છેલ્લાં છ વર્ષથી રોજ સલમાન ખાન આપે છે 4-6 લાખના ચેક, ભાઈજાનને લઈ વધી જશે માન

ગીતી સેહગલ, મુંબઈઃ ભાઈજાન સલમાન ખાન પોતાની દરિયાદિલી માટે જાણીતો છે. સલમાન ખાન જરૂરિયાતમંદ બાળકો તથા વ્યક્તિઓને મદદ કરતો રહેતો હોય છે. આટલું જ નહીં તે પોતાની એનજીઓ બિઈંગ હ્યુમનમાંથી મળેલા પૈસા પણ ચેરિટી પાછળ જ વાપરે છે. RealGujarat.Inની ટીમ પહેલી જ વાર તમને સલમાનના ઘરની એ તસવીરો બતાવશે, જેને જોઈને તમને તેના પ્રત્યેનું માન ઘણું જ વધી જશે.


વર્ષ 2014થી શરૂ કર્યું છે આ કામઃ સલમાન ખાને વર્ષ 2014થી જરૂરિયાતમંદ દર્દીઓને મેડિકલ સહાય આપવાની શરૂઆત કરી છે. જે દર્દીઓ પાસે ખર્ચાળ ટ્રીટમેન્ટના પૈસા નથી, તેમને સલમાન ખાન મદદ કરે છે. સલમાન ખાનના પિતા સલીમ ખાન તથા કેટલાંક ડોક્ટર્સ આ આખી પ્રક્રિયા સંભાળે છે. સોમવારથી શુક્રવાર રોજ સવારે (આઠ-સાડા આઠથી બાર-સાડા બાર)  સુધી સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ સ્થિત દર્દીઓની લાંબી લાઈન લાગે છે. અહીંયા સલીમ ખાન ડોક્ટોર્સની ટીમ સાથે આવે છે અને દરેક પેશન્ટની તપાસ કરે છે.


છેલ્લાં છ વર્ષથી ચાલે છે આ ચેરિટીઃ છેલ્લાં છ વર્ષથી સલમાન ખાન આ ચેરિટીનું કામ કરે છે અને આ કામ ઘણી જ વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યું છે. RealGujarat.Inની ટીમે પેશન્ટ નરેશ (ગોપનીયતા માટે નામ બદલેલ છે) સાથે વાત કરી હતી. નરેશે વાતચીતમાં કહ્યું હતું કે કેન્સરના દર્દીઓ તથા જેમને ઓપરેશનની જરૂર હોય તેવા જ પેશન્ટ્સને આર્થિક સહાય કરવામાં આવે છે. આટલું જ નહીં બિઈંગ હ્યુમન સંસ્થા સાથે જે હોસ્પિટલ જોડાયેલી છે, તેમની પાસેથી રેફરન્સ લેટર મળે, તે જ પેશન્ટને મદદ કરવામાં આવે છે. રેફરન્સ લેટર ફરજિયાત છે.


કેવી રીતે મેળવવાનો રેફરન્સ લેટર? નરેશે વાતચીતમાં RealGujarat.In ટીમને રેફરન્સ લેટર કેવી રીતે મેળવવાનો તેને લઈને પણ વાત કરી હતી. નરેશે કહ્યું હતું કે હોસ્પિટલ સાથે સંકળાયેલા સોશિયલ વર્કર પેશન્ટની આર્થિક સ્થિતિ સારી નથી, તે વાત હોસ્પિટલને કહે છે. સોશિયલ વર્કર હોસ્પિટલ તંત્રને જણાવે છે કે આ પેશન્ટ પાસે કેન્સર કે પછી સર્જરીની સારવાર કરાવવાના પૈસા નથી. ત્યારબાદ હોસ્પિટલ રેફરન્સ લેટર આપે છે. આ રેફરન્સ લેટર સાથે સોમથી શુક્રની વચ્ચે સવારે ગેલેક્સી એપાર્ટમેન્ટ આવવાનું હોય છે.


રોજના 90-100 પેશન્ટ્સ આવે છેઃ પેશન્ટ્સ તથા તેમનો પરિવાર સવારે આઠ વાગ્યાની આસપાસ આવવાની શરૂઆત કરી દે છે. રોજના 90-100 જેટલા પેશન્ટ્સ આવે છે. દરેક પેશન્ટ્સ ગેલેક્સી એપાર્મેન્ટની બહાર લાઈનમાં બેસે છે. કેટલાંક લોકો પહેલી જ વાર ડોક્ટર્સને બતાવવા આવ્યા હોય છે તો કેટલાંક ચેક લેવા માટે આવ્યા હોય છે. દર્દીઓની તથા ચેક લેવાની એમ બે અલગ-અલગ લાઈન્સ કરવામાં આવે છે.


બે બોડીગાર્ડ્સ આવે છેઃ સાડા આઠની આસપાસ બે બોડીગાર્ડ્સ આવે છે. તેઓ દરેક પેશન્ટ્સના રિપોર્ટ્સ તથા રેફરન્સ લેટર ચેક કરે છે. જે પેશન્ટ્સની પાસે રેફરન્સ લેટર ના હોય તેમને સ્પષ્ટ રીતે કહી દેવામાં આવે છે કે તેમને કોઈ મેડિકલ સહાય મળશે નહીં.


સાસુ સાથે આવી હતી શાજહાનઃ RealGujarat.Inની ટીમે ચેકની લાઈનમાં ઉભા રહેલા એક પેશન્ટ્સ સાથે વાત કરી હતી. શાજહાન પોતાની સાસુ માટે ચેક લેવા આવી હતી. તેની સાસુને કેન્સરની સારવાર કરાવવાની હતી અને તે માટે સાડા ચાર લાખ રૂપિયાની જરૂર હતી. તેની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે તે સારવાર કરાવી શકે. આથી જ હોલી સ્પિરિટ હોસ્પિટલના સોશિયલ વર્કરે હોસ્પિટલને આ અંગે વાત કરી હતી. હોસ્પિટલે શાજહાનને રેફરન્સ લેટર આપ્યો હતો અને તમામ મેડિકલ રિપોર્ટ્સ આપ્યા હતાં. હોસ્પિટલે શાજહાનને કહ્યું હતું કે સલમાન ખાન આ રીતે સારવારના પૈસા આપે છે. શાજહાન પહેલી જ વાર આ રીતે ગેલેક્સી અપાર્ટમેન્ટ આવી હતી.  RealGujarat.Inની ટીમ સલમાનની આ ચેરિટીની આખી પ્રોસેસને સમજી અને પછી બીજીવાર જ્યારે શાજહાનને મળી કે તેને ચેક મળ્યો કે નહીં, તો તેણે જવાબ આપ્યો હતો કે તેને બે વાગે બીજીવાર બોલાવી છે.


પોણા નવ વાગે ડોક્ટર આવેઃ પોણા નવ વાગે ડો. સંદિપ ચોપરા ઝડપથી આવે છે. સૌ પહેલાં તેઓ ચેકની લાઈનમાં ઊભા રહેલા પેશન્ટ્સને ચેક આપે છે. આ પેશન્ટ્સે અગાઉ તમામ રિપોર્ટ્સ તથા પેપર સબમિટ કર્યાં હોય છે. આ કામ ઝડપથી પતાવવામાં આવે છે.


સલીમ ખાને આ અંગે કંઈ પણ કહેવાની ના પાડીઃ Onlygujarati.inની ટીમે જ્યારે ડોક્ટર સંદિપ ચોપરા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે કહ્યું હતું કે તે આ અંગે કોઈ વાત કરી શકશે નહીં. તેમણે સલીમ ખાન સાથે વાત કરવાનું કહ્યું હતું.


ડોક્ટર્સ પેપર પર સાઈન કરતા જોવા મળ્યાં: RealGujarat.Inની ટીમ સાથે આટલી વાત કરીને ડોક્ટર્સ તરત જ ચેક આપવામાં બિઝી થઈ ગયા અને ત્યારબાદ જે દર્દીઓ હતાં, તેમના રિપોર્ટ્સ ચેક કરવા લાગ્યા હતાં. તેમના હાથમાં એક પેપર હતી, જેમાં કોને ચેક આપ્યો તેને લઈ ટીક માર્ક કરતા હતાં અને જેમને ચેક આપવાની પરવાનગી આપી તે દર્દીનું નામ અલગથી પેપરમાં લખતા હતાં. બે બોડીગાર્ડ્સ સતત દર્દીઓની લાઈન પર નજર રાખતા હતા, જેથી કોઈ ભીડ થાય નહીં.


બીજા જ દિવસે મળી જાય ચેકઃ જેન્યુઅન કેસ હોય તેમને બીજા જ દિવસે ચેક મળી જાય છે. રવિ કુમાર (ઉલ્હાસનગરથી આવ્યો હતો) બીજીવાર પોતાના સંબંધી માટે સારવારના પૈસા લેવા આવ્યો હતો. છ મહિના પહેલાં તે પોતાના અન્ય સંબંધી માટે 15 હજાર રૂપિયાનો ચેક લઈ ગયો હતો.


એક મહિલાને ના મળ્યા ડોક્ટરઃ RealGujarat.Inની ટીમને નવી મુંબઈથી આવેલી એક મહિલા પણ મળી હતી. આ મહિલા પાસે સારવારના પૈસા નહોતાં. જોકે, તેની પાસે હોસ્પિટલનો રેફરન્સ લેટર નહોતો. તેને પોતાના ભાઈ માટે આઠ હજાર રૂપિયાની દવા લાવવાની હતી પરંતુ તેણે જે હોસ્પિટલમાં ભાઈની સારવાર કરાવી તે બિઈંગ હ્યુમન સાથે સંકળાયેલી નહોતી.


સલીમ ખાને વાત કરવાની ના પાડીઃ સલીમ ખાન મોર્નિંગ વોકમાંથી પાછા આવી ગયા હતાં અને RealGujarat.In ની ટીમ તેમનો સંપર્ક કર્યો હતો અને આ અંગે વધુ જાણવાનો પ્રયાસ કર્યો તો તેમણે તરત જ એમ કહીને વાત કરવાની ના પાડી દીધી કે સલમાન ખાન આ અંગે પબ્લિસિટી થાય તેમ બિલકુલ ઈચ્છતો નથી.


એક અંદાજ પ્રમાણે રોજના ચારથી છ લાખના ચેક આપવામાં આવે છેઃ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, સલમાન ખાન આ રીતે રોજ ચારથી છ લાખ રૂપિયાના ચેક આપે છે. છેલ્લાં છ વર્ષથી અઠવાડિયામાં પાંચ દિવસ સલમાન આ રીતે દર્દીઓની સારવાર કરાવે છે.