આવા IPS અધિકારીને સલામ, વૃદ્ધ પિતાની કરે છે આ રીતે સેવા, પહેલી જ વાર જુઓ તસવીરમાં

સોશિયલ મીડિયા પર આઇપીએસ ઓફિસરના ફોટો ઘણીવાર વાઇરલ થતાં હોય છે. કેટલીકવાર તેમના કામને દબંગ અંદાજમાં પુરા કરી તેઓ પોલીસ ફોર્સ માટે ઉદાહરણ પુરુ પાડતાં જોવા મળે છે. પણ, ઑક્ટોબર 2020માં આઇપીએસ અધિકારી ડૉક્ટર સંદીપ મિત્તલનો એક ફોટો વાઇરલ થયો હતો. આ ફોટોમાં આઇપીએસ સંદીપ મિત્તલ તેમના પિતાની દાઢી કરતાં જોવા મળ્યા હતાં.

આઇપીએસ સંદીપ મિત્તલે ટ્વીટ કર્યો ફોટો
ઉલ્લેખનીય છે કે, સંદીપ મિત્તલના પિતાની ઉંમર 80 વર્ષ કરતાં વધારે છે. અત્યારે તે બીમાર છે. પોતાના દૈનિક કાર્ય પણ કરી શકતા નથી. સંદીપ મિત્તલે પોતાના ટ્વીટર પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે બેડ પર બેસીને પોતાના પિતાની દાઢી કરી રહ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. બે દિવસમાં આ ફોટો હજારો લોકો દ્વારા રીટ્વીટ કરવામાં આવ્યો હતો અને 55 હજારથી વધુ લોકોએ પિતા પુત્રના સુંદર ફોટોને લાઇક કર્યો હતો.

ડૉક્ટર સંદીપ મિત્તલ પોલીસ સેવામાં સિનિયર ઓફિસર છે. તામિલનાડુ કેડરના વર્ષ 1995ના આઇપીએસ સંદીપ મિત્તલ એડીજી રેન્કના અધિકારી છે. તેમને સાઇબર સિક્યોરિટીમાં એક્સપર્ટ માનવામાં આવે છે. તે ભારતીય સંસદ ભવનની સુરક્ષાના સચિવ પણ રહી ચૂક્યા છે. ઘણાં વીરતા પુરસ્કાર પણ તેમને મળ્યા છે. વિશ્વના તમામ વિશ્વવિદ્યાલયની તેમણે માનદ ઉપલબ્ધિઓ મેળવી છે.

સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે
સંદીપ મિત્તર સોશિયલ મીડિયા પર ખાસ સક્રિય રહે છે. તેમને ટ્વિટર પર 76 હજારથી વધુ લોકો ફોલો કરે છે. ભારતીય પોલીસ સેવાના સૌથી હોંશિયાર ઓફિસરમાંથી એક સંદીપ મિત્તલ સાથે જોડાયેલી ઘણી બાબતો હંમેશા ચર્ચામાં રહી છે.

આઈપીએસ સંદીપ મિત્તલની ચર્ચિત બાબતો
જાવેદ અખ્તરના ટ્વીટનો જવાબઃ ડિસેમ્બર 2019માં દિલ્હી સ્થિત જામિયા મિલિયા ઇસ્લામિયામાં નાગરિકતા સંશોધન કાયદા અંગે વિરોધ પ્રદર્શન ચાલતું હતું. જામિયામાં આંદોલન અને હિંસા પછી ફિલ્મકાર અને ગીતકાર જાવેદ અખ્તરે આ બાબતે ટ્વીટ કરી પોલીસ વ્યવસ્થા પર સવાલ કરતાં લખ્યું હતું કે, ‘પોલીસ વગર વિશ્વ વિદ્યાલય અને તંત્રની મંજૂરી વગર કોઈ કેવી રીતે વિશ્વવિદ્યાલય પરિસરમાં ઘૂસી શકે છે?’

જાવેદ અખ્તરના આ ટ્વીટના જવાબમાં આઇપીએસ સંદીપ મિત્તલે લખ્યું કે, ‘પ્રિય કાયદાના જાણકાર, કૃપા કરી જણાવો કે, તમે કયા કાયદાની વાત કરી રહ્યા છો, સેક્શન નંબર અને કાયદાનું નામ જણાવો અને અમારું જ્ઞાનવર્ધન કરો.’

આઇપીએસ એસોશિએસન વિરુદ્ધ બગાવત
થોડાક મહિના પહેલાં સિનિયર આઇપીએસ ઓફિસરે પોતાના જ સંગઠન સેન્ટ્રલ આઇપીએસ એસોસિએશન વિરુદ્ધ બગાવત કર્યાના સમાચાર સામે આવ્યા હતાં. આ પછી એસોસિએશને તેમના કેટલાક સાથીને ટ્વિટર પર અનફોલો કરી દીધા હતા. સૌથી પહેલાં સંદીપ મિત્તલ સાથે એવું થયું હતું. મિત્તલના સમર્થનમાં દેશના ઘણાં સિનિયર આઇપીએસ ઓફિસર આવ્યા હતાં. વાત કાયદાકીય કાર્યવાહી સુધી પહોંચી ગઈ હતી. કોર્ટ સુધી જવાની પણ ધમકી આપી હતી. સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. બે દિવસ સુધી હોબાળો થયો હતો. આ પછી સિનિયર ઓફિસર વચ્ચે વાતચીત કરી સમાધાન કરાયું હતું.