આ ખેડૂતોનું નસીબ રાતોરાત ચમકી ગયું ને સેકન્ડ માટે બની ગયા કરોડપતિ

કહેવાય છે કે, જેટલું નસીબમાં હોય એટલું જ મળે. નસીબની રમત કંઈક આવી જ હોય છે. જેની કોઈ ગેરંટી હોતી નથી. દરેક ગરીબ વ્યક્તિના મનમાં એક એવો ખ્યાલ જરૂર આવે છે કે, એક ચમત્કાર થઈ જાય એને રૂપિયાનો ખજાનો મળી જાય. ઘણીવાર એવી વાતો સાંભળવા મળે છે કે, લોકોને જમીન અને દરિયામાંથી ખજાનો મળ્યો છે. જોકે, આવો જ એક કિસ્સો વર્ષ 2019માં સામે આવ્યો હતો. એક ખેડૂતને ખોદકામ કરતી વખતે ખજાનો તો મળ્યો પણ તેનો ખેડૂતને કોઈ ફાયદો થયો નહોતો. તો અમે તમને આખો કિસ્સો વિસ્તારપૂર્વક જણાવીએ.

ઉત્તર પ્રદેશના હરદોઈના સાંડીમાં ખિડકિયામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં મોનૂ નામનો એક ખેડૂત રહે છે. જેને જમીનમાંથી 25થી 27 લાખ સુધીનો ખજાનો મળ્યો હતો. મોનૂના પૌતૃક ઘરની પાછળ એક ખંડેર હતું. જેમાં તે કંઈક કામ કરાવી રહ્યો હતો. આ દરમિયાન ખોદકામ કરવામાં આવ્યું તો જમીનની અંદરથી કેટલાય ઘરેણાં મળી આવ્યા હતાં.

મોનૂએ ઘરેણાં મળવાની વાતને દબાબવવાનો પ્રયત્ન કર્યો જોકે, આ વાત ગામ લોકો સુધી વાયુ વેગે પહોંચી ગઈ હતી. એટલું જ નહીં પુરાતત્વ વિભાગને પણ આ વાતની માહિતી મળી ગઈ હતી. શરૂઆતમાં તો મોનૂએ ઘરેણાં મળવાની વાતની ના પાડી દીધી હતી. પછી એસપી આલોક પ્રિયદર્શીએ એક ટીમ બનાવી હતી. આ ટીમને તપાસ દરમિયાન મોનૂના ઘરમાંથી ઘરેણાં મળ્યાં હતાં. એવામાં પોલીસે આ ઘરેણાં કબજે કરી લીધા હતા. પોલીસનું કહેવું છે કે, આ પ્રાચીન ઘરેણાં પુરાતત્વ વિભાગ માટે ખૂબ જ મહત્ત્વના છે.

એક માહિતી મુજબ, જમીનથી મળેલાં આ ઘરેણાંની કિંમત 25થી 27 લાખ રૂપિયા આંકવામાં આવી છે. જેમાં સોનાના ઘરેણાં 650 ગ્રામ, ચાંદીના ઘરેણાં 4.5 કિલોગ્રામના છે. આ ઉપરાંત ત્રણ કિલોના વજનવાળી એક પિત્તળની ધાતુનો એક લોટો પણ મળ્યો છે. આ બાબત પુરાતત્વ વિભાગ સાથે જોડાયેલી છે એટલે અત્યારે આ સામાનની કોઈ તપાસ કરાવવામાં આવી નથી.

આ પછી સોશિયલ મીડિયા પર આ ઘટના વાયરલ થયા પછી અલગ અલગ રિએક્શન સામે આવી રહ્યા છે. લોકો ને વિશ્વાસ થતો નથી કે, એક ખેડૂતને જમીનની અંદરથી 25 લાખ રૂપિયાનો ખજાનો મળ્યો છે. જોકે, તે ખૂડતની ખુશી થોડીકવાર માટે જ હતી કેમ કે, તેનો દરેક ખજાનો પોલીસે કબજે કરી લીધો અને પુરાતત્વ વિભાગને સોંપી દીધો હતો.