ગુજરાતની અભિનેત્રી રશ્મિએ ગુલાબી રંગની બિકીની પહેરી સ્વિમિંગ પૂલમાં કરાવ્યું સેક્સી ફોટોશૂટ

કોરોનાનો કહેર ચાલુ છે. જોકે આમ છતાં લોકો હવે પોત-પોતાના ધંધા-નોકરી પર પાછા ફર્યા છે. બોલિવૂડમાં પણ ધીમે ધીમે ફિલ્મોના શૂટિંગ શરૂ થઈ ગયા છે. એટલું જ નહીં સેલેબ્સ ફ્રેન્ડ્સ સાથે પાર્ટી અને ડિનર ડેટ એન્જોય કરતાં જોવા મળી રહ્યા છે. કેટલાક સેબેલ્સ ફોટોશૂટમાં વ્યસ્ત છે. હાલમાં જ ટીવી શો નાગિન-4માં નાગિનનો રોલ કરનાર ગુજરાતી અભિનેત્રી રશ્મિ દેસાઈનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. રશ્મિએ ગુલાબી રંગની બિકીની પહેરી સ્વિમિંગ પૂલમાં સેક્સી ફોટોશૂટ કરાવ્યું હતું. રિપોટ્સ મુજબ રશ્મિ પહેલીવાર બિકીની પહેરીને જોવા મળી છે.

રશ્મિ ફોટોશૂટ દરમિયાન કાતિલ અંદાજમાં જોવા મળી હતી. તેની તસવીરો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહી છે. એટલું જ નહીં ફેન્સ તેના ફોટોઝ પર લાઈક અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કેટલાકને ફોટો પસંદ આવ્યા હતા, જ્યારે કેટલાક લોકોએ અશ્લિલ કમેન્ટ્સ કરી હતી.

ફોટોશૂટમાં રશ્મિ સ્વિમિંગ પૂલમાં બિકીની સાથે ખુલ્લા અને ભીના વાળમાં જોવા મળી હતી. એક યુઝરે પૂછ્યું હતું- કે શું પહેલીવાર બિકીની પહેરી છે. એક અન્ય યુઝરે કહ્યું હતું- આ ખૂબસૂરત એક્ટ્રેસ છે, પણ બિકીનીમાં નહીં.

એક યુઝરે રશ્મિના ફોટો પર કમેન્ટ્સ કરી હતી કે- જે લોકોને કોઈ કામ નથી મળતું એટલે તેઓ હોટો ફોટોશૂટ કરાવે છે, જેથી પ્રોડ્યુસર અને ડિરેક્ટરની નજર તેના પર પડે.

નોંધનીય છે કે ગુજરાતી અભિનત્રી રશ્મિ દેસાઈએ સૌ પહેલાં ટીવી સીરિયલ ‘રામાયણ’માં મંદોદરીનું પાત્ર ભજવ્યું હતું. તેને 2009માં શરૂ થયેલા ટીવી શો ‘ઉતરન’થી ઓળખ મળી હતી. ત્યાર પછી રશ્મિએ પાછું વાળીને નહોતું જોયું અને આજની તારીખમાં ટીવી ઈન્ડસ્ટ્રિઝની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંથી એક છે.

રશ્મિ દેસાઈએ ફેબ્રુઆરી 2012માં કો-સ્ટાર નંદીશ સંઘૂ સાથે ધૌલપુરમાં લગ્ન કર્યા હતા. બંને ટીવી શો ‘ઉતરન’ના સેટ પર જ મળ્યા હતા અને સંબંધ આગળ વધ્યો હતો. જોકે બે વર્ષ પછી બંને વચ્ચે મતભેદ વધવા લાગ્યા હતા અને બંને અલગ થઈ ગયા હતા. લગ્નના 4 વર્ષ પછી ડિવોર્સ લઈ લીધા હતા.

રશ્મિ દેસાઈએ તેની કરિયરમાં ‘પરી હૂં મેં’, ‘મીત મિલા દે’, ‘શ્શ્શ…ફીર કોઈ હૈ’, ‘કૉમેડી સર્કસ’, મહાસંગ્રામ’, ‘જરા નચકે દીખા’, ‘ક્રાઈમ પેટ્રોલ’, ‘બિગ મની’, ‘કિચન ચેમ્પિયન સિઝન 2’, ‘કૉમેડી કા મહામુકાબલ’ અને ‘બિગ બોસ સિઝન 13’માં પણ નજર આવી ચૂકી છે.

હાલ રશ્મિ પાસે કોઈ પણ શોની ઓફર નથી. હાલમાં તે સોશ્યલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે અને ફ્રેન્સ સાથે પોતાની દરેક નાની-મોટી વાત શેર કરતી જોવા મળી રહી છે.