આ IAS અધિકારીની સ્ટોરી વાંચીને કરશો સલામ, જ્યાં પણ જાય બની જાય છે લોકોના હીરો

નવી દિલ્લી: દેશમાં મોટાભાગના અધિકારીઓ અને નેતા લાંચ લેવામાં પોતાના પદને ભૂલી જાય છે. પરંતુ કેટલાક એવા પણ અધિકારીઓ હોય છે જે પૂરી ઈમાનદારીથી પોતાનું કામ કરે છે. જેમના કારણે લોકોનો સિસ્ટમ પર વિશ્વાસ કાયમ રહે છે. આજે અમને તમને એવા જ એક ઈમાનરદાર અધિકારીની કહાની સંભળાવી રહ્યા છે. જેણે નિયમ તોડનારા પોતાના બૉડીગાર્ડ પાસેથી પણ દંડ વસૂલ કર્યો હતો. IASની સક્સેસ સ્ટોરીઝમાં રજૂ કરીએ છે અધિકારી સૌરભ જોરવાલના સંઘર્ષની કહાની.

2014ની બેચના IAS અધિકારી સૌરભ જોરવાલ જણાવે છે કે એક પુસ્તકની વાર્તા વાંચ્યા બાદ તેમને લાગ્યું કે દેશમાં વધુ ફેરફાર નથી થયો. જ્યારે તે એસડીએના હોદ્દા પર બિહારના પૂર્ણિયામા નિયુક્ત થયા તો તેમને 50 વર્ષ પહેલા લખેલી વાર્તા અને આજના સમયમાં સમાનતા જ દેખાઈ. જેથી તેમણે દેશની સેવા કરવા માટે સિવિલ સર્વિસિસ પર પસંદગી ઉતારી. 2014માં અધિકારી બની તેમણે દેશની સ્થિતિ બદલવાના સમ ખાધા હતા.

જયપુરમાં ઉછરેલા સૌરભે IIT દિલ્લીથી એન્જિનિયરિંગ કર્યું છે. પૂર્ણિયામાં નિયુક્ત થયા બાદ તેમણે ત્યાંની સ્થિતિને બદલવાનું નક્કી કર્યું. બસ તેમની પાસે અનુભવ નહોતો. જ્યારે જરૂર પડે ત્યારે સૌરભ જૂની અધિકારીઓની મદદ લેતા અને તેણે આપેલા સૂચનોનો અમલ પણ કરતા.

જ્યારે તેઓ લોક સેવા આયોગની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેણે ફર્ણીશ્વર નાથ રેણુની વાર્તા મૈલા આંચલ વાંચી હતી. નસીબ પણ જાણે એમ જ ઈચ્છતું હતું કે આ અધિકારી આ ક્ષેત્રની દશા અને દિશા બદલે. એ સમયના પરિવેશમાં લખવામાં આવેલી એ કહાની અને આટલા દાયકાઓ બાદ પણ આજના પરિવેશમાં કોઈ વિશેષ અંતર ન જણાતા આ અધિકારીએ સ્થિતિ બદલવાની પ્રતિજ્ઞા લીધી અને તેમાં સફળતા પણ મેળવી.

પૂર્ણિયા બાદ સૌરભનું પોસ્ટિંગ બિહારના સહરસામાં થયું. અહીં દબાણની સમસ્યા એટલી હતી કે છેલ્લા 33 વર્ષોથી તેનાથી છૂટકારો નહોતો મળી રહ્યો. શાક માર્કેટમાં સાઈકલ રાખવાની પણ જગ્યા નહોતી. લોકોએ જામ થતો હોવાની વાત સ્વીકારી પરંતુ તેઓ પોતાની દુકાન માટે જગ્યા પણ ઈચ્છા હતા. સૌરભે ડી.એમ. અને સ્થાનિક તંત્રની મદદથી ત્યા સુપર માર્કેટ બનાવડાવ્યું અને દુકાનદાર ખુશી-ખુશી ત્યાં શિફ્ટ થઈ ગયા. સ્થાનિક લોકોનું માનીએ તો સૌરભે સહરસાની તસવીર બદલી નાખી. ડી.બી. રોડ, થાના ચોક, શંકર માર્કેટમાંથી દબાણ હટાવી નાખ્યું 33 વર્ષ બાદ કોઈ હંગામા વિના દબાણ હટી જતા સ્થાનિકો ખૂબ જ ખુશ હતા અને સૌરભના વખાણ કરી રહ્યા હતા.


સૌરભ જોરવાલ આ વિસ્તારમાં શિક્ષાના ક્ષેત્રમાં પણ કામ કરવી માંગે છે. તેમના પ્રમાણે વિસ્તારમાં શિક્ષા ક્ષેત્રે વિકાસની ખૂબ જ સંભાવનાઓ છે. પરંતુ તેમની બદલી થઈ ગઈ. જે સહરસાના લોકો માટે કોઈ ઝટકાથી કમ નહોતું. તેમને લાગતું હતું કે માફિયાઓએ તેમની બદલી કરાવી છે. આ અધિકારીના જવાની ખબર સાંભળીને આખું શહેર ઉદાસ થઈ ગયું અને રડી પડ્યું. લોકો કહેતા હતા કે જો તેઓ એક વર્ષ વધુ રહ્યા હોત તો શેહરની સકલ બદલાઈ જાત. સોશિયલ મીડિયા પર તેમની બદલી રોકવા માટે ખાસ કેમ્પેઈન પણ ચલાવવામાં આવ્યા હતા.

તેઓ કહે છે કે અધિકારી અને સામાન્ય લોકો વચ્ચે જે અંતર છે તેનું ઓછું કરવાની જરૂર છે. સૌરભ નાણાંકીય વ્યવસ્થા, પાણીનો નિકાર, રાશનની વ્યવસ્થા માટે ખાસ ટેક્નિકનો ઉપયોગ કરવા માટે IITની પણ મદદ લે છે. કહેવામાં આવી છે કે જો અધિકારીઓ તેમના અધિકારોને બરાબર સમજનો તો તેમને હકીકત બનાવવામાં પરેશાની નથી થતી. એક તટસ્થ અને કર્મઠ અધિકારી શહેર અને ત્યાંના લોકોના જીવનની તસવીર બદલી શકે છે.