બ્લૂ બનારસી સાડીમાં કાજોલની સુંદરતા જોઈ ચાહકો થઈ ગયા ઓળઘોળ

બોલિવૂડમાં ખૂબ જ ધૂમધામથી દુર્ગા પૂજાના પર્વની ઉજવણી કરવામાં આવી છે. એક્ટ્રેસ કાજોલ અત્યારે નવમીના દિવસે સેલિબ્રેશન કરતી જોવા મળી છે. કાજોલ પોતાની મા તનુજા, બહેન તનીષા મુખર્જી સાથે બ્લૂ રંગની સુંદર સાડી પહેરીને દુર્ગા પંડાલમાં પહોંચી હતી.

દુર્ગા નવમીના ખાસ અવસર પર કાજોલે જે સાડી પહેરી હતી તે હાથેથી બનાવેલી છે. સાડીની ચારેય તરફ ગોલ્ડન કલરની સુંદર બોર્ડર છે. જેના પર ગોટા-પટ્ટીની એમ્બ્રોયડરી છે.

આ ઉપરાંત કાજોલની સાડીની બોર્ડર પર નાના-નાના મોતી અને જરીની સુંદર કારીગરી પણ કરવામાં આવી છે. જે સાડીને રોયલ ટચ આપે છે.

કાજોલે પોતાની બ્લૂ સાડીને ગોલ્ડન સ્લીવલેસ બ્લાઉઝની સાથે ટીમઅપ કર્યું છે. આ સાથે એક્ટ્રેસે બ્લૂ કલરનું પોટલી બેગ પણ કેરી કર્યું છે.

ગોલ્ડન ઇયરિંગ્સ અને બ્લૂ ગોલ્ડન સાડીના કલરનું મેચિંગ બંગડી સાથે એક્ટ્રેસે પોતાના લુકને કમ્પલિટ કર્યો છે. કાજોલ આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસના ફોટો સોશિયલ મીડિયા પર છવાયા છે.

હેર સ્ટાઇલની વાત કરીએ તો આ લુક સાથે કાજોલે પોતાના વાળમાં પોની ટેલ લીધી છે. ગ્લોસી બેસ, આઇલાઇનર અને બ્લૂ સાડી પર ડાર્ક મજેન્ટા કલરની લિપસ્ટિકમાં કાજોલ ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે. એક્ટ્રેસે માથા પર સ્ટોનવાળી નાનો ચાંદલો પણ લગાવ્યો છે. જે તેમની સાડીને કમ્પ્લિમેન્ટ આપી રહી છે.

એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બ્લૂ સાડીમાં પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે. કાજોલની સ્ટાઇલિસ્ટ રાધિકા મહેરાએ પણ એક્ટ્રેસના ઘણાં ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. જેમાં એક્ટ્રેસ અલગ-અલગ પોઝમાં જોવા મળી રહી છે.

જો તમને કાજલની આ સાડી પસંદ આવી રહી છે અને ફેસ્ટિવ સીઝનમાં તમે આ લુક કેરી કરવા માગો છો તે તમે તેને ઓનલાઇન ખરીદી શકો છો. Anita Dongreની વેબસાઇટ પર આ બનારસી સાડીની કિંમત 80000 રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે, કાજોલના નાના દીકરો યુગ પણ તેમની સાથે દુર્ગા પંડાલમાં સ્પોટ થયો હતો. યુગ વ્હાઇટ કુર્તામાં પાયજામામાં એક્ટ્રેસના હાથમાં જોવા મળી હતી.