આ બોલિવૂડ એક્ટ્રેસે પ્રેમીને કહ્યો દગાબાજ ને લગાવ્યા એવા ગંભીર આરોપો કે…

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સના ખાન હાલ પોતાના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપને કારણે ભારે ચર્ચામાં છે. હવે બોયફ્રેન્ડ અને કોરિયોગ્રાફર મેલવિન લૂઇસ પર સના ખાને એવા ગંભીર આરોપ લગાવ્યા, જે સાંભળી ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે. સનાએ પોતાના પૂર્વ પ્રેમીની એક એવી હકિકત લોકોને જણાવી કે જેને કારણે તમામ તેને નફરત કરવા લાગશે.

સના ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક લાંબી પોસ્ટ લખી છે, જેમાં તેણે મેલવિન લૂઇસ પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતાં. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે મેલવિન લૂઇસના એક વિદ્યાર્થિની સાથે સંબંધ હતાં, જેની સાથે તે ફ્લર્ટ કરતો હતો. આટલું જ નહીં, સનાએ બ્રેકઅપનું દર્દ પણ જાહેર કર્યું અને એક સવાલ પૂછ્યો હતો કે કેમ યુવકો જ દગો આપે છે. ઈન્સ્ટા સ્ટોરીમાં તેણે છેલ્લે એમ પણ કહ્યું હતું કે તે પોતાની ભાવનાઓને રોકી શકી નહીં અને તે માટે દિલગીરી વ્યક્ત કરે છે. આ આંસુઓ તેના માટે નથી પરંતુ આ અપમાન માટે છે, જેમાંથી તે પસાર થઇ, એવી યુવતી વિશે વિચારી વધુ ખરાબ લાગી રહ્યું છે.

સનાએ ખુલાસો કર્યો કે મેલવિને એક યંગ યુવતી સાથે શારીરિક સંબંધ બનાવી તેને પ્રેગ્નન્ટ કરી દીધી હતી. આ વાતથી તેનું કાળજું ચીરાઈ ગયું હતું. જ્યારે તેને જાણ થઈ કે તેણે એક યુવતીને ગર્ભવતી કરી દીધી છે, યુવતીઓ પાસેથી પૈસા પડાવવા, વિદ્યાર્થિનીઓની છેડતી કરવી એક ટીચર માટે કેટલું યોગ્ય કહેવાય, તેનાથી તે ડરી ગઇ અને આવા લોકો સાથે તે ક્યારેય રિલેશનમાં રહી શકે નહીં.

વધુમાં સનાએ કહ્યું હતું કે કેવી રીતે તેના પેરેન્ટ્સ તેની પર ગર્વ કરશે, કેરેક્ટરલેસ લોકો, લગભગ આ કારણે જ તમામ જગ્યાોઓએ સંઘર્ષ કરતાં રહે છે. અલ્લાહ તમને બધાને પાઠ ભણાવશે. ઉલ્લેખનીય છે કે સનાએ બ્રેકઅપના સમાચારને સાચા ઠેરવીને કહ્યું હતું કે મેલવિને તેને અનેક વખત દગો આપ્યો હતો. થોડા સમય પહેલાં સના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાઇવ થઇ હતી અને કહ્યું હતું કે કેવી રીતે મેલવિન તેના પર પ્રતિબંધ લગાવતો હતો અને દગો આપતો હતો.

એ સમયે સનાએ સ્વીકાર પણ કર્યો હતો કે મેલવિનના અનેક યુવતી સાથે સંબંધ રહી ચૂક્યા છે. પોતાના ખરાબ રિલેશનશિપની વાત કરતા લાઇવ વીડિયોમાં જ સના ખૂબ જ ભાવુક થઇ ગઇ હતી, તે એટલી ભાવુક થઇ કે વીડિયો અધવચ્ચે જ અટકાવી દેવો પડ્યો હતો.

12 ફેબ્રુઆરીએ સનાએ પોસ્ટ કરીને મેલવિન સાથેના બ્રેકઅપની જાણકારી આપી હતી. આ પોસ્ટમાં સનાએ લખ્યું હતું કે તે એક ખોટો અને દગાબાજ વ્યક્તિ છે, આ બધું તેના માટે સામાન્ય બાબત છે. તે ફેમ અને પબ્લિકસિટી મેળવવા કાંઇ પણ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે સના અને મેલવિન વર્ષ 2018માં મળ્યા હતા અને ગત વર્ષે વેલેન્ટાઇન ડેના દિવસે એકબીજાના રિલેશનશિપનો સ્વીકાર કર્યો હતો, પરંતુ હવે બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે, હવે સના દ્વારા બોયફ્રેન્ડ પર લગાવવામાં આવેલા તમામ આરોપ સાચા છે કે ખોટા એ તો એ બંને જ જાણે છે. મેલવિને હજી સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.