ડિવોર્સ બાદ પણ રીતિક રોશને પૂર્વ મુસ્લિમ પત્ની સુઝાન સાથે કરી ભોળેનાથની પૂજા, સાથે હતો પરિવાર

મુંબઈઃ મહાશિવરાત્રીના દિવસે રીતિક રોશન પરિવાર સાથે પનવેલમાં આવેલા પોતાના જૂના શિવ મંદિરમાં પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા. રીતિકની સાથે પપ્પા રાકેશ રોશન, મમ્મી પિંકી રોશન, બહેન સુનૈના રોશન, એક્સ પત્ની સુઝૈન ખાન અને બંને દીકરાઓ તથા દાદી ઈરા હતા. આ દરમિયાન તમામે ભોળાનાથને જળ અને ફૂલ ચઢાવ્યું અને આરતી પણ કરી હતી. શિવ મંદિર પહોંચેલી રોશન ફેમિલીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ફોટો જોઇને લોકો વિવિધ કમેન્ટ્સ કરી રહ્યાં છે.

રીતિકે એક્સ પત્ની સુઝાન ખાનની સાથે શિવ મંદિરમાં પૂજા કરી, બંને સાથે હોય એવી તસવીરો જોઇ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. એક યૂઝરે કમેન્ટ કરી હતી કે જો દરેક જગ્યાએ સાથે જ રહેવું હતું તો પછી છૂટાછેડા કેમ લીધા. અન્ય એક યુઝરે સવાલ કર્યો હતો કે રોશન પરિવારની સાથે કેમ સુઝાન હોય છે.

તો વળી એક યુઝરે એવી કમેન્ટ કરી હતી કે આ તે કેવા ડિવોર્સ છે ભાઇ. મોટાભાગના યુઝર્સે કહ્યું હતું કે આ પ્રથમ કપલ હશે, જે ડિવોર્સ બાદ વધુ સાથે જોવા મળે છે. તો એક યૂઝરે લખ્યું હતું કે ડિવોર્સ લઇને પૈસા પણ લઇ ગઇ અને હજુ સુધી સાથ છોડ્યો પણ નહીં.

ભગવાન શિવની આરતી કરતી વખતે રીતિકથી એક ભૂલ થઇ ગઇ. તેણે એક પગમાં મોજા પહેર્યા હતા અને એકમાં નહીં, આ તસવીર જોઇ યુઝર્સે સવાલ કર્યો હતો કે એક મોજું ક્યાં છે. એક યૂઝર્સે લખ્યું હતું કે રીતિકે આ કેવી રીતે મોજા પહેર્યા છે.

યૂઝર્સ એવી પણ કમેન્ટ કરી રહ્યાં છે કે રીતિકનું વજન કેમ ઘટી ગયું?

પૌત્રને વ્હાલ કરતી દાદી પિંકી રોશન.

પિતા રાકેશ રોશન સાથે પૂજા કરતી સુનૈના રોશન

ભગવાન શિવને જળ ચઢાવતી રીતિક રોશનની એક્સ પત્ની સુઝાન ખાન.

ભોળાનાથને હાર પહેરાવી રહેલો રીતિક રોશન

રીતિક રોશને ભગવાન શિવની આરતી પણ કરી હતી.

બંને પૌત્ર સાથે ભોળાનાથને જળ ચઢાવી રહેલા દાદા રાકેશ રોશન.

પુત્ર રીતિક અને બંને પૌત્રની સાથે પૂજા કરી રહેલા રાકેશ રોશન.