મહેશ સવાણીએ હનીમૂન પર મોકલેલા સુરતી કપલ્સે કર્યો ડાન્સ, જુઓ મોજ મસ્તીભરી તસવીરો

સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા સમૂહલગ્નના યુગલોને મનાલી હનીનૂમ પર મોકલવામાં આવ્યા છે. અહીં કપલો ખુબ ખુશ દેખાઈ રહ્યા છે. વરસતા બરફના રોમેન્ટિક માહોલમાં કપલ્સ જિંદગીની યાદોના પોટલા બાંધી રહ્યા છે. મનાલીમાં કારમાં ફરતી વખતે કપલ્સે ડાન્સ કર્યો હતો. એટલું જ નહીં હોટેલ પર કપલ્સે રોમેન્ટિક ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત બધાએ રાસ-ગરબાની પણ રમઝટ બોલાવી હતી.

નોંધનીય છે કે સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા સમૂહલગ્નના યુગલો માટે મનાલ પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર કપલો હાલ મનાલી પ્રવાસ પર છે.

આ કપલ મનાલીમાં હનીમૂન પર ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. હનીમૂનની ખુશી કપલ્સના ચહેરા પણ પણ જોઈ શકાય છે. બધા કપલ્સે કારમાં સોંગ ગાયને માહોલનો લુપ્ત ઉઠાવ્યો હતો. એટલું જ નહીં હોટેલ પર રોમેન્ટિક સોંગ પર કપલ ડાન્સ પણ કર્યો હતો.

ગુજરાતીઓને ગરબા કરવા તો જોઈએ જ. હનીમૂન પર ગયેલા કપલ્સે પણ રાસ ગરબાની રમઝટ બોલાવી મનાલીના માહોલને ગરમ કરી દીધો હતો. આ અંગેનો વીડિચો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.

ગઈ કાલે હનીમૂન પર ગયેલા કપલ્સમાંથી એક નવપરિણીતાએ વીડિયો બનાવી સુંદર આયોજન બદલ મહેશ સવાણીનો આભાર માન્યો હતો. વીડિયોમાં નવપરિણીતાએ જણાવ્યું હતું કે અમે 10 દિવસ માટે હનીમૂન માટે મનાલી આવ્યા છીએ, અને બહુ જ ખુશ છીએ. રૂમની સુવિધા પણ બહુ મસ્ત છે. ટ્રેનથી લઈને બસમાં લઈ જવાનું આયોજન પણ સરસ છે. રૂમ પણ બહુ મસ્ત છે. નાસ્તા અને જમાવાનું પણ જોરદાર છે.

વીડિયોમાં યુવતીએ ગેલેરી, હોટેલના રૂમ, બાથરૂમ અને લોબીના દૃશ્યો દેખાડ્યા હતા. યુવતી છેલ્લે મેસેજ આપતાં કહે છે કે અમારા પપ્પા મહેશભાઈ સવાણી અમે બહુ જ ખુશ છીએ. તમારો લાખ લાખ આભાર.અમે અમારા પરિસ્થિતિ પ્રમાણે જીવનમાં પણ મનાલી ન જઈ શકેત. પણ અત્યારે એમ લાગે છે કે બધુ જ મળી ગયું. કંઈ જોઈતું જ નથી.

નોંધનીય છે કે પીપી સવાણી ગ્રુપ દ્વારા 4 અને 5 ડિસેમ્બર ચૂદડી મહિયરની સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300 યુગલોકએ ફેરા લીધા હતા. જે અંતર્ગત યુગલોોના પ્રથમ ગ્રુપને મનાલી પ્રવાસે મોકલવામાં આવ્યા હતા.

તમામ યુગલોને સુરતમાં એક સાથે એકત્ર કરી મહેશભાઈ સવાણી દ્વારા પ્રવાસનું શિડ્યુલ અને આયોજનની સમજૂતી આપવામાં આવી હતી. ત્યાર બાદ તમાને ટ્રેન દ્વારા મનાલી પ્રવાસમાં રવાના કરવામાં આવ્યા હતા.

રેલ્વે સ્ટેશન પર તમામ કપલ પીળા રંગની ટીશર્ટ પહેરીને આવ્યા હતા. તમામ કપલના ચહેરા પર હનીમૂનની ખુશીનો આનંદ જોઈ શકાતો હતો. તમામે હસતા ચહેરે પોઝ આપ્યા હતા.