ઈટલીમાં કોરોના વાયરસથી ગયા 13 હજારના જીવ, આખે આખું ઈટલી હેરાન-પરેશાન

કોરોના વાયરસ કોવિડ-19ના કારણે ઈટલીમાં લગભગ 13 હજારના મોત થઈ ગયા છે. 1 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. આખું ઈટલી હેરાન-પરેશાન છે. ચિકિત્સા વ્યવસ્થા અને સરકાર ખળભળી ગયા છે. ડૉક્ટરોના મોત થઈ રહ્યા છે. રોજ સેંકડો લોકો મરી રહ્યા છે, ત્યાં જ ઈટલીનું એક ગામ એવું પણ છે, જ્યાં કોરોના વાયરસ પહોંચી પણ નથી શક્યો. અહીંના તમામ લોકો સુરક્ષિત છે.

આ જગ્યાનું નામ છે મોંતાલ્દો તોરીનીજ(Montaldo Torinese). આ એક ગામ છે જે ઈટલીના પૂર્વીય વિસ્તાર પિયોદમૉન્ટના તુરીન શહેરમાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ અહીંના લોકોનું માનવું છે કે આ ગામના સાફ પાણી અને હવાના કારણે અહીં સુધી કોરોના અહીં નથી આવ્યો.(ફોટોઃ Bartolomeo Bollino)

લોકોનું કહેવું છે કે આ ગામનું પાણી જાદુઈ છે. એટલે જ અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ સામે નથી આવ્યો. આ પાણીથી વર્ષ 1800માં નેપોલિયન બોનાપાર્ટના સૈનિકોનો ન્યૂમોનિયા ઠીક થયો હતો. નેપોલિયનની સેનાએ અહીં 1800ના જૂન મહીનામાં કેમ્પ લગાવ્યો હતો.(ફોટોઃ Bartolomeo Bollino)

મોંતાલ્દો તોરીનીઝ ગામ તુરીન શહેરથી લગભગ 20 કિમી દૂર છે. હેરાન કરી દે એવી વાત એ છે કે, તુરીન શહેરમાં કોરોનાના 3600થી વધુ કેસ સામે આવ્યા છે. પિયોદમૉન્ટની હાલત ખરાબ છે. અહીં 8200થી વધારે લોકો કોરોના વાયરસની ઝપેટમાં છે. પરંતુ મોંતાલ્દો તોરીનીઝમાં એક પણ કેસ નથી. (ફોટોઃ Bartolomeo Bollino)

તુરીન શહેરમાં આવતા મોંતાલ્દે તોરીનીઝમાં એક પણ કોરોનાનો કેસ નથી. એવી કથાઓ સાંભળવામાં આવે છે કે, આ ગામના કુવામાંથી નીકળતા પાણીથી નેપોલિયનની સેનાનો ન્યૂમોનિયા ઠીક થયો હતો. અહીંની ખૂબસૂરતી અદ્ભૂત છે. (ફોટોઃ Bartolomeo Bollino)

પિયોદમૉન્ટના મેયર સર્ગેઈ ગિયોતીએ જણાવ્યું કે મોંતાલ્દો તોરીનીઝની સાફ હવા અને કૂવાના પાણીના કારણે નેપોલિયનની સેના સાજી થઈ હતી. બની શકે છે કે આ કૂવાના પાણીના કારણે જ અહીંના લોકો અત્યાર સુધી સુરક્ષિત છે.(ફોટોઃ રૉયટર્સ)