20 વર્ષ પહેલાં બન્યો હતો KBCનો પહેલો કરોડપતિ, જાણીતી એક્ટ્રેસ સાથે કર્યાં લગ્ન

પોપ્યુલર ગેમ રિઆલિટી શૉ કોન બનેગા કરોડ પતિની 13મી સિઝન શરૂ થઈ ગઈ છે. વર્ષ 2000માં શરૂ થયેલાં KBCના પહેલાં વિજેતા મુંબઈના હર્ષવર્ધન નવાથે હતાં. હર્ષવર્ધન મુજબ, જ્યારે તેમના હાથમાં ચેક આપવામાં આવ્યો ત્યારે તે રાતોરાત સેલેબ્રિટી બની ગયા હતાં. કોલેજમાં લેક્ચર માટે તેમને બોલાવવામાં આવતા હતાં. ઘમાં સમારોહમાં તેમને રિબીન કાપવા માટે બોલાવતા હતાં. રાજનીતિક રેલીઓમાં પણ તે સામેલ થતાં હતાં. પણ શું વિનર બન્યા પછી 20 વર્ષ બાદ પણ હર્ષવર્ધનની જિંદગી તેવી જ છે, જેવી પહેલાં હી. આવો જાણીએ KBCના પહેલાં કરોડપતિ નાવથે અત્યારે શું કરી રહ્યા છે અને કેવી છે તેમની લાઇફ.

રિપોર્ટ મુજબ, હર્ષવર્ધન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં(કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ડિપાર્ટમેન્ટમાં હેડ છે. તેમણે KBCની ચમકથી નીકળ્યા પછી કરિયર વિશે વિચારવાનું શરૂ કરી દીધું હતું. તે આ કંપનીમાં વર્ષ 2005થી જોડાયેલા છે.

જોકે, KBCમાં કરોડપતિ બન્યા પછી તેમણે સૌથી પહેલાં IL&FS કંપનીમાં નોકરી શરૂ કરી હતી. આ પછી તે નંદી ફાઉન્ડેશનમાં ડિરેક્ટર બન્યા અને પછી નંદી કોમ્યુનિટી વોટર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર પણ રહ્યા હતાં.

હર્ષવર્ધન નવાથેના લગ્ન વર્ષ 2007માં સારિકા નીલત્કર સાથે થયાં હતાં. સારિકા મરાઠી નાટકો, ટીવી અને ફિલ્મોમાં એક્ટિંગ કરે છે. નવાથેને બે બાળકો છે. મોટા દીકરાની ઉંમર 11 વર્ષ છે જ્યારે નાના દીકરાની ઉંમર 7 વર્ષ છે. નવાથેનો મોટો દીકરો અમિતાભ બચ્ચનને મળી ચૂક્યો છે.

હર્ષવર્ધન મુજબ, KBCમાં તેમને 1 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો. મેં બધા રૂપિયા સેવિંગ એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતાં. તેના પર ટેક્સ પણ લાગ્યો હતો. આ રીતે કુલ મારે 30 લાખ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડ્યો હતો.

હર્ષવર્ધને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સૌથી પહેલાં મે મારુતિ એસ્ટિમ વીએક્સ ખરીદી હતી. જે તે સમયે 6 લાખ રૂપિયાની હતી. આ પછી સ઼્ટડીમાં રૂપિયા ખર્ચ્યા હતાં. પહેલાં સિમબાયોસિસ પુણેમાં ફી આપી જ્યાં MBA કરવા ગયો હતો. પછી યૂકેમાં સ્ટડી કરવા ફી ભરી હતી.

KBCમાં કરોડપતિ બન્યા પછી હર્ષવર્ધનનું નામ બદલીને તેમને એક હોટેલમાં રાખવામાં આવ્યા હતાં. અહીં તે 10 દિવસ રહ્યા હતાં. હર્ષવર્ધને જણાવ્યું કે, ‘મને બિલકુલ રોકસ્ટાર જેવી ફિલિંગ આવતી હતી. 24 કલાક સિક્યુરિટી હતી. આ સમય ખૂબ જ બોરિંગ હતો. હું બહાર લોકો સાથે સેલિબ્રેટ કરવા માગતો હતો. પણ તે હોટેલમાં બંધ હતાં.

હર્ષવર્ધન મુજબ, તે 10 દિવસ સુધી મારું તરુણ પ્રભાકર નામ હતું. આમ તો તરુણ પ્રભાકર KBCના સિદ્ધાર્થ બસુના સહયોગીનું નામ હતું. હર્ષવર્ધનના કરોડપતિ બનનારા એપિસોડના શૂટિંગનું પહેલાંથી પૂરું થઈ ગયું હતું અને તેનો ખુલાસો ટેલિકાસ્ટ પહેલાં ના થઈ જાય એટલે આયોજકોએ આ આશંકાને લીધે મને હોટેલમાં બંધ રાખ્યો હતો.

નવાથેને પોલિટિક્સ ફિલ્ડ પસંદ છે. હર્ષવર્ધન મુજબ, રાજનીતિમાં જતાં પહેલાં સમજવું જરૂરી છે. વર્ષ 1992ની વાત છે. જ્યારે મુંબઈની સ્કૂલમાં થતી ચૂંટણી પર બેન લગાવવામાં આવ્યું હતું. પણ મારા ફ્રેન્ડ છે, જે રાજનીતિમાં છે તેમની સાથે હંમેશા રહ્યો છું. આ એક ગંભીર વિષય છે. તે હસીને કહે છે કે, હું રાજનીતિમાં જરૂર આવીશ.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2000થી KBCના પહેલાં સીઝન પછી બીજીવાર વર્ષ 2005માં શરૂ થયો. જે વર્ષ 2007 સુધી કન્ટીન્યૂ રહ્યો. પછી બે વર્ષના ગેપ પછી વર્ષ 2010માં શરૂ થયો અને વર્ષ 2014 સુધી ચાલ્યો. આ પછી મેકર્સે વર્ષ 2017માં તેની નવી સિઝન શરૂ કરી જે રેગ્યુલર ચાલી રહી છે.