નોઇડામાં પૂર્વ IPSના ઘરે 650 લોકર મળ્યાં, જોઈ અધિકારીના હોંશ ઉડી ગયા - Real Gujarat

નોઇડામાં પૂર્વ IPSના ઘરે 650 લોકર મળ્યાં, જોઈ અધિકારીના હોંશ ઉડી ગયા

નોઇડા : નોઇડામાં પૂર્વ આઇપીએસ અધિકારી આરએન સિંહના ઘર પર છેલ્લા ત્રણ દિવસથી આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરએન સિંહના પુત્ર પોતાના ઘરની બેસમેંટમાં એક પ્રાઇવેટ લોકર ફર્મ ચલાવે છે. આ લોકર ભાડે આપવામાં આવે છે.

આઇટી વિભાગે આ લોકરની તપાસ કરતા કરોડો રૂપિયા જપ્ત કરાયા છે. જોકે તે સ્પષ્ટ નથી થઇ શક્યું કે આ પૈસા કોના છે. હાલ તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આ વોલ્ટમાં ૬૫૦ લોકર હોવાનું જાણવા મળ્યું છે. આરએન સિંહ યૂપીમાં ડીજી અભિયોજન રહી ચુક્યા છે.

તેમનું કહેવુ છે કે તેમનો પુત્ર આ લોકર ભાડે આપવાનું કામ કરે છે. તે કમિશનના આધારે લોકર ભાડે આપે છે. તેના પોતાના પણ બે લોકર તેમાં છે જોકે તેમાંથી તપાસ દરમિયાન કઇ નથી મળ્યું.

તપાસ અભિયાન દરમિયાન પૂર્વ આઇપીએસ આરએન સિંહનું કહેવુ છે કે હું હાલ મારા ગામડે હતો. મને માહિતી મળી છે કે ઘર પર ઇનકમ ટેક્સની ટીમ તપાસ માટે આવી છે. તો હું તુરંત જ આવી ગયો હતો.

હું એક આઇપીએસ અિધકારી રહી ચુક્યો છું. મારો પુત્ર અહી રહે છે અને અમે પણ અહીં આવીને રહીએ છીએ. મારો પુત્ર આ પ્રાઇવેટ લોકરનું કામ કરે છે. જે બેઝમેંટમાં બનાવવામાં આવ્યું છે. આ પૂર્વ અિધકારીનું કહેવુ છે કે મારો પુત્ર આ લોકર ભાડે આપે છે.

બેંક આપે તેવી જ પ્રક્રિયા હોય છે. જ્યારે અહીં બેંકથી થોડી વધુ સુવિધા આપવામાં આવે છે. અમારા પોતાના પણ બે ખાનગી લોકર છે. અંદર તપાસ ચાલી રહી છે અને બધા જ લોકર ચેક કરવામાં આવ્યા છે. જે મળ્યું છે તેનો પુરેપુરો હિસાબ અમારી પાસે છે. ઘરના કેટલાક ઘરેણા મળ્યા છે.

You cannot copy content of this page