાગના લોકો આજે પોત-પોતાના ઘરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ પહેલી જાન્યુઆરી, 2020ના રોજ નતાશા સાથે દુબઈમાં સગાઈ કરી હતી.

આ પહેલાં લોકડાઉન દરમિયાન હાર્દિક પંડ્યાએ એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં હાર્દિક પંડ્યા, તેની ફિયાન્સી નતાશા, ભાઈ કુનાલ પંડ્યા તથા ભાભી પંખુડી ડાન્સ કરતા જોવા મળ્યાં હતાં. આ વીડિયોને કુનાલ તથા પંખુડીએ પણ શૅર કર્યો હતો. આ વીડિયોમાં પંડ્યા પરિવાર તમામ ભારતીયોને ઘરમાં રહેવાની અપીલ કરે છે અને પોઝિટિવ રહેવાનું કહે છે.