મોતના કેટલાક મહિના પહેલા જ થયું હતું સલમાન ખાનના ભત્રીજાનું બ્રેકઅપ

મુંબઈ: સલમાન ખાનના ભત્રીજા અબ્દુલ્લા ખાનનું કેટલા દિવસો પહેલા જ નિધન થઈ ગયું. તેમનું મોત લિવરમાં ચેપ લાગી જતા થયું. ભત્રીજાના નિધનથી સલમાનને ખૂબ જ દુઃખ થયું હતું. અબ્દુલ્લા સલમાન ખાનની ખૂબ જ નજીક હતા. અબ્દુલ્લાના મોત બાદ તેની લવ સ્ટોરી સામે આવી છે. જણાવી દઈએ કે 5 મહિના પહેલા પણ અબ્દુલ્લાને અકસ્માત થયો હતો, જેમાં તે માંડ માંડ બચ્યા હતા.

અબ્દુલ્લા 2005માં મિસ ઈન્ડિયા યુનિવર્સ રહેલી અમૃતા થાપર સાથે રિલેશનશિપમાં હતા. બંનેની રિલેશનશિપ 3 વર્ષ સુધી ચાલી હતી. જો કે, બંનેની લવ સ્ટોરીનો અંત સારો નહોતો રહ્યો.

સ્પૉટબૉયના એક રિપોર્ટ અનુસાર અબ્દુલ્લાહની મોતના થોડા સમય પહેલા જ બંનેનું બ્રેકઅપ થયું હતું. બ્રેકઅપનું કારણ હતું અમૃતાના માતા-પિતા.

અમૃતાના માતા-પિતા બંનેના રિલેશનશિપથી ખુશ નહોતા. અમૃતા અને અબ્દુલ્લા તેમને દુઃખી નહોતા કરવા માંગતા. એટલે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો.

અમૃતા, અબ્દુલ્લાને ખૂબ જ પ્રેમ કરતી હતી. એક વાર અબ્દુલ્લાને મુંબઈ જતા સમયે અકસ્માત થયો હતો. એ સમયે અમૃતાએ તેનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું.

જણાવી દઈએ કે અબ્દુલ્લા અને અમૃતા બિઝનેસ પાર્ટનર્સ હતા. સલમાન ખાને સ્પોન્સર કરેલી બ્રાન્ડ રિયલ સ્ટ્રોન્ગ પણ તેમની જ હતી. આ બ્રાન્ડ સેનાના જવાનો માટે કામ કરે છે.

જણાવી દઈએ કે અબ્દુલ્લા સલમાન ખાનની એટલી નજીક હતા કે તેમનો એક ફોન આવતા જ પોતાનું બધું કામ છોડીને દોડી જતા હતા.જ્યા સલમાન પોકાની ફિલ્મોમાં વ્યસ્ત રહેતા હતા, ત્યારે ભાગદોડ વાળી લાઈફમાં ભત્રીજાનો સાથ મેળવીને તેઓ અલગ દુનિયામાં પહોંચી જતા હતા.