હિમેશ રેશમિયા થયો એટલો ભાવુક કે વિશાલે સાંત્વના આપી ત્યારે થયો શાંત

મુંબઈઃ સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ સિઝન 11’ની ગ્રાન્ડ ફિનાલે 23 ફેબ્રુઆરી યોજાઈ હતી. ફિનાલેમાં ટોપ પાંચ સ્પર્ધકો તથા ત્રણેય જજ નેહા કક્કર, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાનીએ પર્ફોર્મન્સ આપ્યું હતું. ટોપ પાંચ સ્પર્ધકોના પર્ફોર્મન્સ જોઈને ત્રણેય જજીસ ઈમોશનલ થઈ ગયા હતાં. આટલું જ નહીં નેહા કક્રડ અને હિમેશ રેશમિયા તો પોતાના આંસું રોકી ના શક્યા. સાથે જ તમામ સ્પર્ધકના દિલ ખોલીને વખાણ પણ કર્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે આ વખતે ‘ઇન્ડિયન આઇડલ’ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. આ પાછળ કોઇ સ્પર્ધક નહીં પરંતુ શોની જજ નેહા કક્કર અને હોસ્ટ આદિત્ય નારાયણ છે.

રિયાલિટી શોમાં ટીઆરપી લાવવા માટે નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નના સીન ક્રિએટ કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન બંનેના ફેમિલી મેમ્બર્સને પણ બોલાવવામાં આવ્યા હતાં.

‘ઇન્ડિયન આઇડલ’ની ગ્રાન્ડ ફિનાલે 23 ફેબ્રુઆરી એટલે કે રવિવારે 8 વાગે ટેલિકાસ્ટ થઈ હતી.

ફિનાલેમાં આયુષ્માન ખુરાના પોતાની ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ના પ્રમોશન માટે આવ્યો હતો.

‘ઇન્ડિયન આઇડલ’ની સિઝન 11માં રિધમ કલ્યાણ, અનકોના મુખર્જી, રોહીત શ્યામ રાઉત, અદરીઝ ઘોષ, ઋષભ ચતુર્વેદી, સ્તુતિ તિવારી, અજમત હુસૈન, ચેતના ભાદ્વાજ, કેવલ્ય કેજકર, શુભદીપ દાસ, નિધિ કુમારી, ચેલ્સી બેહુરા અને પલ્લવ સિંહ જેવા સ્પર્ધન સામેલ થયા હતા.

‘ઇન્ડિયન આઇડલ’માં સ્પર્ધકનું પર્ફોર્મન્સ જોઇ નેહા કક્કર રડવા લાગી હતી.

‘ઇન્ડિયન આઇડલ’માં સ્પર્ધકનું પર્ફોર્મન્સ જોઇ વિશાલ દદલાની ભાવુક થઈ ગયો હતો

‘ઇન્ડિયન આઇડલ’માં સ્પર્ધકનું પર્ફોર્મન્સ જોઇ હિમેશ રેશમિયાની આંખો ભીની થઈ હતી.

પર્ફોર્મન્સ એવું જોરદાર હતું કે નેહા કક્કર ખાસ્સા સમય સુધી રડતી રહી હતી.

હિમેશ રેશમિયા એટલા ભાવુક થયો હતો કે વિશાલ દદલાનીએ તેને સાંત્વના આપી હતી.