આ ડોક્ટરે કોરોનવાઈરસના દર્દીઓ માટે જે કર્યું, તમારી છાતી ગજગજ ફૂલ્યાં વગર નહીં રહે

કેરળઃ એક યુવતી માટે તેનું લગ્ન જીવનની સૌથી સુંદર પળ હોય છે. તે લગ્નના અનેક સપના જોતી હોય છે. આવી જ રીતે 29 માર્ચે કેરળની એક ડોક્ટર માટે તેના જીવનનો યાદગાર દિવસ થવાનો હતો, આ દિવસે તેના લગ્ન દુબઇના એક બિઝનેસમેન સાથે થવાના હતા પરંતુ કોરોના વિરુદ્ધ યુદ્ધને કારણે મહિલા ડોક્ટરને લગ્નના કપડાની જગ્યાએ પ્રોટેક્ટિવ સૂટ અને માસ્કને પહેરવાનું જરૂરી લાગ્યું.

21 વર્ષીય શિફા એ મોહમ્મદ, જે એક હાઉસ સર્જન છે, હાલ આઇસોલેશન વોર્ડમાં દર્દીઓની સારવાર કરે છે. 29 માર્ચે તેના લગ્નના દિવસે તે કન્નુરમાં પેરિયારમ મેડિકલ કોલેજની હોસ્પિટલમાં દર્દીઓની સારવાર આપતી હતી.

શિફાએ પોતાના થનારા પતિ અને પરિવારને કહ્યું હતું કે લગ્ન રાહ જોઇ શકે છે પરંતુ તડપડતા દર્દી નહીં. શિફાના સાસરિયાવાળા પણ તેના નિર્ણયથી રાજી થઇ ગયા અને લગ્નને આગળ વધારવાનો નિર્ણય લીધો.

શિફાના પિતા એનસીપી નેતા મુક્કમ મહમ્મદ કહે છે કે દરેક યુવતી માટે લગ્નનો દિવસ સૌથી ખાસ હોય છે પરંતુ મારી દીકરીએ સામાજીક અને પ્રોફેશનલ ડ્યુટી માટે પર્સનલ જરૂરિયાતોને એક તરફ રાખી દીધી.

મોહમ્મદનું કહેવું છે કે જ્યારે અમે થનારા પતિ અનસ મોહમ્મદને આ વાત કરી તો તે પણ સરળતાથી માની ગયા. તેઓ કહે છે કે હું એક સામાજિક કાર્યકર્તા છું અને મારી પત્ની એક શિક્ષક છે. મારી દીકરીએ સામાજિક ભાવનાને ઉપર રાખી છે.

શિફાના મોટા ભાઇ પણ ડોક્ટર છે. તેઓ હાલ કોઝિકોડમાં તહેનાત છે. પોતાના નિર્ણય અંગે શિફાનું કહેવું છે કે આ સરળ નહોતું પરંતુ મેં કોઇ મહાન કામ કર્યું નથી. માત્ર મારી ડ્યુટી કરી છે.

તેણે કહ્યું હતું કે મારા જેવા અનેક લોકો છે જેમણે પોતાના લગ્નને પાછળ ઠેલ્યા છે. હું પણ તેનામાંથી એક છું. એ સાચુ કે જે દિવસે મારા લગ્ન હતાં, એ દિવસે મેં લગ્નના કપડાં પહેરવાની જગ્યાએ સ્પેશિયલ પ્રોટેક્શન શૂટ પહેરી દર્દીઓની દેખભાળ કરી. પરંતુ મને આવું કરવું ગમ્યું હતું.

આ પહેલા આવું જ ચીનના ઝેંજિયાંગ પ્રાંતમાં થયું હતું. અહીં નર્સ ચેન યિંગે આ મહામારી સામેની લડાઇમાં એ સાબિત કર્યું કે દેશ માટે પ્રેમ પણ રાહ જોઇ શકે છે. 24 વર્ષીય ચેને 20 માર્ચે પોતાના ફિયાંસે હુઆંગ સાથે વગર કોઇ બેન્ડ બાજાએ લગ્ન કર્યા હતાં. પહેલા બંનેના લગ્ન 4 ફેબ્રુઆરીએ થવાના હતા. પરંતુ એ સમયે ચીન મહામારીમાં ફસાયેલું હતું. ચેન અન્ય નર્સની જેમ પોતાના જીવના જોખમે કોરોના સામે લોકોની રક્ષા કરી રહી હતી. આથી બંનેએ લગ્ન ટાળવાનો નિર્ણય લીધો હતો.