દુબઈની જાહોજલાલી જોઈને થઈ જશે ઈર્ષ્યા, મનમાં બોલી ઊઠશો કે જીવન તો આ જ જીવે છે

દુબઈઃ કહેવાય છે કે ‘પૈસા ખુદા તો નહીં, પર ખુદા સે કમ ભી નહીં.’ આ વાત એકદમ સાચી છે. આજે અમે તમને દુબઈની જાહોજલાલીની એવી તસવીરો બતાવીશું, જે જોઈને તમે પણ બોલી ઊઠશો કે જો ખિસ્સું પૈસાથી ભરેલું હોય તો બીજું કંઈ ના જોઈએ. દુબઈમાં વિશ્વના અમીર લોકો રહે છે.

ન્યૂ વર્લ્ડ વેલ્થના રિપોર્ટ પ્રમાણે, દુબઈમાં 52 હજારથી વધુ કરોડપતિ, 2430 અબજોપતિ છે. તેમની સંપત્તિ 10 મિલિયન ડોલર કે તેનાથી વધુ છે. દુબઈ સંયુક્ત અરબ અમીરાતના સાત અમીરાતમાંથી એક છે. દુબઈ પોતાની લાઇફ સ્ટાઇલને કારણે આખા વિશ્વમાં જાણીતું છે. માત્ર ગગનને આંબતી બિલ્ડિંગ જ નહીં, પરંતુ અનેક વસ્તુઓ આ શહેરને અન્યથી અલગ પાડે છે.

આજે અમે તમને દુબઈની અમીરી તથા લક્ઝૂરિયસ લાઇફ સ્ટાઇલ સાથે જોડાયેલી કેટલીક તસવીરો બતાવીશું. જે જોઈને તમારું મન પણ કરશે કે બહુ બધા પૈસા કમાઈને આટલા ઠાઠથી જીવન પસાર કરીએ.

હેલિકોપ્ટર ટેક્સીઃ દુબઈમાં સરળતાથી હેલિકોપ્ટર ટેક્સી મળે છે. કોઈ પણ વ્યક્તિની કાર ટ્રાફિકમાં ફસાઈ જાય તો લોકો હેલિકોપ્ટર ટેક્સી એપનો ઉપયોગ કરે છે. આ એક તમારી કારને ટ્રાફિકમાંથી કાઢીને ઘર કે ઓફિસમાં સમયસર મૂકી આવે છે.

પોલીસની ફેરારી કારઃ દુબઈમાં પોલીસ વિભાગ પાસે ફેરારી કાર છે. તેઓ ફેરારીમાં જ ફરે છે. આપણે અહીંયા ફેરારી લાવવાનું સપનું જોઈએ, પરંતુ દુબઈમાં પોલીસ ફેરારીમાં ફરે છે.

વાઘ-ચિત્તો પાલતુ જાનવરઃ દુબઈમાં જાનવરો પાળવાની કોઈ પાબંદી નથી. અહીંયા ઘરમાં વાઘ, સિંહ તથા ચિત્તા જેવા જાનવરો પાળવા સામાન્ય છે.

ATMમાંથી સોનું નીકળેઃ આપણે ATMમાંથી પૈસા કાઢીએ છીએ, પરંતુ દુબઈમાં સોનું કાઢવા માટે ATM છે.

રણમાં પેંગ્વિનઃ પેંગ્વિન માત્ર બરફ હોય ત્યાં જોવા મળે છે. દુબઈ એટલું અમીર છે કે તેણે એક ઇનડોર સ્કી રિસોર્ટમાં બરફનો માહોલ ક્રિએટ કર્યો છે. અહીંયા આવીને લોકો પેંગ્વિન સાથે મજા લઈ શકે છે.

આલીશાન તબેલાઃ ઘોડા માટે આલીશાન તબેલા હોય છે. તબેલામાં ફ્લોરિંગ માર્બલનું અને સોનાની છત હોય છે. ઘોડા પણ જાહોજલાલીમાં જીવે છે.

વાદળમાં ટેનિસ મેચઃ હોટલ બુર્જ અલ અરબ હેલીપેડમાં અનેક પ્રકારની રમત રમવામાં આવે છે, જેમાં ટેનિસ પણ સામેલ છે. જમીનથી અનેક ફૂટની ઊંચાઈ પર તમે વાદળોની વચ્ચે રમી શકો છો.

આલીશન ટેક્સીઃ દુબઈમાં જ્યારે તમે ટેક્સી બુક કરાવો ત્યારે લક્ઝૂરિયસ કાર આવે છે.

રાષ્ટ્રીય પક્ષી બાજના ઠાઠઃ યુએઇનું રાષ્ટ્રીય પક્ષા બાજ છે. તેને સ્પેશિયલ ટ્રિટમેન્ટ આપવામાં આવે છે. આટલું જ નહીં બાજ ફ્લાઇટમાં પણ સફર કરી શકે છે. તેને સીટ પણ આપવામાં આવે છે.

મોટી જીપઃ આ એક લાંબી જીપ છે. આ જીપ જોવામાં ઘણી જ મસ્ત લાગે છે. આ જીપ લઈ તમે રોડ પર નીકળો ત્યારે તમામની નજર તમારી પર હોય છે.