પોલીસે ફોર્ચ્યુનર કારનો ફિલ્મી ઢબે પીછો કરી પાર પાડ્યું ઓપરેશન

નવી દિલ્હી: અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પાસેથી આઠ કરોડ લૂંટનારા કુખ્યાત બદમાશને મેરઠ પોલીસે અથડામણમાં ઠાર માર્યો છે બદમાશ શક્તિ નાયડુ પર દિલ્હી અને મેરઠ પોલીસે એક એક લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. આવો જાણીએ કેવી રીતે આ કુખ્યાત ન થયો અંત.

દિલ્હીના કુખ્યાત બદમાશ અને 200000ના ઇનામી શક્તિ નાયડુને પોલીસે મંગળવારે કંકરખેડાના વૈષ્ણો ધામ કોલોનીમાં અથડામણમાં ઠાર માર્યો આ દરમિયાન સીઓ દોરાલાને પેટમાં ગોળી લાગી. એક ગોળી એસએસપીના બુલેટ પ્રુફ જેકેટમાં ફસાઈ ગઈ.

પોલીસના જણાવ્યા પ્રમાણે લાવડના ચિંદોલી ગામ નિવાસી વિશાલ ચૌધરી પાસેથી સોમવારે મોડીરાતે સરધનામાં બદમાશોએ ફોર્ચ્યુનર ગાડી લૂંટી લીધી હતી. મંગળવારની રાતે અંદાજે ચાર વાગ્યે બાતમીદારોએ સિઓ દોરાના જીતેન્દ્ર સરગમને સુચના આપી હતી કે લૂંટાયેલી ફોર્ચ્યુનર વૈષ્ણવ ધામ કોલોનીમાં એક મકાન બહાર ઉભી છે.

સૂચના મળ્યા બાદ કંકરખેડા એન્ડ ઇન્સ્પેક્ટર ની ટીમે મકાનની ઘેરાબંધી કરી લીધી પોલીસને જોઇને બદમાશોએ ફાયરિંગ શરૂ કરી દીધું. એટલી વારમાં એસએસપી અજય શાહની પણ ત્યાં પહોંચી ગયા હતા. પોલીસે જવાબી ફાયરિંગમાં એક બદમાશને ત્રણ ગોળી લાગી, જ્યારે તેના સાથીઓ ભાગી ગયા. ઘાયલ બદમાશને જીલ્લા હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો.

પોલીસ મહાનિદેશક જોન પ્રશાંત કુમારના જણાવ્યા પ્રમાણે બદમાશની ઓળખ શક્તિ નાયડુ નિવાસી મદનગીર દિલ્હીના રૂપમાં કરવામાં આવી. તેના પર મેરઠ ઝોન અને દિલ્હીમાં એક એક લાખનું ઇનામ હતું. 31 જાન્યુઆરીએ નાયડુએ પોતાની ગેંગના સાથી હનીની ગોળી મારી હત્યા કરી હતી. હનીના કાકા તિલકરાજને પાંચ ગોળી મારી હતી.


તો દિલ્હી કોર્ટમાં સિપાહીની હત્યા કરવા સિવાય અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પાસેથી આઠ કરોડ રૂપિયાની લૂંટ કરી હતી. દિલ્હી પોલીસે નાયડુ પર ઇનામ જાહેર કર્યું હતું. પેરોલમાંથી ભાગી છૂટીને નાયડુ સ્પેશિયલ સેલ દિલ્હી ના એસ.પી લલિત મોહનની હત્યાનું પ્લાનિંગ બનાવી રહ્યો હતો.