હાઈપ્રોફાઈલ સેક્સ રેકેડનો આ રીતે ફૂટ્યો ભાંડો, દલાલની મિત્ર કરતી યુવતીઓની વ્યવસ્થા

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં ચકેરી લાલબંગલા બાદ બીજા એક ઓનલાઈન સેક્સ રેકેટનો ભાંડો ફૂટ્યો છે. નૌબસ્તા પોલીસે સાઈબર સેલની મદદથી વેબસાઈટ અને વ્હોટ્સએપ પર ચલાવવામાં આવતા સેક્સ રેકેટનો ખુલાસો કર્યો છે. પોલીસે નેપાળ, યુપી, આસામ, મધ્ય પ્રદેશ અને કોલકાતાથી આવેલી 9 યુવતીઓની વિવિધ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. આ ઉપરાંત દલાલ અને ગ્રાહકો સહિત 11 યુવકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ અનુસાર, વેબસાઈટ થકી આ ઈન્ટરનેશનલ લેવલનું સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું. વેબસાઈટ હેન્ડલ કરનાર આઈટી એક્સપર્ટની શોધ કરવા માટે સાઈબર સેલની મદદ લેવામાં આવી રહી છે.

એસપી સાઉથ દીપક ભૂકરે જણાવ્યું કે, સાઈબર સેલને ટ્વિટર પર કાનપુરમાં કોલગર્લ માટેની એક વેબસાઈટ લિંક મળી હતી. આ લિંક થકી એક મોબાઈલ નંબર ટ્રેસ કરવામા આવ્યો અને ગ્રાહક બની પોલીસે ઈટાવા સૈફઈના આશિષ કુમારની ધરપકડ કરી હતી. તેની મદદથી અન્યોની ધરપકડ કરવામાં આવી હતી.

આશિષે જણાવ્યું કે, તેણે મોબાઈલ નંબર વેબસાઈટ પર પોસ્ટ કરેલો છે. ગ્રાહક સાઈટ માધ્યમથી તેનો સંપર્ક કરતા હતા. તે પછી યુવતીઓની તસવીરો અને રેટ ગ્રાહકોને વ્હોટ્સએપ પર મોકલવામાં આવતા. જે પછી યુવતી ગ્રાહકે જણાવેલા સ્થળે મોકલવામાં આવતી. આ કામ રાજૂ તથા તેની મિત્ર કલ્પના ગુપ્તા મદદરૂપ થતા. કલ્પાનના સંપર્કમાં યુપી સહિતના સ્થળોની યુવતીઓ છે.

પોલીસે યશ મલ્હોત્રા, સોનૂ પાસવાન, રાહુલ, સુશીલ અવસ્થી, સુશીલ, વિવેક રાઠોર, પ્રમોદ કુમાર, નીરજ અને રાહુલ હલવાઈની ધરપકડ કરી હતી. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.