કાબુલમાં એક સમયે આ રીતે છૂટથી હરીફરી શકતી હતી મહિલાઓ ને આજે..?

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાને કબજો કરી લીધો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે અને રિપોર્ટ મુજબ, તે અમેરિકા જવાના ફિરાકમાં છે. અફઘાનિસ્તાનના મોટા ભાગમાં તાલિબાનનું નિયંત્રણ થઈ ગયું છે. આ ઉપરાંત આ દેશમાં અફરા-તફરીનો માહોલ છે. હજારો લોકો તાલિબાનોના પહેલાં શાસનને લીધે ઘબરાયેલાં છે.

આ ડરને લીધે કાબુલ એરપોર્ટ પર જબરદસ્ત ભાગમભાગ જોવા મળી રહી છે. અફઘાનિસ્તાનના લોકો આ દેશથી દૂર જવા માગે છે કેમ કે, તાલિબાનોના છેલ્લાં શાસનકાળમાં મહિલાઓની આઝાદીની નિર્મમતા પુરી થઈ ગઈ હતી. તાલિબાનોએ સજા આપવા માટે ઇસ્લામિક રીત લાગુ કરી હતી. મહિલાઓનું એકલા બહાર નીકળવું બેન હતું. નોકરી કરવા પર પ્રતિબંધ હતાં. બુરખો ના પહેરવા પર જાહેરમાં માર મારવામાં આવતો હતો. (અફઘાનિસ્તાનની વિદ્યાર્થિની સ્કૂલથી આવતાં, 1967. ફોટોઃ Dr Bill Podlich)

જોકે, અફઘાનિસ્તાનમાં પહેલાંથી આવું નથી. અફઘાનિસ્તાનમાં એક સમય એવો પણ હતો જ્યારે આ દેશમાં આધુનિકીકરણ અને સંસ્કૃતિનું મિશ્રણ જોવા મળતું હતું. અમેરિકાના નાગરિક ડોક્ટર પોડલિચ પોતાની બે દીકરી અને પત્ની સાથે વર્ષ 1967માં અફઘાનિસ્તાન આવ્યા હતા અને તેમણે આ દેશના કલ્ચરને પસંદ કર્યો હતો. તે ઘણીવાર અફઘાની લાઇફસ્ટાઇલના ફોટો ક્લિક કરતાં હતાં. ( Higher Teachers college of Kabul, 1967, ફોટોઃ Dr Bill Podlich)

બિલ કાબુલમાં હાજર ટીચર્સ કોલેજમાં ભણાવતાં હતા. તો તેમની બંને દીકરીઓ કાબુલમાં હાજર અમેરિકન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી હતી. બિલની દીકરીઓની જેમ અહીં ઘણાં ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ ભણતાં હતાં. જેમાં ઘણાં વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનમાં કામ પણ કરતાં હતાં. બિલે આ કોલેજમાં બે વર્ષ કામ કર્યું હતું. ( મેડિકલ ટીચર સાથે વાત કરતાં વિદ્યાર્થી, ફોટોઃ Mohammad Qayoumi)

આ ઉપરાંત સૈન જોસ સ્ટેટ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ પ્રોફેસર મોહમ્મદ હુમાયૂ કયૂમીએ પણ અફઘાનિસ્તાનના વીતેલા સમયના ફોટો ક્લિક કર્યા છે. તેમનો જન્મ કાબૂલમાં થયો હતો અને તેમણે એક Photo-essay બુક લખી હતી. આ બુકમાં અફઘાનિસ્તાનની ઉદારવાદી લાઇફ સ્ટાઇલ જોવા મળી શકે છે. જ્યારે મહિલાઓ ઘરને ઘરની બહાર નીકળવાની આઝાદી હતી. તેમની આ બુકનું નામ ‘વન્સ અપોન અ ટાઇમ અફઘાનિસ્તાન’ છે. (કાબુલના એક મ્યૂઝિક રેકોર્ડ સ્ટોરમાં મહિલા, ફોટોઃ મોહમ્મદ કયૂમી)

આ બુકમાં 1950, 60 અને 70ના દશકનાં અફઘાનિસ્તાનને બતાવ્યું છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે, તે સમયે મહિલાઓ યુનિવર્સિટી લેવલનું એજ્યુકેશન પ્રાપ્ત કરી શકતી હતી. પોતાની મહિલા ફ્રેન્ડ સાથે ફરી શકતી હતી અને પશ્ચિમી કપડાં જેવા કે શોર્ટ સ્કર્ટ્સમાં પણ ફરી શકતી હતી. આ ફોટોમાં અફઘાનિસ્તાનનો સારો માહોલ બતાવવામાં આવ્યો છે. (યુનિવર્સિટી માટે જતી અફઘાની યુવતીઓ, ફોટોઃ મોહમ્મદ કયૂમી)

વર્ષ 2001માં રિલીઝ થયેલાં બ્યૂરો ઓફ ડેમોક્રેસી, હ્યૂમન રાઇટ્સ એન્ડ લેબરના એક સ્ટેટ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ મુજબ, વર્ષ 1920ના સમયમાં મહિલાઓને વોટ આપવાનો અધિકાર મળ્યો હતો. તેમણે વર્ષ 1960ના અફઘાનિસ્તાનના સંવિધાનમાં બરાબરી મળી અને 70નાં દશકમાં અફઘાનિસ્તાનમાં લગભગ 70 ટકા સ્કૂલ ટીચર્સ મહિલા હતી.

આ ઉપરાંત 50 ટકા સરકારી કર્મચારી મહિલાઓ હતી અને 40 ટકા ડૉક્ટર્સ પણ મહિલા જ હતી. જોકે, અફઘાનિસ્તાનમાં વર્ષ 1990ના સમય પછી ઘણી વસ્તુ બદલાઈ છે. અફઘાનિસ્તાનના એક ફેમસ ડિરેક્ટરે દુનિયાના દેશને અપીલ કરી હતી કે, તાલિબાનના આવ્યા પછી અફઘાનિસ્તાનની મહિલાઓ હાલત બગડવાની છે. એટલે આ મુશ્કેલ સમયમાં તેમને એકલા ના છોડે. (ફોટોઃ મોહમ્મદ કયૂમ)