બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ફિલ્મી ગીત લખ્યા, કોઇએ કહ્યું- ‘હું ગરીબ છું’

ઉત્તર પ્રદેશમાં બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીની મુલ્યાંકન પ્રક્રિયા 2 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી છે. કોરોના વાયરસના ભયના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક દિવસ થયેલા મુલ્યાંકનમાં હાઇસ્કૂલના વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં અનોખા જવાબ મળી રહ્યાં છે. એક વિદ્યાર્થીએ પ્રશ્નના જવાબમાં ફિલ્મી ગીત જ લખી નાખ્યું. તો કોઇએ તો દર્દ ભરેલા ગીત પણ લખ્યા. એક વિદ્યાર્થિનીએ તો વિનંતી કરી કે પ્લીઝ પાસ કરી દેજો, નહીં તો જીવી નહીં શકું.

ઉત્તરપ્રદેશ પરીક્ષાની ઉત્તરવહીનું મુલ્યાંકન શરૂ થયા બાદ રોકી દેવામાં આવ્યું. પ્રથમ દિવસે થયેલા મુલ્યાંકનમાં વિદ્યાર્થી દ્વારા લખવામાં આવેલા ઉત્તરો જોઇ નિરિક્ષકો પણ ચોંકી ગયા હતા. હાઇસ્કૂલના હિન્દીના પેપરમાં વિદ્યાર્થીઓએ અજીબોગરીબ ઉત્તર લખ્યા છે.

કોઇએ ફિલ્મી ગીત લખ્યા તો કોઇએ પોતે ગરીબ હોવાનું કહી પાસ કરવાની અપીલ કરી. ઉત્તર પુસ્તિકાઓમાં એક વિદ્યાર્થીએ ઉત્તરવહી ચેક કરતાં ટીચર્સને વિનંતી કરી કે તે ખુબ જ ગરીબ છે. જો તે પાસ નહીં થાય તો ફરી ભણી શકશે નહીં આથી તેને પાસ કરી દેવામાં આવે.

એક વિદ્યાર્થીએ તુલસીદાસના દોહા પુરથી નિકસી રઘુવીર વધુના ભાવાર્થમાં લખ્યું છે કે ”તેરે જાને કા ગામ ઔર ન આને કા ગમ, ઔર ફીર જમાને કા ગમ, ઇસ બાર તુમ્હી આના, ઇરાદે ફીર સે ન જાને કા લાના” વિદ્યાર્થી દ્વારા આવા ઉત્તર જોઇ ઉત્તરવહી ચેક કરતાં નિરિક્ષકો પણ હેરાન છે.

ઉત્તરવહી ચેક કરતાં નિરિક્ષકને હાઇસ્કૂલના હિન્દીની ઉત્તરવહીમાં ફિલ્મી ગીત લખેલા જોવા મળ્યા. રસખાનના એક દોહાના ભાવરાર્થમાં લખવામાં આવ્યું કે ”મેં તેરે ઇશ્ક મેં મર ન જાઉં કહીં તૂ મુજે આજમાને કી કોશીશ ન કર, ખુબશુરત હેં તૂ તો મેં ભી હંસી મુજસે નજરે ચુરાને કી કોશીશ ન કર”