નટુકાકાના અંતિમ સંસ્કારમાં ઉમટી પડ્યા સેલેબ્સ, ભારે હૈયે આપી વિદાઈ

મુંબઈ: ‘તારક મહેતા’માં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા ઘનશ્યામ નાયકનું ત્રીજી ઓક્ટોબરના રોજ 77 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. નટુકાકાના અંતિમસંસ્કાર આજે, એટલે કે ચોથી ઓક્ટોબરના રોજ સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નટુકાકાની કેન્સરની સારવાર સૂચક હોસ્પિટલમાં ચાલતી હતી. તેમને અહીં જ એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્રીજી ઓક્ટોબરના રોજ સાંજે સાડાપાંચ વાગે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

ઘનશ્યામ નાયકનું અવસાન થતાં તેમની લાડલી દીકરી ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી. સ્મશાનમાં નટુકાકાના અંતિમ સંસ્કાર કરાતાં જ લાડલી દીકરી ભાગી પડી હતી અને બધાંની સામે જ રડી પડી હતી , ત્યારે આ ભાવુક દ્રશ્ય જોનારાઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ સમયે પાક્કા મિત્ર બાઘાએ નટુકાકાની દીકરી સંભાળી હતી.

ભવ્ય ગાંધી (જૂનો ટપુડો), સમય શાહ (ગોગી) તથા સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી નટુકાકાના ઘરે ગયા હતા. અંતિમ સંસ્કાર કાંદિવલીના દહાનુકર વાડીમાં કરવામાં આવ્યા હતા. અહીંયા જેઠાલાલ (દિલીપ જોષી), અસિત મોદી, બાઘા (તન્મય વેકરિયા), બબિતા (મુનમુન દત્તા), ચંપકચાચા (અમિત ભટ્ટ) જોવા મળ્યા હતા.

નટુકાકાની અંતિમ યાત્રા સવારે તેમના મલાડ સ્થિત ઘરેથી નીકળી હતી ત્યાર બાદ કાંદિવલીના દહાનુકર વાડીમાં ઈલેક્ટ્રિક સ્માશનમાં અંતિમ સંસ્કારમાં કરવામાં આવશે. નટુકાકના અવસાનથી પરિવારજો પણ રડી પડ્યા હતાં. આ ઉપરાંત નટુકાકાના અવસારનથી બાગાને મોટો આઘાત લાગ્યો હતો અને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો હતો.

વિકાસ નાયકની સો.મીડિયા પોસ્ટ પ્રમાણે, ગયા સપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઓક્ટોબર મહિના સુધી નટુકાકાની કેન્સરની સારવાર ચાલી હતી. આ સારવારના છ મહિના બાદ નટુકાકાનો પેટ સ્કેન કરાવવામાં આવ્યો હતો.

આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પોટ જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ફેફસાંમાં પણ એક-બે નવા શંકાસ્પદ સ્પોટ દેખાયા હતા. આ કેન્સરના જ સ્પોટ હોવાનું પછીથી નિદાન થયું હતું અને એ માટે કિમોથેરપી ફરી એકવાર કરવી પડશે, એમ ડૉક્ટર્સે જણાવ્યું હતું.

ઘનશ્યામ નાયકની ઉંમર 76 વર્ષની હોવાથી કિમો માટે દર વખતે નસ પકડવી સહેલી નહોતી, આથી જ ડૉક્ટર્સે તેમના શરીરમાં કેમો પાર્ટ બેસાડવાનું સૂચન કર્યું હતું.

આના માટે ઘનશ્યામ નાયકે નાનકડી સર્જરી પણ કરાવી હતી. કેમો પાર્ટ એટલે એક નાની ડબ્બી શરીરમાં ફિટ કરવામાં આવે છે અને કિમોથેરપીના ઈન્જેક્શન આપી શકાય છે.

ઘનશ્યામ નાયકે થોડાં મહિના પહેલાં ગુજરાતની નેચરલ ફર્ટિલાઇઝર કંપનીની જાહેરાતમાં કામ કર્યું હતું. આ જાહેરાત ઘનશ્યામ નાયકની છેલ્લી જાહેરાત હતી. નટુકાકાએ છેલ્લીવાર કેમેરા સામે એક્ટિંગ કરી હતી.