પૂરપાર બાઈકે એક્ટિવાને ટક્કર મારી, હોનહાર મહિલા કોન્સ્ટેબલે તોડી દીધો દમ

રક્ષાબંધનના પવિત્ર દિવસ પર રાજકોટમાં એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરક બજાવતા હર્ષિતાબેન અજાણા આજે રક્ષાબંધન હોય સવારે હોંશભેર નાના લડલા ભાઈ પરેશની રક્ષા માટે રાખડી બાંધતા હતાં. મૂળ અમરાપર ગામનાં વતની હર્ષિતાબેનને ક્યા ખબર હતી કે બહેન ભાઈની આ છેલ્લી મુલાકાત હશે. તેઓ રાખડી બાંધીને ફરજ પર એક્ટિવા લઇને નીકળ્યા હતા ત્યારે બાઇકે અડફેટે લેતા તેનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાય ગયો છે.

કોન્સ્ટેબલ હર્ષિતાબેનને અમરાપરથી જેતપુર પોતાનાં એક્ટિવા પર ફરજ પર જઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂરપાટ આવતા બાઇક ચાલકે અડફેટે લેતાં દૂર ફંગોળાય પડ્યા હતાં. લોહી નીકળતી હાલતમાં તેમને જેતપુર સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લાવવામાં આવ્યા હતા પણ ત્યાં તેઓએ દમ તોડી દેતાં તાલુકા પોલીસ બેડામાં અને નાનકડા એવા અમરાપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

હર્ષિતાબેન કન્ડક્ટર અને તલાટીની પરીક્ષામાં પણ ખૂબ સારા રેન્ક સાથે પાસ થયા હતા. ત્યારબાદ પોલીસ ભરતી આવતા તેમાં પણ સારા રેન્ક સાથે ઉત્તિર્ણ થતા જેતપુર તાલુકામાં કોન્સ્ટેબલ તરીકે પોસ્ટિંગ મળ્યુ હતું.

ઘરની દિકરીના જવાથી સમગ્ર ગામ શોકમાં ગરકાવ બન્યું છે. એક ભાઈ માટે આવનારી તમામ રક્ષાબંધન પોતાની બહેનને યાદગીરીમાં વિતાવવી પડશે.