ખોદકામ કર્યું તો અંદરથી મળી આવી ઐતિહાસિક કબર, અંદર જોયું તો લોકો ચોંકી ગયા

બર્લિનઃ શોખ એક વિચિત્ર વસ્તુ છે. જેને પૂર્ણ કરવાનો તમામ લોકો પ્રયત્ન કરે છે અને તેની માટે પૈસો પાણીની જેમ વાપરવા તૈયાર રહે છે. જેઓ પૈસે ટકે સુખી હોય છે તેમની પાસે તમે ભવ્ય વાહનોનું કલેક્શન જોઈ શકો છો. સોના-ચાંદીથી તેમની તિજોરીઓ ભરેલી જ રહે છે. ઘણા રાજાઓ પાસે વિશેષ રુમ રહેતા હતા, જ્યાં તેમના આનંદ અને શરીરસુખ માણવા માટે યુવતીઓ હાજર રહેતી.

હાલમાં જર્મનીના બ્રુકેન-હેકફુફેલ (Brücken-Hackpfüffel)માં એક્સપર્ટને ખોદકામ દરમિયાન એક રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની સાથે 6 યુવતીઓના મૃતદેહ પણ હતા. એવું માનવામા આવી રહ્યું છે કે, 1500 વર્ષ અગાઉ આ રાજાના નિધન બાદ તેની સેક્સની ઈચ્છાઓને પૂર્ણ કરવાના ઈરાદે 6 યુવતીઓને પણ સાથે દફનાવવામાં આવી હતી. આ મૃતદેહો ત્યારે સામે આવ્યા જ્યારે પૉલ્ટ્રી ફાર્મ શરૂ કરવાના સ્થળે મજૂરો ખોદકામ કરી રહ્યાં હતા.

રાજાના મૃતદેહ આસપાસ 6 યુવતીઓની સાથે ઘોડા તથા કુતરા સહિત 11 પ્રાણીઓના અવશેષ પણ મળી આવ્યા હતા. રાજાની કબરના ભાગને ઘણી સાવચેતી સાથે બહાર કાઢવામાં આવી. આ મકબરાનું ઐતિહાસિક મહત્ત્વ ઘણું વધારે છે. આ સાથે જ અહીંની તમામ વસ્તુઓ એક પ્રયોગશાળામાં મોકલાશે જ્યાં તેનું વિશ્લેષણ કરવામા આવશે.

આ સ્થળ બ્રુકેન-હેકપફેલ પાસેના સક્સોની-એનામલમાં અજાણતા મળી આવ્યું હતું, અહીં બિલ્ડર્સ પોલ્ટ્રી ફાર્મ બનાવી રહ્યાં હતા. જોકે અહીં વર્ષો જુનો મકબરો અને મૃતદેહો મળી આવ્યા હતા. હાલ આ સ્થળનું સરનામું ગોપનીય રાખવામાં આવ્યું છે.

ખોદકામ દરમિયાન મળેલો કાંચના બાઉલને લેન્ડેસ મ્યૂઝિયમ ફોર વોરગેસ્ચીચની લેબમાં મોકલવામાં આવ્યો છે. આ 1500 વર્ષ જુની કબરમાંથી મળી આવેલી વસ્તુઓમાંથી એક છે. કબરમાંથી મળી આવેલા સાધનો-હથિયારોને પણ લેબમાં મોકલવામાં આવ્યા છે. જેમાં સ્નેગ્ડ ટેક્સટાઈલના ટુકડાવાળી ક્લિપ સામેલ છે, જે જર્મન સંસ્કૃતિ અંગે સંકેત આપે છે. આ ક્લિપના આટલા વર્ષો બાદ પણ સારી અવસ્થામાં મળવા પર ઘણા લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો.

આ વસ્તુઓમાં જર્મન દેવતાની 1800 વર્ષ જુની પ્રતિમા પણ મળી આવી હતી. તેને જોઈ તે કોઈ પવિત્ર વસ્તુ તરીકે કબરમાં મુકવામાં આવી હોવાનું મનાય છે. જર્મન પુરાતત્વ વિભાગના એક્સપર્ટ દ્વારા તેને તેના માલિક સાથે દફનાવવામાં આવી હતી. આ ઉપરાંત સોનાના સિક્કા પણ મળી આવ્યા હતા જેમાં પૂર્વ રોમન સમ્રાટ જેનોનો ચેહરો જોઈ શકાય છે, જેને અહીંના કબ્રસ્તાનમાં જ દફનાવવામાં આવ્યો હતો.