કોરોના વાયરસથી હવે ડરવાની જરૂર નથી! ભારતમાં કોરોનાથી ચેપગ્રસ્ત થયેલું પહેલું બાળક થયું સ્વસ્થ

એકતરફ જ્યાં દુનિયામાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં 7,900થી વધારે લોકોનાં મોત થઈ ચૂક્યા છે. ત્યારે આ બધા વચ્ચે કેરળમાંથી એક સારા સમાચાર આવી રહ્યા છે. અહીં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક 3 વર્ષનું માસૂમ બાળક, જેની સારવાર ચાલી રહી છે. તે સ્વસ્થ થઈ રહ્યુ છે. મુખ્યમંત્રી પી.વિજયને જણાવ્યું હતું કે, તેનો પહેલો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. વાસ્તવમાં આ બાળક પોતાના માતા-પિતા સાથે ઈટલીથી પરત ફર્યું હતું. 9 માર્ચે આ બાળક ચેપગ્રસ્ત જણાયું હતું. આ બાળક ભારતનું પહેલું ચેપગ્રસ્ત બાળક હતું. ભારતમાં કોરોનાનો પહેલો મામલો કેરળમાંથી જ સામે આવ્યો હતો.

CM વિજયને જણાવ્યું કે, બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હજી અમે પાંચ વધુ તપાસનાં પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. બાળકની માતા ઈટલીમાં નર્સ છે. બાળક પોતાના માતા-પિતા સાથે ઈટલીથી પરત ફર્યું હતું. તેના પિતા પણ હોસ્પિટલમાં દાખલ છે.

ભારતમા અત્યાર સુધીમાં બે બાળકોને કોરોના વાયરસનો ચેપ લાગેલો છે. જ્યારે બીજો કેસ બેંગ્લોરમાં સામે આવ્યો છે. અહીં 13 વર્ષનું બાળક ચેપગ્રસ્ત થયુ છે.

રસપ્રદવાત તો એ છેકે, ત્રણ વર્ષનાં આ બાળકને ઈટાલિયન ખાવાનું પસંદ છે. બાળકને આઈસોલેશન વોર્ડમાં પાસ્તા ખવડાવવામાં આવ્યા હતા. એર્નાકુલમનાં જીલ્લા કેલેક્ટર એસ સુહાસને જ્યારે પુછવામાં આવ્યું કે, બાળક હવે કેમ છે? તો તેમણે જવાબ આપ્યો હતો કે, બાળકને ઈટાલિયન પાસ્તા પસંદ છે અને અમે તેને પાસ્તા ખવડાવી રહ્યા છીએ.

દુનિયાનાં 167 દેશોમાં કોરોના ફેલાઈ ગયો છે. અત્યાર સુધીમાં 7,989 લોકોનાં મોત થયા છે. લગભગ 2 લાખ કેસ સામે આવ્યા છે. ચીનમાં અત્યાર સુધીમાં 3,237 લોકોનાં મોત થયા છે. ચીનમાં હવે પરિસ્થિતી કાબૂમાં આવી રહી છે, તો બીજી તરફ ઈટલીમાં પરિસ્થિતી વણસી રહી છે. જો અહીં સ્થિતી કાબુમાં નહી આવે તો ચીન કરતાં પણ વધારે મોત થઈ શકે છે.

ઈટલીમાં દરરોજ 300 લોકોનાં મોત થઈ રહ્યા છે. અહીં અત્યાર સુધીમાં 2500થી વધારે લોકોનાં મોત થયા છે. જ્યારે ઈરાનમાં અત્યાર સુધીમાં 988 લોકોનાં મોત થયા છે.

ઈટલીમાં દરરોજ 300 લોકોનાં મોત થઈ રહ્યા છે. અહીં અત્યાર સુધીમાં 2500થી વધારે લોકોનાં મોત થયા છે. જ્યારે ઈરાનમાં અત્યાર સુધીમાં 988 લોકોનાં મોત થયા છે.

જ્યારે 49 તપાસ કેન્દ્રો મેડિકલ કોલેજ, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી (ડીબીટી) અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) સહિત અન્ય સ્થાનો ઉપર શરૂ કરવામાં આવશે.

રવિવારે રાતથી મંગળવારની રાત સુધીમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 99થી વધીને 148 સુધી પહોંચી ગઈ છે. તેમાં 22 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. તો બીજી તરફ કેરળમાંથી સારા સમાચાર એ સામે આવ્યા છેકે, મંગળવારે અહીં કોઈ નવો કેસ સામે આવ્યો નથી. અહીં 18 હજાર લોકો હજી પણ નજરહેઠળ રાખવામાં આવ્યા છે.