1500 રૂપિયામાં જૂનો ખરીદ્યો, સોફામાં કંઈક ખૂંચ્યું, ખોલીને જોયું થઈ ગયા માલામાલ

વોશિંગ્ટનઃ માનવામાં આવે છે કે ભગવાન જ્યારે આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે. કોનું નસીબ ક્યારે ખુલી જાય તે કહેવાય નહીં. આજે દરેક લોકો પૈસા કમાઈ રહ્યાં છે, પરંતુ ઘણીવાર એવું બને કે કંઈ જ કર્યા વગર લાખો રૂપિયા મળી જાય. આવું થાય ત્યારે તમને એક મિનિટ માટે ત વિશ્વાસ જ ના આવે. 2019માં અમેરિકામાં આવી જ એક ઘટના બની હતી. જ્યારે ત્રણ મિત્રો સેકન્ડ સોફા લઈ આવ્યા અને તેમાં કંઈક એવું નીકળ્યું તેમને ખ્યાલ જ ના આવ્યો.

શું મળ્યું સોફામાંથી? અમેરિકાના પાલ્ટ્સમાં સ્ટેટ યુનિવર્સિટીમાં ભણતા ત્રણ કોલેજ મિત્રો રીસે વેરખોવે, કોલી ગાસ્ટી તથા લારા રુસ્સોએ રહેવા માટે એક રૂમ ભાડે લીધો હતો. ત્રણેયે 1500 રૂપિયામાં એક સોફો ખરીદ્યો હતો. તેઓ પોતાના રૂમમાં સોફો મૂકતા હતા અને તેની અંદરથી કંઈક એવું નીકળ્યુ, જે તેમણે ક્યારેય વિચાર્યું નહોતું. એક દિવસ ત્રણેય સોફા પર બેસીને ટીવી જોતા હતા અને તેમને લાગ્યું કે સોફામાં કંઈક છે.

ત્રણેય સોફાના ગાદીવાળો હિસ્સો હટાવ્યો તો તેમાંથી એક કવાર નીકળ્યું હતું. તેમાંથી 1 હજાર ડોલર (અંદાજે 70 હજા રૂપિયા) નીકળ્યા. ત્યારબાદ તેણે આખા સોફામાં જોયું તો એક પછી એક કવર નીકળતા હતા અને એ રીતે 41 હજાર ડોલર એટલે કે 29 લાખ રૂપિયા મળ્યા હતા.

આ ત્રણેય મિત્રોને તેમની આંખ પર વિશ્વાસ થતો નહોતો કે માત્ર 1500 રૂપિયામાં લીધેલા સોફામાંથી લાખો રૂપિયા નીકળ્યા. જ્યારે તેમણે કવર ધ્યાનથી જોયું તો તેમાં ડિપોઝિટ સ્લીપ હતી. ત્રણેયે લાલચ રાખઅયા વગર સ્લિપમાં લખેલા એડ્રેસના માલિકને શોધવાની શરૂઆત કરી. તેમને એક એડ્રેસ મળ્યું અને ત્યાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી. આ મહિલાએ કહ્યું હતું કે તેના પતિના રિટાયરમેન્ટના પૈસા હતા અને તે બેંકમાં જમા કરાવવાના હતા.

ત્રણે બાળકોને ઈમાનદારીનું ઈનામ મળ્યું: મહિલાને જ્યારે પોતાના પૈસા મળ્યા ત્યારે તે ઘણી જ ખુશ થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે તે પૈસા બેંકમાં જમા કરાવવાની હતી પરંતુ કોઈક કારણોસર રહી ગયા અને પછી તેણે સોફામાં પૈસા છુપાવી દીધા હતા. જોકે, તેના બાળકોએ વૃદ્ધ મહિલાને કહ્યા વગર જ સોફો વેચી નાખ્યો હતો.

જ્યારે મહિલાને આ વાતની જાણ થઈ કે સોફો વેચાઈ ગયો છો તેને લાગ્યું કે હવે તેના પૈસા ક્યારેય પરત આવે નહીં. તેની પતિની મહેનત એળે ગઈ હોવાનું લાગ્યું હતું. જોકે, મહિલાને પૈસા પરત મળતા તેણે ત્રણેય મિત્રોને 70 હજાર રૂપિયા એટલે કે એક હજાર ડોલર આપ્યા હતા.