ગામડાઓમાં પણ લોકોને લાગવા લાગ્યો કોરોનાનો ભયાનક ડર, તસવીરો જોઈને હેરાન થઈ જશો

કોરોનાના વધતા જતા પ્રકોપના કારણે દેશભરમાં પ્રધાનમંત્રીએ 21 દિવસનું લૉકડાઉન લાગૂ કર્યું છે. લોકો ઘરમાં કેદ છે અને કોરોનાથી બચવા માટે સેનિટાઈઝર, માસ્કનો ઉપયોગ કરે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ અપનાવી રહ્યા છે. ત્યાં જ, એમપીના સીહોરમાં અનોખી તસવીર જોવા મળી છે. કોરોનાનું સંક્રમણ જાનવરોમાં ન ફેલાય એટલા માટે ગ્રામીણોએ જાનવરો, બળદ, ભેંસને માસ્ક બનાવીને પહેરાવ્યા છે.

સીહોર જિલ્લાના ચંદેરી ગામમાં ગ્રામીણોએ કોરોનાના ફેલાતા જતા સંક્રમણથી બચવા માટે ભેંસ, બળદને માસ્ક પહેરાવી દીધા છે. જેના જાનવરોના કારણે કોરોના વાયરસ ગામમાં ન ફેલાય.

જાનવરોને પણ કોરોનાના સંક્રમણથી બચાવવામાં આવી રહ્યા છે, કારણ કે આ સમયે ઘઉંનો પાક કાઢવામા આવી રહ્યો છે. ગ્રામીણ બળદો જ્યારે બળદગાડીમાં બાંધીને ખેતરમાં લઈ જાય છે તો માસ્ક લગાવીને જ લઈ જાય છે. જેથી તેઓ જ્યારે ખેતરમાંથી ગામમાં આવે તો સંક્રમણ ગામમાં ને ફેલાય.

ખેડૂત હરિસિંહે જણાવ્યું કે કોરોના બીમારી ચાલી રહી છે. જાનવરો જમીન પર પડેલી ગંદી વસ્તુઓ સુંઘી લે છે. બીમારી ઘરમાં ફેલાય ન જાય, એટલે તેનાથી બચવા માટે બળદોને માસ્ક પહેરાવવામાં આવ્યા છે. ખેતર પર જતા અને આવતા સમયે બળદોને માસ્ક લગાવવામાં આવે છે. જેથી તેમને બીમારીથી બચાવી શકાય.

જણાવી દઈએ કે જાનવરો માટેના માસ્કની સાઈઝ મોટી હોય છે એટલે તેના માટે ખાસ માસ્ક ગામમાં જ તૈયાર કરવામાં આવી રહ્યા છે.