કારની ટક્કરે માતા-દીકરીનું મોત, પરિવારને સાહરો બનવા માંગતી દીકરીએ આંખો મીચી દીધી

જન્માષ્ટમીના પર્વની આગલી રાત્રે ગાંધીનગરમાં એક શોકિંગ અને દુ:ખદ ઘટના બની છે. પિતાના મોત બાદ યુપીએસસીની તૈયાર કરતી એક દીકરીનું કારની ટક્કર મોત નિપજ્યું છે. આ દુર્ઘટનામાં દીકરીની સાથે તેની માતાએ પણ જીવ ગુમાવ્યો છે. જ્યારે તેના ભાઈનો બચાવ થયો હતો. આ અકસ્માતથી એક પરિવાર વેરવિખેર થઈ ગયો છે.

પ્રાપ્ત વિગત મુદબ ગાંધીનગરનાં ચ-0 સર્કલથી 500 મીટર દૂર ધોળાકૂવાનાં કટ પાસે કિયા કંપનીના કારના ચાલકે એક્ટિવાને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે માતા-દીકરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે બનાવ સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત બાદ મોટી સંખ્યામાં વાહન એકઠાં છતાં એક ક્ષણે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

અકસ્માતમ અંગે ઇન્ફોસિટી પોલીસે જણાવ્યું હતું કે અમદાવાદના શાહીબાગ સ્થિત ગણપત સોસાયટી ખાતે રહેતા 47 વર્ષીય યોગીનીબેન મહેશભાઈ ત્રિવેદી અને તેમની 21 વર્ષીય દીકરી જૈમીની તથા પુત્ર રાહુલ સાથે એક્ટિવા લઈને સંબંધીના ઘરે ગાંધીનગર આવ્યા હતા. યોગિનીબેનનાં પતિનું અંદાજે એક વર્ષ પહેલાં અવસાન થઈ ચૂક્યું છે. જ્યાં કિયા કંપનીના કાર કાળ બનીને ત્રાટકી હતી.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે દીકરી જૈમિનિ ત્રિવેદી હાલ યુપીએસસીની પરીક્ષાની તૈયારીઓ કરતી હતી. જન્માષ્ટમીનો તહેવાર હોાથી તથા જૈમિનિના પરીક્ષાનું મટિરિયલ લેવાનું હોવાથી તે માતા અને ભાઈ સાથે ગાંધીનગર રહેતા ફોઇનાં ઘરે એક્ટિવા લઈને આવી હતી. જ્યાં રાત્રે તેઓ ત્રણેય એક્ટિવા લઈને પરત ફરતાં ત્યારે પૂર ઝડપે આવી કિયા કારે અડફેટે લીધા હતા. જેમાં દીકરી-માતાનું મોત થયું હતું, જ્યારે ભાઈનો બચાવ થયો હતો. કાર ચાલક એકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો.

ઉલ્લેખનીય છે કે જૈમિનીના પિતાનું એક વર્ષ પહેલાં નિધન થયું હતું. પિતાના મોત બાદ દીકરી જૈમિની યુપીએસસીની તૈયાર કરી પરિવારનું ટેકો બનવાના સપના જોતી હતી. ત્યારે કાળ બનીને ત્રાટકેલી કારે એક પરિવારના સપનાના છિન્નભિન્ન કરી નાખ્યા છે. પહેલાં પિતા અને હવે માતા અને બહેન ગુમાવ્યા બાદ રાહુલ નોંધારો બન્યો છે.